SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ (રાગ : ધોળ) એ જી તારા આંગણિયા રે, પૂછીને કોઈ જણ આવે રે; આવકારો મીઠો આપજે રે. એ જી તારા કાનોમાં સંકટ જો સંભળાવે રે; બને તો થોડું કાપજે રે. ધ્રુવ માનવીની પાસે કોઈ, માનવી જ આવે રે; હે જી તારા દિવસો રે, દેખીને દુ:ખીયા આવે રે. આવકારો વાતો એની સાંભળીને, આડું નવ જોજે રે; હે જી એને માથડા હલાવી હોંકારો દેજે રે, આવકારો કેમ તમે આવ્યા છો ભાઈ, એમ નવ કેજે રે; હે જી એને ધીરે રે ઘીરે, તું બોલવા દેજે રે, આવકારો ‘કાગ' કે ને પાણી પાજે, ભેળો બેસી ખાજે રે; હે જી એને ઝાંપા રે, સુધી તું મુકવા જાજે રે. આવકારો૦ ૧૭૧ (રાગ : માંડ) એનું નામ ફ્કીર જેની હોય મેરુ સરીખી ધીર; જગમાં એનું નામ ફ્દીર જી. ધ્રુવ મનમાં ન મળે મારું ને તારું જે અંતરમાય અમીરજી; આજ આવ્યું ભોગવી લે; જેને કાલની નૈ એ અધીર, જગમાં અંતર ઉજ્જવલ આતમ જાણે ગંગાજીનાં નીર જી; સો સો નદીયું ઉર સમાણી (જેને), પોતે સાગર જેમ ગંભીર, જગમાં અંતરમાંય એને વે'મ ન આવે, સબળ જેને શીર જી; હોય મર્ય એ નર હરામી, એને કરી દ્યે પળમાં પીર, જગમાં પરસન મનથી ભોગવે પોતે દુ:ખી જનની પીડ જી; ‘કાગ'ને એ કાયમ મળો, જેના દિલ નહિ એ દિલગીર. જગમાં ભજ રે મના જિન ખોજા તિન પાઇયા, ગહરે પાની પૈઠ મેં બોરી ડૂબન ડરી, રહી કિનારે બૈઠ ૯૮ ૧૭૨ (રાગ : ધોળ) ઉડી જાઓ પંખી ! પાંખુવાળા જી, વડલો કહે છે “ વનરાયું સળગી” (૨), મૂકી દિયો જુના માળા, ધ્રુવ આભે અડિયાં સેન અગનમાં, ધખિયાં આ દશ ઢાળાંજી; આ ઘડીએ ચડી ચોટ અમોને (૨) ઝડપી લેશે જ્વાળા. પંખી બોલ તમારા હૈડામાં બેઠા, રૂડા ને રસવાળા જી; કોક દી આવી તાકી જાજો (૨) મારી રાખ ઉપર રૂપાળાં. પંખી પ્રેમી પંખીડાં પાછાં નઈ મળીએ, આ વનમાં વિગતળાં જી; પડદા આડા મોતના પડિયા (૨) તે પર જડિયાં તાળાં. પંખી આશરે તારે ઈંડા ઉછેર્યાં, ફ્ળ ખાધા રસવાળાંજી; મરવા વખતે સાથ છોડી દે (૨) એ મોઢાં મશવાળાં. પંખી ભેળા મરશું, ભેળાં જન્મશું, તારે માથે કરશું માળા જી; ‘કાગ’ કે આપણે ભેળાં બળશું (૨) ભેળાં ભરશું ઉચાળા. પંખી ૧૭૩ (રાગ : ચલતી) કાયાનો ઘડનારો ઘટમાંય, હરિવર કોઈથી જાણ્યો નવ જાય. ધ્રુવ તીખું ને તુરું જાણનારું, એક ચામડું મુખમાંયજી; હોઠ છેટા હોય તોય, એક શબ્દ ના બોલાય. હરિવર૦ તરસ લાગે તરફ્તે, ને કોણ ભૂખ્યું થાયજી ! શ્વાસ લ્યો નહીં એક પળ તો, ભીતર કોણ મુંઝાય ! હરિવર૦ કાનમાં કહો કોણ બેઠું, શબ્દ સાંભળી જાયજી; ગાનારાને જ્ઞાન ન મળે, કોણ ગળામાં ગાય ! હરિવર૦ શ્વાસ રહે છે ચાલતો, કહો કોણ ઊંઘી જાયજી ! આંખ નીરખે બ્રહ્માંડ આખું, જોનારો જોયો નવ જાય. હરિવર ક્યાંથી આવ્યો ક્યાં વસ્યો ? પાછો ક્યાં ઊડીને સંતાયજી ! ‘કાગ' છેવટ સરવાળામાં, એ મુનિજન મુંઝાય. હરિવર કબીર બીર ક્યા કરતે હૈ, ખોલ જો અપના શરીર પાંચો ઇન્દ્રીવશ કરો, તો આપ હી આપ કબીર GG દુલા ભાયા કાગ
SR No.009144
Book TitleBhaj Re Mana Part 01
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages381
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy