________________
દુલા ભાયા કાગ
ઈ.સ. ૧૯૦૨ - ૧૯૭૭
ચારણ કવિ દુલા ભાયા કાગ સૌરાષ્ટ્રના મહુવા પાસેના મજાદર ગામના વતની હતા. તેમનો જન્મ તા. ૨૫-૧૧-૧૯૦૨માં થયો હતો. તેમનો વ્યવસાય ખેતી અને ગોપાલનનો હતો. તેમની કવિતા ‘ કાગવાણી'ના આઠ ભાગમાં ગ્રંથસ્થ છે. ચારણી
લોકવાણીની છાંટવાળી એમની કૃતિઓ, પદો, ભજન, પ્રાર્થના, દુહા, મુક્તક, સોરઠા જેવાં અનેક સ્વરૂપોમાં રચાયેલી છે. નીતિ-બોધ સાથે ભાવની સચ્ચાઈ, લોકવાણીની વિશિષ્ટ હલકની ગેયતા અને સરળ ભાષાને કારણે તેમની રચનાઓ લોકપ્રિય છે. ભારત સરકાર તરફ્થી તેમને ‘પદ્મશ્રી'નો ઈલ્કાબ મળ્યો હતો. ૭૫ વર્ષની વયે તા. ૨૨-૨-૧૯૭૭ના રોજ તેમણે નશ્વર દેહનો ત્યાગ કર્યો.
૧૬૯
૧૩૦
૧૭૧
૧૩૨
9.93
૧૭૪
૧૩૫
સોરઠ
ધોળ
માંડ
ધોળ
ચલતી
સોરઠ ચલતી
સોરઠ
ભજ રે મના
અમે નીસરણી બનીને
એ જી તારા આંગણિયા રે પૂછીને એનું નામ કીર
ઉડી જાવો પંખી ! પાંખવાળા જી
કાયાનો ઘડનારો ઘટમાંય
કે'જો દુખડાંની વાતુ, જોબનિયાને ખીલેલાં એ ઠેકાણે કરમાણાં રે
ટૂંઢા સબ જહૌ મેં, પાયા પતા તેરા નાહી જબ પતા તેરા લગા, અબ પતા મેરા નહીં.
૯૬
૧૬
૧૩૭
૧૩૮
૧૩
૧૮૦
૧૮૧
૧૮૨
સોરઠ
માંડ
શુદ્ધ સારંગ
ચલતી
માંડ સોરઠચલતી
સોરઠ
ગુરુજી મળ્યા છે જ્ઞાનવાળા રે જગતમાં એક જ જન્મ્યો રે
જેનાં ચિતડાં ચડેલા ચકડોળ રે ઠામે ન ઠર્યા રે કોઈ દી
પગ મને ધોવા દો રઘુરાય મૂરખને બોધ ન લાગે રે
સાંભર્યો જમનાજીનો કિનારો રે
૧૬૯ (રાગ : સોરઠ)
અમે નીસરણી બનીને જોને ઊભા રે, ચડનારા કોઈ નોં મળ્યા રે; અમે, દાદરો બનીને ખીલા ખાધા રે, તપસ્યાનાં ફળ નોં ફળ્યાં રે. ધ્રુવ માથડાં કપાવી અમે ઘંટીએ દળાણા (૨);
ચૂલે ચડયા રે પછી પીરસાણા તોયે; જમનારા કોઈ નોં મળ્યા રે, અમે નામ બદલાવ્યાં અમે પથિકોને કાજે (૨); કેડો બનીને જુગ જુગ સૂતા રે; ચાલનારા કોઈ નોં મળ્યા રે, અમે
પગે બાંધ્યા ઘૂંઘરા ને માથે ઓઢી ઓઢણી (૨); માળાઓ પહેરીને પડમાં ઘૂમ્યા રે, જોનારા કોઈ નો મળ્યા રે. અમે કુહાડે કપાણા અમે, આગ્યુંમાં ઓરાણા (૨); કાયા સળગાવી કીધી ખાખ રે, ચોળનારા કોઈ નોં મળ્યા રે. અમે સ્વયંવર કીધો અમે, આવ્યા નર રૂપાળા (૨); કરમાં લીધી રૂડી વરમાળા રે, મૂછાળા કોઈ નોં મળ્યા રે. અમે ‘કાગ' બ્રહ્મલોક છોડ્યો પતિોને કાજે (૨); હેમાળેથી દેવું પડતી મેલી રે, ઝીલનારા કોઈ નોં મળ્યા રે. અમે
ગૂંગા તેરી બાતકો, ઔર ન સમજે કોય
કૈ સમજે તેરી માવડી, કે સમલૈ તેરી જોય
૯૭
દુલા ભાયા કાગ