________________
૭૮ (રાગ : દરબારી)
વીરજીને ચરણે લાગું, વીરપણું તે માગું રે; મિથ્યા મોહ તિમિર ભય ભાગ્યું, જીત નગારૂં વાગ્યું રે. ધ્રુવ
છઉમથ્થુ વીર્ય લેફ્યા સંગે, અભિસંધિજ મતિ અંગે રે; સૂક્ષ્મ સ્થૂલ ક્રિયાને રંગે, યોગી થયો ઉમંગે રે. વીરજી અસંખ્ય પ્રદેશે વીર્ય અસંખે, યોગ અસંખિત કંખે રે;
પુદ્ગલ ગણ તેણે લે સુવિશેષે, યથાશક્તિ મતિ લેખે રે, વીરજી ઉત્કૃષ્ટ વીર્યનિવેસે, યોગ ક્રિયા નવિ પેસે રે; યોગ તણી ધ્રુવતાને લેશે, આતમશક્તિ ન ખેસે રે. વીરજી
કામ વીર્ય વશે જેમ ભોગી, તેમ આતમ થયો ભોગી રે;
શૂરપણે આતમ ઉપયોગી, થાય તેહણે અયોગી રે. વીરજી
વીરપણું તે આતમ ઠાણે, જાણ્યું તુમચી વાણે રે; ધ્યાન વિન્નાણે શક્તિ પ્રમાણે, નિજ ધ્રુવપદ પહિંચાણે રે. વીરજી
આલંબન સાધન જે ત્યાગે, પર પરિણતિને ભાગે રે; અક્ષય દર્શન જ્ઞાન વૈરાગે, ‘આનંદઘન’ પ્રભુ જાગે રે. વીરજી
૭૯ (રાગ : આશાવરી)
સાધુ સંગતિ બિનું કૈસેં પઇયે ? પરમ મહારસધામ રી; કોટિ ઉપાય કરે જો બૌરો, અનુભવ કથા વિશ્રામ રી. ધ્રુવ શીતલ સફ્ત સંત સુરપાદપ, સેવૈ સદા સુછાંઈ રી; વંછિત ફ્લે ટલે અનવંછિત, ભવસંતાપ બુઝાઈ રી. સાધુ ચતુર વિરંચી વિરંજન ચાહે, ચરણકમળ મકરંદ રી; કો હરિ ભગતિ વિહાર દિખાવે, શુદ્ધ નિરંજન ચંદ રી. સાધુ દેવ અસુર ઇંદ્ર પદ ચાહું ન, રાજ ન કાજ સમાજ રી; સંગતિ સાધુ નિરંતર પાવું, ‘આનંદઘન’ મહારાજ રી. સાધુ
ભજ રે મના
કનૈયા આરજુ ઈતની હૈ, કમ સે કમ નિકલ જાયે તેરે ચરણો પે સર હો કિ મેરા દમ નિકલ જાયે
४८
૮૦ (રાગ : આશાવરી)
સાધો ભાઈ ! સમતા રંગ રમીજે, અવધૂ મમતા સંગ ન કીજે. ધ્રુવ સંપત્તિ નાહિ નાહિ મમતામેં, મમતામાં મિસ મેટે; ખાટ પાટ તજી લાખ ખટાઉ, અંત ખાખમેં લેટે. અવધૂ ધન ધરતીમેં ગાડે બૌરે, ઘૂર આપ મુખ વ્યાવે; મૂષક સાપ હોયો આખર, તાતેં અલચ્છિ કહાવે. અવધૂ સમતા રતનાકરકી જાઈ, અનુભવ ચંદ સુભાઈ; કાલકૂટ તજી ભાવમેં શ્રેણી, આપ અમૃત લે આઈ. અવધૂત લોચન ચરણ સહસ ચતુરાનન, ઈનતેં બહુત ડરાઈ; ‘આનંદઘન' પુરૂષોત્તમ નાયક, હિત કરી કંઠ લગાઈ. અવધૂ
૮૧ (રાગ : કેદાર)
:
સુમતિચરણકજ આતમ અરપણા, દરપણ જિમ અવિકાર, સુજ્ઞાની; મતિતરપણ બહુ સમ્મત જાણીએ, પરિસરપણ સુવિચાર, સુજ્ઞાની. ધ્રુવ ત્રિવિધ સકલ તનુધરગત આતમા, બહિરાતમ ધુરિ ભેદ, સુજ્ઞાની; બીજો અંતર આતમ તીસરો, પરમાતમ અવિચ્છેદ, સુજ્ઞાની. સુમતિ આતમબુદ્ધે હો કાયાદિકે ગ્રહ્યો, બહિરાતમ અઘરૂપ, સુજ્ઞાની; કાયાદિકનો હો સાખીધર રહ્યો, અંતર આતમરૂપ, સુજ્ઞાની. સુમતિ જ્ઞાનાનંદે હો પૂરણ પાવનો, વર્જિત સકળ ઉપાધિ, સુજ્ઞાની; અતીદ્રિય ગુણગણ મણિ આગરુ, એમ પરમાતમ સાધ, સુજ્ઞાની. સુમતિo બહિરાતમ તજી અંતર આતમા-રૂપ થઈ થિર ભાવ, સુજ્ઞાની; પરમાતમનું હો આતમ ભાવવું, આતમ અર્પણ દાવ, સુજ્ઞાની. સુમતિ આતમ અર્પણ વસ્તુ વિચારતાં, ભરમ ટળે મતિદોષ, સુજ્ઞાની; પરમ પદારથ સંપત્તિ સંપજે, ‘આનંદઘન' રસ પોષ, સુજ્ઞાની. સુમતિ
રહી મન ધાગા પ્રેમકા, ના તોડો પિચકાય તૂટે સે ફિર યે ના જૂડે, જૂડે તો ગાંઠ પડ જાય
૪૯
આનંદઘનજી