________________
૭૦ (રાગ : બિહાગ) મનડું કિમ હી ન બાજે હો ? કુંથુજિન મનડું કિમ હી ન બાજે ? જિમ જિમ જતન કરીને રાખું, તિમ તિમ અલગું ભાજે હો. ધ્રુવ રજની વાસર વસતી ઉજ્જડ, ગયણ પાયાલે જાય; સાપ ખાયને મુખડું થોથું, એહ ઉખાણો ન્યાય હો. કુંથ૦ મુક્તિ તણા અભિલાષી તપિયા, જ્ઞાનને ધ્યાન અભ્યાસે; વયરીંડું કાંઈ એહવું ચિંતે, નાખે “અવળે પાસે હો. કુંથુo આગમ આગમધરને હાથે, નાવે કિણ વિધ આંકુ, કિહાં કણે જો હઠ કરી હટકું તો, વ્યાલ તણી પરે વાંકું હો. કુંથ૦ જો ઠગ કહું તો ઠગતું ન દેખું, શાહુકાર પણ નાંહી; સર્વ માંહી ને સહુથી અલગું, એ અચરિજ મન માંહીં હો. કુંથુo જે જે કર્યું તે કાન ન ધારે, આપ મતે રહે કાલો; સુરનર પંડિતજન સમજાવે, સમજે ન માહરો “સાલો હો. થo મેં જાણ્યું એ લિંગ નપુંસક, સંકલ મરદને ઠેલે; બીજી વાતે સમર્થ છે નર, એહને કોઈ ન ઝેલે હો. કુંથ૦ મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એહ વાત નહિ ખોટી; એમ કહે સાધ્યું તે નવિ માનું, એ કહી વાત છે મોટી હો. કુંથુo મનડું દુરારાધ્ય તે વશ આપ્યું, આગમથી મતિ આણું; * આનંદઘન’ પ્રભુ માહરૂં આણો, તો સાચું કરી જાણે હો. કુંથુ (૧) દિવસ , (૨) આકાશ, (૩) પાતાળ, (૪) ખાલી, (૫) વગર મહેનતે, (૬) સાપ, (૩) ગાંડા જેવો, (૮) કુમતિ સ્ત્રીનો ભાઈ.
૭૧ (રાગ : છાયાનટ) મનસા નટનાગરસું જોરી હો, નટનાગરસૂ જોરી સખી હમ, ઔર સબનસો તોરી. ધ્રુવ લોક લાજસૂ નાહી ન કાજ, કુલ મર્યાદા છોરી હો; લોક બટાઉ હસો બિરાનો, અપનો કહત ન કોરી હો. મનસા માત તાત અરૂ સજ્જન જાતિ, વાત કરત હૈ ભરી હો; ચાખે રસકી ક્યું કરી છૂટે ? સુરિજન સુરિજન ટોરી હો. મનસા .
રહનો કહા કહાવત ઔર પે, નાહિ ન કીની ચોરી હો; કાછ કુછયો સો નાચત નિવહૈ, ઔર ચાચર ચરી ફેરી હો. મનસા જ્ઞાનસિંધૂ મથિત પાઈ, પ્રેમ પીયુષ કટોરી હો; મોદત ‘આનંદઘન ' પ્રભુ શશિધર, દેખત દૃષ્ટિ ચકોરી હો. મનસાઇ
૭૨ (રાગ : બિભાસ) મેરે ઘટ ગ્યાન ભાન ભયો ભોર. ચેતન ચકવી ચેતના ચકવી, ભાગો વિરહકો સોર. ધ્રુવ
ફ્લી ચિહું દિલ ચતુરા ભાવરુચિ, મિટ્યા ભરમ તમ જોર; આપકી ચોરી આપહીં જાનત, ઔર કહત ન ચોર. મેરેo અમલ કમલ વિકર ભયે ભૂતલ, મંદ વિષય શશિ કોર; ‘આનંદધન’ એક વલ્લભ લાગત, ઔર ન લાખ કિરોરમેરેo
૭૩ (રાગ : પ્રભાતી) મૂલડો થોડો ભાઈ ! વ્યાજડો ઘણેરો, કેમ કરી દીધો રે જાય? તલપદ પૂંજી મેં આપી સઘળી રે, તોહે વ્યાજ પૂરું ન થાય. ધ્રુવ વ્યાપાર ભાગો, જલવટ થલવટે રે, ધીરે નહિ નિસાની માય; વ્યાજ છોડાવી કોઈ ખંદા પરવઠે રે, તો મૂલ આપું સમ ખાય. મૂલડો હાટડું માંડું રે રૂડા માણેક્યોકમાં રે, સાજનીઆનું મનડું મનાય; * આનંદઘન’ પ્રભુ શેઠશિરોમણિ રે, બાંહડી ઝાલજો રે આય. મૂલડો
I
બિન્દાવન કે દ્ર'મનકો, દેખત ઉપજતા હતા
ડાર પત્ર ફલ ફુલમેં, કૃષ્ણ દિખાઈ દેત | ભજ રે મના
(૪૪)
બંસી બંસી સબ કહે, સુનિ પાવૈ યહ કોઈ | બંસી સુની એક ગોપિકા, તન મન દીનો ખોઈ
આનંદઘનજી