________________
૬૬ (રાગ : ભૈરવી) પિય બિન નિશદિન ઝુરૂ ખરીરી; લહુડી વડીકી કહાની મિટાઈ , દ્વારĂ આંખે કબ ન ટરીરી. ધ્રુવ પટ ભૂખન તન ભૌક ન ઓઢે, ભાર્ગે ન ચોંકી જરાઉ જરીરી; શિવકમલા આલી સુખ નઉ પાવત, કૌન ગિનત નારી અમરીરી. પિયત સાસ ઉસાસ વિસાસ ન રાખે, નિણદ નિગોરી ભોર લરીરી; ઔર તબીબ ન તપત બુઝાવત, ‘આનંદધન’ પીયુષ ઝરીરી. પિય૦
૬૭ (રાગ : સોહની) પ્રણમું પદપંકજ પાર્શ્વના, જસ વાસના અગમ અનુપ રે; મોહો મન મધુકર જેહથી, પામે નિજ શુદ્ધ સ્વરૂપ રે. ધ્રુવ પંક કલંક શંકા નહીં, નહિ ખેદાદિક દુ:ખ દોષ રે; વિવિધ અવંચક જોગથી, લહે અધ્યાતમ સુખ પોષ રે. પ્રણમુંo દુરંદશા દૂર ટળે, ભજે મુદિતા મૈત્રી ભાવ રે; વરતે નિત્ય ચિત્ત મધ્યસ્થતા , કરુણામય શુદ્ધ સ્વભાવ રે. પ્રણમુંo નિજ સ્વભાવ સ્થિર કરી ધરે, ન કરે પુદગલની ખેંચ રે; સાખી હુઈ વરતે સદા , ન કદી પરભાવ પ્રપંચ રે. પ્રણમુંo સહજદશા નિશ્ચય જગે, ઉત્તમ અનુભવ રસ રંગ રે; રાચે નહીં પરભાવશું, નિજભાવશું રંગ અભંગ રે. પ્રણમુંo નિજગુણ સબ નિજમાં લખે, ન ચખે પરગુણની રેખ રે; ખીર નીર વિવરો કરે, એ અનુભવ હંસશું પેખ રે. પ્રણમુંo નિર્વિકલ્પ ધ્યેય અનુભવે, અનુભવ અનુભવની પ્રીત રે; ઓર ન કબહું લખી શકે, ‘આનંદઘન’ પ્રીત પ્રતીત રે. પ્રણમુંo
૬૮ (રાગ : બહાર) પ્રીત કી રીત નહીં હો, પ્રીતમ (૨); મેં તો અપનો સરવ શૃંગારો, પ્યાર કી ન લઈ હો. ધ્રુવ મેં વસ પિયકે પિય સંગ ઔરકે, યાં ગતિ કિન સીખાઈ; ઉપગારી જન જાય મનાવો, જો કછુ ભઈ સો ભઈ હો. પ્રીત વિરહાનલ જ્વાલા અતિહીં કઠિન હૈ, મોંમેં સહી ન ગઈ; આનંદઘન યું સઘન ધારા, તબહીં દે પઠઈ હો. પ્રીતo
૬૯ (રાગ : તિલંગ) પીયા બિન સુધ બુદ્ધ ભૂલી હો; આંખ લગાઈ દુ:ખ મહેલકે, ઝરુખે ઝૂલી હો. ધ્રુવ હસતી તબ હું વિરાનીયા, દેખી તન મન છીજ્યો હો; સમજી તબ એતી કહી, કોઈ નેહ ન કીજ્યો હો. પીયા પ્રીતમ પ્રાનપતિ વિના, પિયા કૈસે જીવે હો ? પ્રાન પવન વિરહા દશા, ભુયંગનિ પીવે હો. પીયા શીતલ પંખા કુમકુમા, ચંદન કહા લાવે હો ? અનલ ન વિરહાનલ ય હૈ, તન તાપ બઢાવે હો. પીયા ફાગણ ચાચર એક નિસા, હોરી સીરગાની હો; મેરેં મન સબ દિન જરે, તનખાખ ઉડાની હો. પીયા સમતા મહેલ બિરાજ હૈ, વાણી રસ રેજા હો; બલિ જાઉં “ આનંદઘન’ પ્રભુ, ઐસે નિયુર ન બ્રેજા હો. પીયા
મેઘ સહૈ શીત સહૈ, શીશ પર ધામ સહૈ, કઠિન તપસ્યા કરિ, કંદ મૂલ ખાત હૈ, | યોગ કરે યજ્ઞ કર, તીરથ રૂ વ્રત કરે, પુન્ય નાનાવિધ કરે, મનમેં સુહાત હૈ; ઔર દેવી દેવતા ઉપાસના અનેક કરે, આંખનકી હીંસ કૈસે, એક ડોડે જાતા હૈ, સુંદર કહત એક રવિકે પ્રકાશ બિન, જંગનાકા જ્યોતિ કહા રજની બિલાત હૈ.
આ દેહાદિ આજથી, વર્તા પ્રભુ આધીન
| દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દીન || ભજ રે મના
સબ વૃત્તિ હૈ ગોપિકા, સાક્ષી કૃષ્ણ સ્વરૂપ સંધિમેં ઝલક્ત રહે, યહ હૈ રાસ અનૂપ
13
આનંદઘનજી