________________
દેવગુરૂધર્મની શુદ્ધિ કહો ક્રિમ રહે, ક્રિમ રહે શુદ્ધ શ્રદ્ધા ન આણો; શુદ્ધ શ્રદ્ધાન વિષ્ણુ સર્વ કિરીયા કરી, છારપર લીપણું તેહ જાણો. ધાર પાપ નહીં કોઈ ઉત્સૂત્ર ભાષણ જિશ્યો, ધર્મ નહીં કોઈ જગ સૂત્ર સરિખો; સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે, તેહનું શુદ્ધ ચારિત્ર પરિખો. ધાર એહ ઉપદેશનો સાર સંક્ષેપથી, જે નરા ચિત્તમેં નિત્ય ધ્યાવે;
તે નરા દિવ્ય બહુ કાળ સુખ અનુભવી, નિયત ‘આનંદઘન’ રાજ પાવે. ધાર
૬૩ (રાગ : કાલિંગડા)
નિરાધાર કેમ મૂકી, શ્યામ મને નિરાધાર કેમ મૂકી ?
કોઈ નહીં હું કોણ શું બોલું ? સહુ આલંબન ચૂકી. ધ્રુવ
પ્રાણનાથ ! તુમે દુર પધાર્યા, મૂકી નેહ નિરાશી; જણ જણના નિત્ય પ્રતિ ગુણગાતાં, જનમારો ક્રિમ જાસી ? નિરાધાર
જેહનો પક્ષ લહીને બોલું, તે મનમાં સુખ આણે; જેહનો પછ મૂકીને બોલું, તે જનમ લગે ચિત્ત તાણે. નિરાધાર
વાત તુમ્હારી મનમાં આવે, કોણ આગલ જઈ બોલું ? લલિત ખલિત ખલ જો તે દેખુ, આમ માલ ઘન ખોલું. નિરાધાર ઘટે ઘટે છો અંતરજામી, મુજમાં કાં નવિ દેખું.
જે દેખું તે નજર ન આવે, ગુણકર વસ્તુ વિશેખું. નિરાધાર૦ અવર્ષે કેહની વાટડી જોઉં, વિણ અવર્ધે અતિ પૂરું, ‘આનંદઘન’ પ્રભુ વેગે પધારો, જિમ મન આશા પુરું. નિરાધાર દેહ તો મલિન અતિ બહુત વિકાર ભરિ, તાહૂ માંહિ જરા વ્યાધિ સબ દુઃખરાસિ હૈ, કબહૂક પેટ પીર કબહૂક શિર-વાય, કબહૂક આંખ કાન, મુખમેં વિથાસી હૈં; ઔર હૂઁ અનેક રોગ, નખ શિખ પૂરિ રહે, કબહૂક શ્વાસ ચલૈ, કબહૂક ખાસી હૈં, એસો યે શરીર તાહિ અપનોં કે માનત હૈં, સુંદર કહત યામેં કૌન સુખ વાસી હૈં?
ભજ રે મના
ભાવે જિનવર પૂજિયે, ભાવે દીજે દાન ભાવે ભાવના ભાવિયે, ભાવે કેવળજ્ઞાન
४०
૬૪ (રાગ : આશાવરી)
નિસાની કહા બતાવું રે ? તેરો અગમ અગોચર રૂપ. ધ્રુવ રૂપી કહું તો કછું નહીં રે, બંધે કૈસે અરૂપ; રૂપારૂપી જો કહું પ્યારે, ઐસે ન સિદ્ધ અનૂપ. નિસાની શુદ્ધ સનાતન જો કહું રે, બંધ ન મોક્ષ વિચાર; ન ઘટે સંસારી દશા પ્યારે, પુણ્ય પાપ અવતાર. નિસાની સિદ્ધ સનાતન જો કહું રે, ઉપજે વણસે કૌન; ઉપજે વિણસે જો કહું પ્યારે, નિત્ય અબાધિત ગૌન. નિસાની સર્વાંગી સબ નય ઘણી રે, માને સબ પરમાણ; નયવાદી પલ્લો ગ્રહી પ્યારે, કરે બરાઈ ઠાન. નિસાની અનુભવ ગોચર વસ્તુ હૈ રે, જાણવો એહી ઈલાજ; કહન સુનનો કુછ નહીં પ્યારે, ‘આનંદઘન ’ મહારાજ, નિસાની
૬૫ (રાગ : શંકરા)
નિશદિન જોઉં તારી વાટડી, ઘરે આવો રે ઢોલા;
મુજ સરિખી, તુજ લાખ હૈ, મૈરે તુહી મમોલા. ધ્રુવ જવહરી મોલ કરે લાલકા, મેરા લાલ અમોલા; જીસકે પરંતર કો નહિ, ઉસકા ક્યા મોલા ? ઘરે પંથ નિહારત લોયણે, દ્રગ લાગી અડોલા;
જોગી સુરત સમાધિમેં, મુનિ ધ્યાન ઝોલા. ઘરે કૌન સુને કિનક કહું ? કિમ માંડું મેં ખોલા ? તેરે મુખ દીઠે ટલે, મેરે મનકા ચોલા. ઘરે મિત્ત વિવેક વાર્તે કહે, સુમતા સુનિ બોલા; ‘આનંદઘન' પ્રભુ આવશે, સેજડી રંગ રોલા. ઘરે
જપ તપ સંવર હીન હું, વળી હું સમતા હીન કરૂણાનિધિ કૃપાળુ હૈં, શરણ રાખ હું દીન
||
૪૧
આનંદઘનજી