________________
પ૯ (રાગ : માંડ) જોવા દ્યો મને જોવા દ્યો, ચંદ્ર જિનેશ્વર જોવા ધો; સખી સાજ સજી અનુભવના, અનુભવ આંખે જોવા દ્યો. ધ્રુવ ચંદ્રપ્રભુ મુખ ચંદ્ર સરીખું, શીતળ એની છાયા જો; ઉપશમ રસ વરસે નયનમાં, લાગી એની માયા જો. જોવા સતત દરિસણ કરતાં કરતાં, આંખલડી નવ થાકે રે; ભોગવ્યાં વિનાનાં કર્મો, દરશણથી ભવિ પાકે રે. જોવા જલ માંહીં જ્યમ લીટા જૂઠા, સંમક્તિ વિણ સૌ કારજ રે; હૃદય પ્રદેશ નાથ નિહાળુ, પૂરણ આનંદ લેવા ધો. જોવા નિર્મળ સેવા નાથ તમારી, પૂરણપદ મને લેવા ધો; તાપ સંસાર જગ આકરો, ચંદ્ર શીતળ પદ લેવા ધો. જોવા
ધરમ ધરમ કરતો જગ સહુ ,િ ધર્મ ન જાણે હો મર્મ; ધરમ જિનેસર ચરણ ગ્રહ્યા પછી, કોઈ ન બાંધે હો કર્મ, ધર્મ પ્રવચન અંજન જો સદ્ગુરૂ કરે, દેખે પરમ નિધાન; હૃદય નયણ નિહાળે જગધણી , મહિમા મેરૂ સમાન. ધર્મ, દોડતા દોડત દોડતા દોડિયો, જેતી. મનની રે દોડ; પ્રેમ પ્રતીત વિચારો ટૂંકડી, ગુરૂગમ લેજો રે જોડ. ધર્મ એક પખી કેમ પ્રીતિ “વરે પડે, ઉભય મિલ્યા હુએ સંધિ; હું રાગી હું મોહે ફંદિયો, તું નિરાગી નિરબંધ. ધર્મ પરમ નિધાન પ્રગટ મુખ આગળે , જગત ઉલ્લંધી હો જાય;
જ્યોતિ વિના જુઓ જગદીશની, અંધોઅંધ પલાય. ધર્મ નિર્મલ ગુણમણિ રોહણ ભૂધરા, મુનિજન માનસ હંસ; ધન્ય તે નગરી ધન્ય વેલા ઘડી, માતાપિતા કુલ વંશ. ધર્મ મન મધુકર વર કર જોડી કહે, “પદક્સ નિફ્ટ નિવાસ; ઘનનામી ‘આનંદઘન’ સાંભળો, એ સેવક અરદાસ. ધર્મ
૩ (૧) નર્ભ, (૨) ચરણ કમળ
૬૦ (રાગ : બહાર) દરિસન કાનજીવન ! મોહે દીજે; બિન દરિસન મોહી લ ન પરતુ હૈ, તલફ તલફ તન છીએ. ધ્રુવ
જ્હા કહ્યું કછુ કહત ન આવત, બીન સેજા કર્યું જીજે ? સોઈ ખાઈ સખી ! કાહુ મનાવો, આપ હીં આપી પતીજે. દરિશન દેઉર દેરાની સાસુ જેઠાની, યુંહી સબ મિલ ખીજે; ‘આનંદઘન’ વિન પ્રાન ન રહે છિન, કોડી જતન જો કીજે. દરિશન
૬૨ (રાગ : પ્રભાત) ધાર તરવારની સોહલી, દોહલી, ચૌદમા જિનતણી ચરણ સેવા; ધાર પર નાચતા દેખ બાજીગરા , સેવના ધાર પર ન રહે દેવા. ધ્રુવ એક કહે સેવીએ વિવિધ કિરિયા કરી, ફ્લ અનેકાંત લોચન ન દેખે ;
ક્લ અનેકાંત કિરિયા કરી બાપડા, રડવડે ચાર ગતિ માંહિ લેખે. ઘાર ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે; ઉદર ભરણાદિ નિજ કાજ કરતા થકા, મોહ નડિયા કલિકાલ રાજે. ધાર0
૬૧ (રાગ : સારંગ) ધર્મ જિનેસર ગાઉં રંગશું, ભંગ મ પડશો હો પ્રીત; જિનેસર બીજો મનમંદિર આણું નહીં, એ એમ કુલવટ રીત. જિનેસર૦ ધ્રુવ
વચનામૃત વીતરાગના, પરમશાંત રસમૂળા ઔષધ જે ભવરોગના, કાયરને પ્રતિકૂળ
(૩૮)
કેવળ કરૂણામૂર્તિ છો, દીનબંધુ દિનાનાથ પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ
૩૯)
ભજ રે મના
આનંદઘનજી