________________
૫૪ (રાગ : બિલાવલ)
કંચન વરણો નાહ રે, મોને કોઈ મેલાવો; અંજન રેખ ન આંખડી ભાવે, મંજન શિર પડો દાહ રે. ધ્રુવ કોઈ સેન જાણે પર મનની, વેદન વિરહ અથાહ; થરથર દેહડી ધ્રૂજે માહરી, જિમ વાનર ભરમાહ રે. કંચન દેહ ન ગેહ ન નેહ ન રેહ ન, ભાવે ન દુહા ગાહા; ‘આનંદઘન’ વ્હાલો બાંહડી ઝાલે, નિશદિન ધરું ઉમાહા રે. કંચન૦
૫૫ (રાગ : બિહાગ)
ચેતન ! ઐસા જ્ઞાન વિચારો,
સોહં સોહં સોહં સોહં, અણુ ન બીયા સારો. ધ્રુવ નિશ્ચય સ્વલક્ષણ અવલંબી, પ્રજ્ઞા સૈની નિહારો;
ઇહ ખૈની મધ્યપાતી દુવિધા, કરે જડ-ચેતન ફારો. ચેતન
તસ ખૈની કર ગ્રહીયે જો ધન, સો તુમ સોહં ધારો; સોહં જાનિ દટો તુમ મોહ, હૈ હૈ સમકો વારો. ચેતન૦
કુલટા કુટિલ કુબુદ્ધિ કુમતા, છંડો હૈ નિજ ચારો; *આનંદ' પદે તુમ બેસી, સ્વરપક્ નિસ્તારો. ચેતન સુખ
ભજ રે મના
૫૬ (રાગ : આશાવરી)
ચેતન શુદ્ધાતમકું ધ્યાવો;
ધ્રુવ
પર પરચે ધામધૂમ સદાઈ, નિજ પરચે સુખ પાવો. નિજ ઘરમેં પ્રભુતા હૈ તેરી, પરસંગ નીચ કહાવો; પ્રત્યક્ષ રીત લખી તુમ એસી, ગહિયે આપ સુહાવો. ચેતન૦
જેની કાયા પ્રશમ ઝરતી, શાંતિ નો બોધ આપે એવું મીઠું સ્મરણ પ્રભુનું, પંથનો થાક કાપે
39
યાવત્ તૃષ્ણા મોહ હૈ તુમકો, તાવત્ મિથ્યા ભાવો;
સ્વ સંવેદ ગ્યાન લહી કરિવો, છંડો ભ્રમક વિભાવો. ચેતન સુમતા ચેતન પતિક્ ઇણવિધ, કહે નિજ ઘરમેં આવો; આતમ ઉઠ સુધારસ પીયે, સુખ ‘આનંદ' પદ પાવો. ચેતન૦
૫૭ (રાગ : આશાવરી)
ઠગોરી ભગોરી લગોરી જગોરી;
મમતા માયા આતમ લે મતિ, અનુભવ મેરી ઔર દોરી. ધ્રુવ ભ્રાંત ન તાત ન માત ન જાત ન, ગાત ન વાત ન લાગત ગોરી;
મેરે સબ દિન દરસન પરસન, તાન સુધારસ પાન પોરી. ઠગોરી પ્રાણનાથ વિછરેકી વેદન, પાર ન પાવું અથાગ થોરી; ‘આનંદઘન’ પ્રભુ દર્શન ઔઘટ, ઘાટ ઉતારન નાવ મોરી. ઠગોરી
૫૮ (રાગ : આશાવરી)
જીય જાને મેરી સફ્ક્ત ઘરીરી.
ધ્રુવ
સુત વનિતા યૌવન ધન માતો, ગર્ભતણી વેદન વિસરીરી. જીય સુપનકો રાજ સાચ કરી માનત, રહત છાંહ ગગન બદરીરી. જીય આઈ અચાનક કાલ તોપચી, ગન્હેગો જ્યું નાહર બકરીરી. જીય અજહુ ચેત કછુ ચેતત નાંહિ, પકરી ટેક હારિલ લશ્કરીરી. જીય * આનંદઘન' હીરો જન છાંરત, નર મોહ્યો માયા કકરીરી. જીય
પૂજું પદ અરહંતના, પૂજ ગુરુપદ સાર પૂજુ દેવી સરસ્વતી, નિત પ્રતિ અષ્ટ પ્રકાર
36
આનંદઘનજી