________________
૧૦૦૯ (રાગ : સારંગ)
હરિગુન ગાના ગુરુ રૂપકા ધર ધ્યાના રે. ધ્રુવ ગુરુકો ધ્યાન ધરો, બુરે કામોસે ડરો; પ્રભુ ભજન કરો, સાચા ધન કમાના રે. હરિ ગુરુને ગોવિંદ એક, દુવિધાકો દૂર ફેંક; જ્ઞાન ચક્ષુએ દેખ, દોનોકા ઠીકાના રે. હરિ
નામસે બનત કામ, ધ્યાનસે દિખત રામ; બસે વો તો ઠામો ઠામ, ચરણોમેં ચિત્ત લાના રે. હરિ
પ્રભુસે માયા જાણો, માતા જયસી માયા માનો; મતામતિ, નહિ તાણો, પ્રેમસે મનાના રે. હરિ પ્રભુકી માયા જાલ, સે વાકે બૂરે હાલ; શીશપે ભમત કાલ, દેર્મ ના આના રે. હરિ
ભજ રે મના
માયા હૈ હદ માંહી, પ્રભુ બેહદ સાંઈ; રંગ, રૂપ, ગુન નાહીં, અયસા હૈ ઠીકાના રે. હરિ
‘દાસ સત્તાર’ સાંઈ, ગુરુ અલખ ગોસાંઈ; હદ બેહદ માંહી, જાનત કોઈ દાના રે. હરિ
૧૦૧૦ (રાગ : આશાવરી)
હરિકે બીના કૌન ગરીબો બેલી ?
ધ્રુવ
ધનવાલે ઘન દેખ ફૂલાયે, બાંધે મહેલ હવેલી; દાન, ધરમ, દયા નહીં દિલમેં, હાય અનિતી ક્યલી. હરિકે નામ કરનકો, દાન કરત હૈ, મનમેં નિષ્ઠા મૈલી; પાપી પાખંડીકો પૂજે, બનકર ચેલા ચેલી. હરિકે
નાટક દેખે, નાચ નચાવે, ખાલી કરે નિત થેલી;
ઉનકો સત્ય સુઝે નહીં જીનકે, બાપ, ‘તાઈ ” માં ‘ તેલી. હરિકે
મરતે મરતે સબ મરે, મરે ન જાના કોય પલટૂ જો જિયત મરૈ, સહજ પરાયન હોય
૬૧૬
દોરંગી દુનિયા કે અંદર, દેખી ભેલા ભેલી; ‘દાસ સતાર' કોઈ એક ધર્મી, બાકી દુનિયા ધેલી. હરિકે
રૂં (૧) વણકર, (૨) ઘાંચણ
૧૦૧૧ (રાગ : કટારી)
જ્ઞાની ગુરુ મળિયા રે, ગોળી મારી જ્ઞાન તણી; કંચન કાયા કીધી રે, ગુરુ તો મારા પારસમણી. ધ્રુવ
હું તો જન્મની આંધળી, મને ગુરુએ આપી આંખ, ગુરુ ચરણનું અંજન આંજ્યું, તો ઘટી ગઈ સહુ ઝાંખ; આંખો ખોલી જોયુ રે, ઘટઘટમાં બેઠો અલખધણી. જ્ઞાની ગુરુના ગુણને હું શું ગાવું ! એ ગુણનો ન આવે પાર, ગુરુ તો મારા આંખની જ્યોતિ, ગુરુ હૃદયના હાર;
ગુરુ દયાળુ દેવા રે, ગુરુકૃપા તો ઘણી રે ઘણી. જ્ઞાની
તન, મન, ધન સદ્ગુરુને અર્પણ, હું તો ગુરુની દાસ,
ગુરુ ગરીબ નિવાજ અમારા, પૂરે ગરીબોની આશ; ગુરુ ચરણમાં રહેવું રે, ગુરુ તો મારા ધિંગા" ધણી. જ્ઞાની ગુરુના દરશન કરતાં નિશદિન, અડસઠ તીરથ માય,
‘દાસ સતાર' ગુરુની સેવા, કરતાં હરખ ન માંય; ગુરુ અમારા પ્રેમી રે, પીઘી છે પ્યાલી પ્રેમ તણી. જ્ઞાની (૧) સામર્થ્યવાન.
કુમતિ નિકંદ હોય મહા મોહ મંદ હોય, જગમગે સુયશ વિવેક જર્ગ હિયોં, નીતિકો દિઢાવ હોય, વિનૈકો બઢાવ હોય ઉપરૈ, ઉછાહ જ્યોં પ્રધાન પદ લિયેસોં; ધર્મકો પ્રકાશ હોય, દુર્ગતિકો નાશ હોય, બરð સમાધિ જ્યોં પિયૂષ રસ પિયે સોં, તોષ પરિ પૂર હોય, દોષષ્ટિ દૂર હોય, અંતે ગુન હોહિં સત-સંગતિકે ક્રિયે સૌ.
પલટૂ ઐસી પ્રીતિ કરૂ, જ્યોં મજીઠ કો રંગ ટૂક ટૂક પડા ઊડે, રંગ ના છોડ઼ે સંગ
૬૧૭
દાસ સત્તાર