________________
૧૦૦૧ (રાગ : આશાવરી)
મૂરખ મન ગુરુ વિના ગમ નહીં પડે,
ગુરુ કરો તો તમને જ્ઞાન બતાવે, ત્યારે મુક્તિનો મારગ જડે. ધ્રુવ નુગરા રહીને તમો ભજન કરો તો, બેડલી અધવચ બૂડે; ગુરુ કરો તો ભવપાર ઉતારે ત્યારે, સુરતા ગગને ચડે, મૂરખ ભજન કરે પણ ભેદ ન જાણે, નાહક મૂરખા લડે; કહેણી કહે પણ રહેણી વિના તો, આ કાચી કાયા સડે. મૂરખ
સહુ કૂતરાંઓ જેમ ભેળાં મળીને, હુ હુ કરીને રડે; તેમ રડવાથી કાંઈ દયા નવ ઉપજે, એ જ્યાં જાય ત્યાં થાય હડે.
સુગરા નર સંતોષી હોયે, નુગરા નર બડબડે; ‘દાસ સતાર' ગુરુ સાચા મળે તો, ભક્તિનો રંગ ભલો ચડે. મૂરખ ૧૦૦૨ (રાગ : ચલતી)
મૂરખ
મોરલી વેરણ થઈ રે કાનુડાની મોરલી વેરણ થઈ;
બાવરી હું તો બની ગઈ રે, કાનુડાની મોરલી વેરણ થઈ. ધ્રુવ વૃંદાવનની કુંજ ગલીમાં, ચાલી હું લઈને મહી; નંદનો લાલો સામો મળ્યો, હું તો જોતા જ શરમાઈ ગઈ રે. કાનુડા વ્હાલો વગાડે મીઠી મીઠી મોરલી, સાંભળતા સુદ ગઈ; એ રે ઠગારે કામણ કીધાં, હું તો ઠગાઈ જોને ગઈ રે. કાનુડા સાંવરી સુરત, મોહની મુરત, ઉપર હું મોહિત થઈ; ‘દાસ સતાર' ના પ્રિયતમની હું તો, દાસી બનીને જોને રહી રે. કાનુડા
૧૦૦૩ (રાગ : આશાગોડી)
ભજ રે મના
વો નર હમકો ભાવે, સાધુ ! વો નર હમકો ભાવે. ધ્રુવ
જો સમરસ બીચ સમાવે, સાધુ ! વો નર હમકો ભાવે; દુઃખ ઔર સુખમેં આનંદ રહેવે, હરદમ હરગુણ ગાવે. સાધુ
(દાદ) સબદૈ હી સૂષિમ ભયા, સબદૈ સહજ સમાન સબટ્ટૈ હી નિર્ગુણ મિલે, સબદૈ નિર્મલ જ્ઞાન
૧૨
પરનારી પરઘનકો ત્યાગે, સતકી રોજી ખાવે; તન, મન ઔર વચનસે કોઈ, જી'કો નાહિ દુ:ખાવે. સાધુ કર સેવા, સંસારી જીનકો, સાચી રાહ બતાવે. ધરમ કરતાં ધાડ પડે તો, હિંમત હાર ન જાવે. સાધુ પરદુ:ખભંજન હોકર રહેવે, ગુરુગોવિંદ ગુણ ગાવે; દાસ ‘સત્તાર’ સાબુ-જલ મીલકર, મેલકો માર હઠાવે. સાધુ
૧૦૦૪ (રાગ : માલકૌંશ)
શું પૂછો મુજને કે હું શું કરું છું ? મને જ્યાં ગમે ત્યાં હરું છું રું છું. ધ્રુવ ન જાઉં ન આઉં કુમાર્ગે કદાપી, વિચારી વિચારીને ડગલા ભરું છું. મને કરે કોઈ લાખો બૂરાઈ છતાંયે, બૂરાઈને બદલે ભલાઈ કરું છું. મને નથી બીક કોઈને મને આ જગતમાં, ફ્ક્ત એક મારા પ્રભુથી ડરું છું. મને ચડી છે ખુમારી પીધી પ્રેમ પ્યાલી, જગતમાં હું પ્રેમી થઈ વિચરું છું. મને૦ કથન છે આ ભક્ત સત્તારનું સાદું, કવિ જ્ઞાનીઓના ચરણે ધરું છું. મને
(રાગ : બાગેશ્રી)
તે દિન બિસરિ ગએ ઈહાં આયે;
અતિ ઉન્મત્ત મોહ મદ છાકૌ, ફિરત કેસ બગરાએ. ધ્રુવ જિન દિવસનિ તેં જનનિ જઠર મેં, રહત બહુત દુઃખ પાએ; અતિ સંકટ મેં ભરત ભેંટા લીઁ, મલ મેં મૂંડ ગડાએ. તે બુધિ વિવેક બલ હીન છીન તન, સબહી હાથ પરાએ; તબ ” કૌન સાથે રહિ તે?, ખાન પાન પહુચાએ. તે તિહિં ન કરત ચિત અધમ ! અજહું લં જીવત જાકે જયાએ; ‘ સૂર' સો મૃગ જ્યાઁ બાન સહત, નિત વિષય વ્યાધ કે ગાએ. તે
રૈણિ ગવાઈ સોઈ કૈ, દિવસુ ગવાઈઆ ખાઈ; હીરે જૈસા જનમું હૈ, કઉડી બદલે જાઈ.
૧૩
દાસ સત્તાર