________________
૯૯૭ (રાગ : બિહાગ)
બિગડે સો બનજાવે સમજકર,
હમ ભી બિગડે, તુમ ભી બિગડો, સદ્ગુરુ સત્ત સમજાવે; બિના સમજે જો કોઈ બિગડે, આખિર ફૂલકો પાવે. સમજકર નીતિ રીતીસે જબ દૂધ બિગડે, દહીં હોકર રહ જાવે; દહીં પર સાચી મહેનત હો તો, મખ્ખન ઝટ તીર આવે. સમજકર આગ લગે મખ્ખનકે નીચે, તબ વો ઘી હો જાવે;
દાસ ‘સતાર' કહે સમજાકર, સમજુ કો સમજાવે. સમજકર
૯૯૮ (રાગ : ભૈરવી)
બંદી વિણ જીવન જીવ્યા, જીંદગી ખાલી ગઈ,
આ જગ આવી, જુવાની, હાથ દઈ તાળી ગઈ; નયન ઝાંખા થઈ ગયા, ને મુખ તણી લાલી ગઈ, વાદળી આકાશમાં આવી અને ચાલી ગઈ. ધ્રુવ
ધ્રુવ
વિશ્વ ઉત્તમ મનુષ્ય દેહ દુર્લભ પામીને, એ છતાં હે મૂર્ખ તે, જાણ્યા ન અંતરયામીને; મૃત્યુએ આવી પછાડયો, મસ્તી મતવાલી ગઈ. વાદળી૦
પુત્ર વ્હાલો પત્ની વ્હાલી, સ્વાર્થમાં ગુલતાન છે,
હું અને મમતામાં ડુલે છે, છતાં ક્યાં ભાન છે !
કાળે ઝાલી ચોટલી ક્યાં વ્હાલોને વ્હાલી ગઈ ? વાદળી૦
ભજ રે મના
સરસો રહી સંસારમાં મન રાખે પ્રભુની પાસમાં, ‘સત્તારશાહ’ સમજી જુઓ ઉદ્ધાર છે વિશ્વાસમાં; નહિ તો જાણો જીંદગી જીવ્યાં છતાં ખાલી ગઈ. વાદળી
દુખિયા જન કોટિ મળે, સુખિયા મળે નહિ કોય દાદુ સુખિયા જાનીયે, રામ પદારથ હોય
૧૦
૯૯૯ (રાગ : આશાવરી)
ભજન બિના જીવન પશુ કે સમાન.
જેસો ફિત હય ઢોર હરાયો, ખાતા ફિરત હૈ ઘાસ પરાયો;
અપને ધનીકો નામ લજાયો, મૂઢ મૂરખ મસ્તાન. ભજન કોલ“બચન દે બાહેર આયો, આકર લોભમેં ચિત્ત લગાયો;
ધિધિક્ હરકો ગુણ નહી ગાયો, બે બચની નાદાન. ભજન અજ્ઞાની કયા ફ્લકો પાવે ! તેરી મેરીમેં જન્મ ગુમાવે; હીરલા હાથ ફિર કહાંસે આવે, નિકલ ગયો જબ પ્રાન. ભજન પ્રેમસે હરકા ગુણ જો ગાવે, જ્ઞાની હોકર ધ્યાન લગાવે; ‘દાસ સતાર' વોહી ફ્લ પાવે, જો ભજતે ભગવાન. ભજન
૪ (૧) વાયા, (૨) ધિક્કાર
૧૦૦૦ (રાગ : નટહંસ)
ભક્તિમેં મસ્ત બના હું, અબ તો મૈં મદમાતા હૂં. ધ્રુવ
રાજા રંક ફ્લીર યા સાધુ, સબકો મિલને જાતા હું; ગુરુકૃપાસે હાથ જોડકર, સબકો શીશ ઝૂકાતા હું. ભક્તિ ભલાબુરા જો કોઈ કહે તો, ઉસ ધ્યાન ન લાતા હું; યારો મેં હૂં દાસ તુમ્હારા, યું કહકર સમજાતા હું. ભક્તિ દાસ ‘સતાર' નામ હૈ તેરા, દાસ ગુરુકા કહાતા હું; મેરા સાહેબ હૈ રંગીલા, યારોં મેં મદમાતા હું. ભક્તિ
ધ્રુવ
જિનકે સુમતિ જાગી ભોગસો ભયો વૈરાગી, પર સંગ ત્યાગી જે પુરૂપ ત્રિભુવનમેં, રાગાદિક ભાવનિસો જિનકી રહનિ ન્યારી, કબહૂ મગન હૈ ન રહે ધામ ધન મેં; જે સદૈવ આપકી વિચારે સરવાંગ શુદ્ધ, જિન્હકે વિકલતા ન વ્યાપે કહૂં મનમેં, તેઈ મોખ મારગકે સાધક કહાવૈ જીવ, ભાવે રહો મંદિરમેં ભાવૈ રહો વનમેં.
ધર્મ કરો તો ધન મળે, ધર્મ તજે ધન જાય દાદૂ નફા નહિ ખોઈએ, અવિચલ કરણી કમાય
૧૧
દાસ સત્તાર