________________
૯૮૫ (રાગ : ગરબી) હંસલો આવ્યો હરિ ! તારા દેશમાં રે, છોડી જૂઠી આ જગજંજાળ; માથાં મેલીને મહારસ માણીએ રે, આપણો વાંકો ન થાય કદી વાળ. ધ્રુવ ‘ત' પદ તાને ‘વં 'પદ માહરું રે, ‘અસિ' પદ આત્માનું કહેવાય; માયા તારીને કાયા માહરી રે, આત્મા ઉપાધિ રહિત મનાય. હંસલો હદ-બેહદ પરબ્રહ્મનાં બેસણાં રે, ત્યાં તો નથી હરખ કે શોક; આપણે એકરૂપ થઈ ત્યાં ખેલીએ રે, મેલીએ કાયા ને માયાની પોક. હંસલો પાણી પાણીમાં જેમ મળી જાય છે રે, જ્યોતિ જ્યોતિમાં જેમ સમાય; એ રીત મળીએ આપણ બ્રહ્મમાં રે, “શંકર' અમૃતવાણી ગાય. હંસલો
૯૮૭ (રાગ : દેશી ઢાળ) હંસા ! ગઈ'તી ગુરુજીના દેશમાં, જ્યાં છે ઝળહળ જ્યોત પ્રકાશ;
અગમ ઘેર જઈ ચડી. ધ્રુવ હંસા ! અલખને જોતાં થઈ આંધળી, તૂટ્યા જન્મ-મરણના પાસ. અગમ હંસા ! પાંગળી થતાં પર્વત ચડી, બહેરી થાતાં સુસ્યા અનહદ નાદ. અગમ) હંસા ! પાય વિના મેરુ તોળિયા, જીભ વિના તે ચાખ્યા સ્વાદ. અગમ) હંસા ! ‘ને મારું'ના હવન કર્યા, હવે થઈ રહીં હૈયામાં હાશ. અગમ હંસા ! મસ્ત હું શિવ સ્વરૂપમાં, હવે કહોને કોની હોય આશ ? અગમ0
૯૮૬ (રાગ : દેશ ઢાળ) હંસા ! નેણાં ઠરે ને નાભિ હસે, જેનાં દર્શનથી દુ:ખ જાય;
દુર્લભ એવા સંત છે. હંસા ! ભમરી જેવી જેની ભાવના, કરી પોતાના રૂપ રાજી થાય;
| દુર્લભ એવા સંત છે. હંસા ! વાણી જેની છે અમૃત જેવી, પીતાં આવે અમીના ઓડકાર;
દુર્લભ એવા સંત છે. હંસા ! નિર્મળતા જેના નયનમાં, દોષદૃષ્ટિ નવ હૈયે લગાર;
દુર્લભ એવા સંત છે. હંસા ! બ્રહ્મરૂપ ભાળે બ્રહ્માંડને, જેની વૃત્તિ અખંડ બ્રહ્માકાર;
દુર્લભ એવા સંત છે. હંસા ! દાસ “શંકર'ની વિનતી, જેની મહેર થતાં બેડો પાર;
| દુર્લભ એવા સંત છે.
૯૮૮ (રાગ : હરિગીત છંદ) ‘હું'માં ‘તું'માંને સર્વમાં, જે બ્રહ્મ છે, તે હું જ છું; જ્ઞાનીજનોના હૃદયમાં જે, તત્ત્વ છે, તે હું જ છું. ધ્રુવ હું નિત્ય છું, નિર્લેપ છું, હું શુદ્ધ છું, હું બુદ્ધ છું, આ પિંડને બ્રહ્માંડમાં, જે તત્ત્વ છે તે હું જ છું. જ્ઞાની હું આત્મ છું, પરમાત્મા છું, હું એક શાશ્વતધામ છું; આ લોકને પરલોકમાં જે તત્ત્વ છે, તે હું જ છું. જ્ઞાની હું જ્યોતિઓની જ્યોત છું, હું સર્વમાં ઓતપ્રોત છું; આ સૂર્યને આ ચંદ્રમાં, જે તત્ત્વ છે, તે હું જ છું. જ્ઞાનીઓ હું ફોય છું, હું ધ્યેય છું, હું શ્રેય છું, હું પ્રેય છું; સહજાત્મના આ શબ્દમાં , જે તત્ત્વ છે, તે હું જ છું. જ્ઞાની તજ પાપ પલીતિ અસત અનીતિ, ભાંતિ ભીતિ અસ્થિતિ, સજ ન્યાય સુનીતિ ઉત્તર રીતિ, પ્રભુ પ્રતીતિ ધર પ્રીતિ; ઇન્દ્રીય લે જીતી સુખ સાબિતી, ગુણ માહિતી દૃઢ જ્ઞાના, ચિત્ત ચેત સિંહાના ફિ નહીં આના , જગમેં આખિર મજાના.
તુલસી હાય ગરીબકી, કબહું ન ખાલી જાય મુએ ઢોર કે ચામ સે, લોહા ભસ્મ હો જાય. Goq
શંકર મહારાજ
તુલસી ઈસ સંસારમેં, ભાંતિ ભાંતિ કે લોગ. સબસે હિલમિલ ચાલિયે, નદી નાવ સંજોગ ||
૦૦
ભજ રે મના