________________
૯૮૧ (રાગ : મધુકશ) હરિરસ પીઓ અને પાઓ, હરદમ હરિગુણ ગાઓ; આપમાં આપ સંમાઓ , હરદમ હરિગુણ ગાઓ. ધ્રુવ શૂન્ય શિખર પર સેજ બિછાવી, સોહના રંગમાં રંગાઓ. હરદમ, મોહ ને મમતાનાં મૂળિયાં ઊખેડી, નિજાનંદમાં ડૂબી જાઓ. હરદમ જીવનાં જીવપદ છોડાવી આજે, જ્ઞાનગંગામાં ખૂબ નહાઓ. હરદમ તત્પદ ત્યાગી ને ત્વપદ ત્યાગો, અસિપદમાં ખપી જાઓ. હરદમ, ભેદ ને ભ્રાંતિના લ્લિાઓ ભેદી , જીવતાં અમરપદ પાઓ. હરદમ ‘શંકર' કહે સાચા ગુરુજીને સેવી, સદાય સુખિયા થાઓ. હરદમ
૯૮૨ (રાગ : ચલતી) હરિરસ પીવાને આવો મારા હરિજનો ! (૨) હદબેહદની વાતો છોડીને , હરદમ હરિગુણ ગાવો. ધ્રુવ કાયા ને માયા કામ ન આવે, સુરતાને આ સમજાવો રે જી; આતમ જાણી બ્રહ્મ પિછાણી , નિર્ભયપદને પાવો. મારા અનહદ વાજાં વાગે ગગનમાં, તારથી તાર મિલાવો રે જી; સદ્ગુરુ સેવી, કરી અજવાળાં, ભવસાગર તરી જાવો. મારા હરદમ નૂરના મેહુલા વરસે, પ્રેમ ધરી ખૂબ નહાવો રે જી; ભ્રમરગુફામાં અગ્નિ ભભૂકે, એને ઓળંગી આગે જાવો. મારા સહસ્ત્રદળમાં ઝળહળ જ્યોતિ, જ્યોતસ્વરૂપે ભાવો રે જી; ‘શંકર' કહે એને ભાવથી ભેટી, એના સ્વરૂપ થઈ જાવો. મારા
જગત છે છે અને નાહીં, હું તો કાયમ રહેવાનો; અસલ રૂપમાં જ હમણાં છું, તમે માનો કે ના માનો. હતો. નથી તાની નથી માની, નથી જ્ઞાની નથી ધ્યાની; પરાની પાર હમણાં છું, તમે માનો કે ના માનો. હતો. ચરાચર વિશ્વની માંહીં, મને જ્યાં ફાવે ત્યાં તો; કુંડાળા બહાર હમણાં છું, તમે માનો કે ના માનો. હતો ઘણાં ધાર્યા ઘણાં છોડ્યાં, શરીરો આ જગત માંહીં; અસલ ઘરમાં જ હમણાં છું, તમે માનો કે ના માનો. હતો ન હું જન્મ છું ન હું મરતો, ન હું આવું ન હું જાઉં; ભીતર ને બહાર હમણાં છું, તમે માનો કે ના માનો. હતો. જલાવી દિલની દુનિયા, ગગનમાં ઘૂમતો શંકર; જુઓ જ્યાં ત્યાં જ હમણાં છું, તમે માનો કે ના માનો. હતો.
૯૮૪ (રાગ : ચલતી) હળવે હળવે હાલો મારા હરિજનો ! હળવે હળવે હાલો રે જી; નુરત-સુરતનો તારને સાંધી, ભક્તિનો મારગ ઝાલો. ધ્રુવ ઘટઘટ પરગટ પ્રભુ વિરાજે, ઠામ ન મળે કોઈ હાલો રે જી; વિવેક વિચાર તમે ધારી હૈયામાં, સોટ્સની માળા ઝાલો. મારા તનનો તંબૂરો મનના મંજીરા, પ્રેમની રૂડી કરતાલો રે જી; હું પદ ત્યાગી તમે ભજો હરિને, છોડી દો ખોટી ધમાલો. મારા તન મન ધન ગુરુચરણોમાં અર્પ, મુક્તિની ઝાલો મશાલો રે જી; ગગનમંડળમાં ડેરા લગાવી, રાખો ને સાથે કંઈ રસાલો, મારા સદ્ગુરુ ચરણોમાં શીશ નમાવી, પીઓને પ્રેમ કેરો પ્યાલો રે જી; શંકર' કહે તમે આપો ઓળંગી, મહાપદમાં જઈ મહાલો. મારા
૯૮૩ (રાગ : ગઝલ હતો જ્યાં ત્યાં જ હમણાં છું, મને માનો કે ના માનો; હતો તેવો જ હમણાં છું, ભલે માનો કે ના માનો, ધ્રુવ
અસ્થિ ચર્મમય દેહુ મમ, તામૈ જૈસી પ્રીતિ તૈસી જો શ્રીરામમેં હોત, ન તૌ ભવભીતિ.
૫૯૮
તુલસી સાથી વિપત કે, વિદ્યા વિનય વિવેક સાહસ સુકૃત સત્યવ્રત, રામ ભરોસો એક
૫૯૯)
ભજ રે મના
શંકર મહારાજ