________________
૯૭૭ (રાગ : રામકી) સાધો ! સહજ સમાધિ લાગી, તારેતાર મિલાવ્યા ત્યારે;
ઘટમાં જ્યોતિ જાગી. ધ્રુવ તન મન ધન ગુરુ ચરણે અર્પી, મહાપદ લીધું માગી; સૌમાં એક જ રૂપ દેખાયું, મળિયા સંત સોહાગી. સાધો કરમ તણી દીવાલો તૂટતાં, લગની એની લાગી; ભ્રાંતિ ભેદ અને ભય ટળતાં, બની ગયો બડભાગી. સાધો. જ્ઞાનરૂપી અઢળક ધન લાધ્યું, આશા તૃષ્ણા ત્યાગી; સુરતા મારી છેલછબીલી, સદ્ગુરુ શબ્દ જાગી. સાધો દેહનગરના દશ દરવાજે, નિર્ભય નોબત વાગી; ‘શંકર' કહે સદ્ગુરુ પ્રતાપે, મનવો થયો વૈરાગી. સાધો
૯૭૯ (રાગ : બિહાગ) સાધો ! હું તો સૌથી ન્યારો, એથી જ કોઈ આત્માની સાથે;
મેળ મળે નહીં મારો. ધ્રુવ નિત્ય નિરંજન નિરાકાર હું, નિર્ભય થઈ નારો; માયા મોહ મને નહીં સ્પર્શે , કાળ તે કોણ બિચારો ? સાધો સહજ સમાધિ લાધી મુજને, છૂટ્યા સર્વ વિકારો; ફી ન આવું આ સંસારે, નક્કી વાત વિચારો. સાધો નહીં હું કો'નો નહીં કો'મારું, નહીં કો'ને નમનારો; અજર અમર અવિનાશી આતમ, ઘટઘટમાં રમનારો. સાધો સદ્ગુરુદેવે દયા કરીને , ખોલ્યો રામદવારો; શંકર' કહે સદ્ગુરુ પ્રતાપે, ભેટ્યો સરજનહારો. સાધો
૯૭૮ (રાગ : બાગેશ્રી) સાધો ! સહજ સમાધિ કરો; પૃથ્વીને ભેદી વૃક્ષને છેદી, નિજ રૂપમાં જ ઠરો. ધ્રુવ દેહને ત્યાગી ગેહને ત્યાગી, કાળથી બાથ ભરો; આ લોક ત્યાગી એ લોક ત્યાગી, અમરવરને વરો. સાધો હું પદ ત્યાગી, તું પદ ત્યાગી, તેનો યે ત્યાગ કરો; રસબસ થઈ રસરૂપ આતમમાં, અન્યનું ધ્યાન ધરો. સાધો ત્રણને ત્યાગી તેરને ત્યાગી, ચૌદનો ત્યાગ કરો; પરને ત્યાગી અપરને ત્યાગી, કાળને મારી મરો. સાધો સદ્ગુરુ દ્વારા શોધી સ્વરૂપને, જગમાં મોજ કરો; ‘શંકર' કહે સદ્ગુરુના પ્રતાપે, ભવસાગરને તરો. સાધો
૯૮૦ (રાગ : ધોળ) સોહં ના તાનમાં ને સોહં ના ધ્યાનમાં, નાચી રહ્યું મન મારું રે; નાચી રહ્યું મને મારું મારા વહાલા ! ખેલી રહ્યું મને મારું રે. ધ્રુવ એકમાં અનેક અને અનેકમાં એક છે, જોતાં જગત થયું ખારું રે. સોહંના પરાની પાર અને બાવનની બહાર હું, ભાગી ગયું અંધારું રે. સોહના અંતરથી અંતરને ઓકી નાંખ્યું ત્યાં, રહ્યું ન મારું કે તારું રે. સોહના દુનિયાના પ્રેમમાં ડૂબે ન આતમા, છૂટી ગયું હું ને મારું રે. સોહના ‘શંકર' કહે ગુરુદેવની દયાથી, સોહનો તાજ સદા ધારું રે. સોહંના
કોઉ અધિકારી મુજબલ ભારી, કોઉ અનારી અહંકારી, કોઉ તપ ધારી ક્વ આહારી, કોઉ વિહાર વ્રતધારી; તૃષ્ણા નહીં ટારી રહ્યા ભિખારી, અંત ખુવારી ઉઠજાના, ચિત્ત ચેત સિંહાના ક્રિ નહીં આના, જગમેં આખિર મરજાના.
કક્કા કેવલ બ્રહ્મ હૈ, બબ્બા બીજ શરીર | રરરા સબમેં રમ રહ્યો, વાંકા નામ કબીર
૫૯)
હરિજન હરિ તો એક હૈ, જો “આપા' મિટ જાય. જા ઘરમેં “આપા' બસે, સાહબ કહાં સમાય ? /
૫૯૦
ભજ રે મના
શંકર મહારાજ