________________
૯૭૩ (રાગ : ધોળ) સદગુરુના શરણે જઇ સ્વરૂપ વિચારીએ, તો જ હૃદયમાં થાશે જ્ઞાનપ્રકાશ જો; એ વિણ મુક્તિ બીજે ક્યાંહી મળે નહીં, તૂટે નહીં એ માયા કેરા પ્રાશ જો. ધ્રુવ શ્રદ્ધા ભાવ ધરીને સેવા કીજીએ, મનથી મૂકી માન અને અપમાન જો; કડવાં મીઠાં માની હૈયે ધારીએ , તો જ ટળે આ અંતરનાં અજ્ઞાન જો. એ સદ્ગુરુજીના શબ્દ શબ્દ ચાલીએ, સ્થૂલ દૃષ્ટિનો કરીએ કાયમ ત્યાગ જો; નાનાથી ય નાના થઈ રસ પીજીએ, જૂઠા જગને મેલી મૂળમાં આગ જો. એ ગુરુમૂરતિ હૈયામાં ધારી ખેલીએ, ચરણ કમળમાં રાખી ચિત્ત સદાય જો; ‘શંકર' કહે ગુરુદેવે ખૂબ યાદ કરી, જ્યાં જોઉં ત્યાં સઘળે એક જણાય છે. એ
૯૭૪ (રાગ : શ્રીરંજની), સહજ સમાધિ લાગી, મળિયા સંત સોહાગી; જ્ઞાનની જ્યોતિ જાગી, મળિયા સંત સોહાગી. ધ્રુવ અંતરના પટ અલગ કરીને, બનાવ્યો પૂરો વૈરાગી. મળિયા દ્વત અદ્વૈતનાં મિલન થયાં અહીં, નિર્ભય નોબત વાગી. મળિયા નેતિ નેતિ કહી નયન ઉઘાડ્યાં, ભ્રાંતિઓ સઘળી ભાગી. મળિયા, દિવ્ય ચક્ષુથી જ દિવ્યનાં દર્શન, શ્રુતિએ સાચી લાગી. મળિયા મારું ને તારું રહ્યું નહિ કાંઈ, દિલની દુનિયા દીધી ત્યાગી. મળિયા,
જ્યાં જોઉં ત્યાં ગુરુદેવનાં દર્શન , બની ગયો બડભાગી. મળિયા દર્શન થાતાં હું દેહને ભૂલ્યો, સુરતા સારી રાત જાગી. મળિયા, “શંકર' પર સદા ગુરુજીની છાયા, માયા આવી પાય લાગી. મળિયા
૯૭૫ (રાગ : હમીર) સાધો ! ખોટી ખટપટ છોડો, વાદવિવાદમાં કાંઈ મળે નહીં, આત્માને આત્મામાં જોડો. ધ્રુવ અમૂલખ અવસર આજ મળ્યો છે, આમથી તેમ ન દોડો; આતમ ચીની બ્રહ્મ પિછાણી, કર્મનાં બંધન તોડો. સાધો વાયદા કરતાં વહી ગયા યુગો, સમય હવે છે થોડો; કાળના મુખથી કોઈ ન ઊગરે, મોહની ખોપરી તોડો. સાધો અગ્નિમાં અગ્નિ પાણીમાં પાણી , આભમાં આભને જોડો; હું અને મારુ દૂર કરીને, મનનાં મુખડા મોડ, સાધો. સદ્ગુરૂ ચરણે શીશ ઝુકાવી, મારો કાળને જોડો; ‘શંકર' હે સદગુરૂના પ્રતાપે, દાબી દો ગુરૂગમ ઘોડો, સાધો
૯૭૬ (રાગ : સોહની) સાધો ! સબ મેં એક હી બોલે, જાનનહારા જાને કોઈ; ભેદ ભીતર કા ખોલે... સાધો ! સબ મે. ધ્રુવ જાને સો નર ચૂપ હો જાવે, બાહર કુછ નહીં બોલે; સબ મે એક પ્રભુ કો જાની, પ્રેમનશા મેં ડોલે. સાધો કાષ્ઠ કી ભીતર અગ્નિ જૈસી, પય મે ધૃત જ્યાં ભાસે; તિલ મે તેલ ભરા યું સબ મે, એક હી બ્રહ્મ પ્રકાશે. સાધો મન કો મારી તન કો ઠારી, ખોજો આપ શરીરા; શૂન્ય મે સેજ બિછા કર પ્યારે ! પીઓ હરિરસ ખીરા. સાધો અગમ અગોચર એક અનાદિ અનંત આતમ જાનો; ભ્રાંતિ ભેદ કરી નિર્મળા, આપ કો આપ પિછાનો. સાધો હદ બેહદ પર નોબત બાજે, ઝલહલ જ્યોતિ જાગે; ‘શંકર' દેખ ભયા દીવાના, દુનિયા દૂર દૂર ભાગે. સાધો.
જો મન ગયા તો જાન દે, મત જાન દે શરીર
બિન ચિલ્લે ચઢી કમાન જ્યોં, કિન બિધ લાગે તીર? || ભજ રે મના
પ૯૪
||
સાહિબ તેરી સાહબી, સબ ઘટ રહી સમાયા જ્યોં મેંહદીં કે પાત મેં, લાલી લખી ન જાય ||
ucu
શંકર મહારાજ