________________
૯૬૯ (રાગ : ગઝલ) શરીર ! તું શૂળ, હું ચેતન, ન ખાશે મેળ મારાથી; અજન્મા હું, તું જન્મે છે, ન ખાશે મેળ મારાથી, ધ્રુવ જનમ ને મરણ આદિ એ , હતાં તારા તને સોપ્યાં; જીવનપલટો થતાં આજે, ન ખાશે મેળ મારાથી. શરીર કરીને સંગ મેં તારો, ઘણાં ગોથાં અહીં ખાધાં; અટલ અધ્યાસ દૂર થાતાં, ન ખાશે મેળ મારાથી. શરીર દિશા તારી અને મારી, હવે તદ્દન નિરાળી છે; ન ‘હું' તારો, ન “તું” મારો, ન ખાશે મેળ મારાથી, શરીર ઉપાધિ નામ આદિની, નથી મારી, ન લેવી છે; બધી વાતે બન્યો ચારો, ન ખાશે મેળ મારાથી, શરીર હવે છેલ્લી સલામી છે, લગાડીશ માઠું નહીં મનમાં; અદલ ઈન્સાફ કુદરતનો, ન ખાશે મેળ મારાથી, શરીર અહીં કારણરૂપે રહી છે, પરમ ગુરુદેવની કરુણા; ખરી બીના કહે ‘શંકર’ ન ખાશે મેળ મારાથી. શરીર
૯૭૧ (રાગ : ધોળ) શંકરના સંગમાં હો, સાચાંને સ્થાન છે; માયાના રંગમાં હો, મૂરખાંને માન છે. ધ્રુવ માયા છે ફાંકડી ને કાયા છે રાંન્ડી; રસિયાના રંગમાં હો, રસિયાંને તાન છે, શંકરના માયામાં માર છે ને કાયામાં ભાર છે; આતમના સંગમાં હો, દાનીને દાન છે, શંકરના માયામાં મોહ છે ને કાયામાં ચોહ છે; વિજ્ઞાનગંગમાં હો, જ્ઞાનીને જ્ઞાન છે. શંકરના માયાની પાર છે ને કાયાની બહાર છે; “શંકર’ અભંગમાં હો, ભૂલ્યાંને ભાન છે. શંકરના
૯૭૦ (રાગ : ધોળ) શામળા તારી પાસે માંગુ આટલું રે; પળ પળ તારાં દર્શન થાય. શામળા તારી પાસે માગું આટલું રે. ધ્રુવ બુદ્ધિ કાયમ તારામાં ઠરે રે, બીજે ક્યાંય ન ભટકાય. શામળા મનડું કાયમ તારામાં રમે રે, અંતે તારામાં લીન થાય. શામળા આંખો મોહે તારા રૂપમાં રે, એને સઘળે એક તું જણાય. શામળા કાન કથા ને કીર્તન સાંભળે રે, વાણી તારા જ ગુણલા ગાય. શામળા શંકર' જ્યારે છોડે દેહને રે, ત્યારે તારામાંજ સમાય, શામળા
કાગજ કેરી નાવડી, પાની કેરી ગંગા
કહે કબીર કૈસે તીરૂ, પાંચ કુસંગી સંગ ? || ભજ રે મના
૫૯૨)
૯૭૨ (રાગ : ચલતી) સદગુરુ શબ્દને તોળો હરિજનો, સદગુરુ શબ્દને તોળો રે જી; વિષય-વિકારનો ત્યાગ કરીને, હેતે હરિરસ ઘોળો, મારા હરિજનો ધ્રુવ ગગનમંડળમાં નોબત વાગે, ઉડે આનંદની છોળો રે જી; અદ્ધર તખત પર અલખ વિરાજે, મનને એ રંગમાં રોળો, મારા હરિજનો ! સદ્ગુરૂ૦ માંહ્યલા મંદિરિયામાં જ્યોત જગાવી, શણગારો માંહ્યલી પોળો રે જી; ઓહંગ સોહંગના તાર મિલાવી; બ્રહ્મને બ્રહ્મમાં ઝબોળો, મારા હરિજનો ! સદ્ગુરૂ માયા ને મોહના ઘાટ ઓળંગી, મોહનો કાઢી નાખો ડોળો રે જી; “ શંકર' કહે સાચો ગુરુને સેવી, બદલી નાખીને બધો ચોળો, મારા હરિજનો ! સગુરૂo
મન ચલે તો ચલન દે, ફિર ફિર નામ લગાય | મન ચલા તન થંભ હૈ, ભકા કછુ ન જાય ૫૯૩)
શંકર મહારાજ