________________
૯૬૫ (રાગ : ધોળ) માંગ્યું મળે છે ત્યારે, સૌને મઝા પડે છે, માથે પડે છે ત્યારે, સૌને મઝા નડે છે. ધ્રુવ કમાઉ દીકરો વ્હાલો, મા-બાપને ગમે છે; જો ધંધા મળે ન તેને, ઘરના બધા લડે છે. માંગ્યું સુખમાં હતા જે સાથી, દુ:ખ માંહે દૂર રહે છે; ડાહ્યો બધા જે કહેતા, અક્લ વિનાનો કહે છે. માંગ્યુંo આદર હતો જે ઘરમાં, હવે દૂરથી વિદાય દે છે; પરણેલી નારના પણ, મોઢાં હવે ચઢે છે. માંગ્યુંo જે જોઈએ તે તારી પાસે, શીદને તો બહાર ? ભાવ ધરી જો શંકર ભજો તો, જન્મમરણ મટી જાય. માંગ્યું
૯૬૭ (રાગ : ભૈરવી) લાગી લાગી લાગી મુજને, ગુરૂની લગની લાગી રે; ભાગી ભાગી ભાગી મારા, મનની ભ્રમણા ભાગી રે. ધ્રુવ ત્યાગી ત્યાગી ત્યાગી મેં તો, આશા તૃષ્ણા ત્યાગી રે; જાગી જાગી જાગી મારી, સુરતા આજે જાગી રે, લાગી વાગી વાર્ગી વાગી મુજને, શબ્દકટારી વાગી રે; ભાગી ભાગી ભાગી હું તો, આજ બન્યો બડભાગી રે લાગo જાગી જાગી જાગી મારા, ઘટમાં જ્યોતિ જાગી રે; ‘શંકર' કહે સદ્ગુરૂ પ્રતાપે, નિર્ભય નોબત વાગી રે, લાગી
૯૬૮ (રાગ : ધોળ)
૯૬૬ (રાગ : માંડ) મેવાશીને માર, માંહ્યલા મેવાશીને માર જી ; ગુરુચરણે માથું મૂકી નૈયા પાર ઉતાર, માહ્યલા. ધ્રુવ લખચોરાશી ફ્રી આવ્યો, પામ્યો દુ:ખ અપાર છે; માયા પાછળ ગાંડો થઈને, ખાધો તેં ખૂબ માર. માંહ્યલા. પૂરા ગુરુની પાસે જઈને, આતમતત્ત્વ વિચાર જી; અંતરની આંટી ઉકેલી, કરી લે નિજ દીદાર, માંહ્યલા
જ્યાં જુઓ ત્યાં એક આતમ, સારનો એ સાર જી; તેના રૂપ થઈ તરી જા તું, વેદનો એ પુકાર. માંહ્યલા ખરા પાછળ ખપી જઈને, ખેલ ખાંડાધાર જી ; કહે “શંકર' સારા જગતનો, એક જ સર્જનહાર, માંહલા
વ્હાલા પ્રભુ ! તમારી ભક્તિ સદાય આપો; બીજી ન માંગ મારી, ભક્તિ સદાય આપો. ધ્રુવ વર્ષો સુધી ઊંધ્યો હું, આપે જગાડ્યો આજે; લાગી લગન તમારી, ભક્તિ સદાય આપો. વ્હાલા સંસારના સુખોમાં, આત્મા હવે ન ઠરતો; બળતા હૃદયને ઠારી, ભક્તિ સદાય આપો. વ્હાલા જોયું જગત ીને, મારું ન કોઈ આંહીં; બેઠો હવે ઠરીને, ભક્તિ સદાય આપો. વ્હાલા
શંકર પડ્યો ચરણમાં, અળગો હવે ન કરશો; વિનતિ સ્વીકારી મારી, ભક્તિ સંદાય આપો. વ્હાલા
તે ત્રિશલાતનયે મન ચિંતવી , જ્ઞાન, વિવેક, વિચાર વધારું; નિત્ય વિશોધ કરી નવ તત્ત્વનો, ઉત્તમ બોધ અનેક ઉચ્ચારૂં. સંશયબીજ ઊગે નહિ અંદર, જે જિનનાં કથનો અવધારું; રાજ્ય, સદા મુજ એ જ મનોરથ, ધાર, થશે અપવર્ગ ઉતારૂ.
સાત સમુદ્ર કી ઇક લહર, મનકી લહર અનેક કોઉક હરિજન ઉબરા, ડૂબી નાવ અનેક
મન મર્કટ બન બન ફિરે, કમ્ ન ચિર ઠહરાયા રામ નામ બાંધા બિના, જિત ભાવે તિત જાયા (૫૯૧
શંકર મહારાજ
ભજ રે મના