________________
ભલે બબડે બધી દુનિયા, તમે ના કાંઈ પણ બોલો; હું ને મારું ભગાવીને , ખલના ચોકમાં ખેલો. ભીતર અનલહક્ના નશા માંહીં, સદાયે મસ્ત છે “ શંકર'; ભીતર જ્યોતિ જગાવીને , ખલકના ચોકમાં ખેલો, ભીતર
જનમ જેનો, મરણ તેને, મરેલાં તે ફ્રી જન્મે; જગતમાં ચાલતું આવે, પછી આ શોક શા માટે ? મરણo કરેલાં કર્મનાં લેખાં, પ્રભુને આપવા પડશે; કહે “શંકર’ અમર આત્મા, પછી આ શક શા માટે ? મરણo
૯૬૨ (રાગ : બાગેશ્રી) ભીતરની જ્યોત જાગી ત્યાં, ભીતરમાં મેં હને જોયો; લગન લાગી અલખની ત્યાં, ભીતરમાં મેં હને જોયો. ધ્રુવ સહુ હારા વિષે ખેલે, સહુમાં હું સદા ખેલું ; અહંની ગ્રંથિ ભેગાતાં, ભીતરમાં મેં હુને જોયો. ભીતરની નજર જ્યાં જ્યાં કરૂ છું ત્યાં, હયાતી મારી મને દીસે; પુરાણા હેમ દૂર થાતાં, ભીતરમાં મેં હને જોયો, ભીતરની તજી તત્પદ અને ત્વપદ, અસિપદમાં ઠર્યો કાયમ; બધા બંધન છૂટી જાતાં, ભીતરમાં મેં હમે જોયો. ભીતરની ગગનની ટોચ પર બેસી, ભજન લલકારતો હરખી ; અમરવરનાં ગીતો ગાતા, ભીતરમાં મેં હમે જોયો, ભીતરની
૯૬૪ (રાગ : મલ્હાર), મારા જેવા તારે તો છે કરોડ ! મારે તો તું છે એક ધણી ! મને ક્યાંયથી મળે ન તારી જોડ, મારે તો તું છે એક ધણી. ધ્રુવ અસંખ્ય ભક્તો તને ભજે છે, તેમાં હું કોણ માત્ર ? કેવળ પ્રેમ-પ્રસાદી માગું, દેજે જો હોઉ હું પાત્ર. મારે અનન્ય પ્રેમ પ્રભુ ! તારા પર, અંતર દૃઢ વિશ્વાસ, તારા જનને તુજ રૂપ માની, સેવું સદાયે બની દાસ. મારેo જેમ કરાવે તેમ કરૂં હું, કરું ન ફાવે તેમ, તારી આજ્ઞાને આધીન હું, શબ્દ લોપાય જ કેમ ? મારે વર્ણાશ્રમના વાંકા રસ્તા, સીધા ભક્તિપંથ; વાંકા મારગડે વિચરતાં, ક્યાંથી મળે નિજ કંથ ? મારેo પળપળ તારૂં દર્શન માગું, પળપળ મહિમા ગાઉં; કીટ-ભ્રમરવત્ ધ્યાન ધરીને, તારા રૂપ થઈ જાઉં ! મારેo તારી ભક્તિમાં હૈ જીવને, સરખા છે. અધિકાર, ‘શંકર' ! એવું સમજી મનમાં, માને ભેદ ન લગાર ! મારેo
૯૬૩ (રાગ : ગઝલ) મરણ એ ધર્મ કાયાનો, પછી આ શોક શા માટે ? બધાનો એજ છે રસ્તો, પછી આ શોક શા માટે ? ધ્રુવ જશે કોઈ આજ કે કાલે, અગર ૐ વર્ષ પાછળથી; ગયા વિના નથી છૂટકો, પછી આ શોક શા માટે ? મરણo મુદત પૂરી થતાં સૌને, જરૂર જાવું પડે ભાઈ ! ન કાંઈ કોઈનું ચાલે, પછી આ શોક શા માટે ? મરણo
જૂઠા હૈ ભાઈ બાપ બડાઈ, જૂઠી માઈ માં જાઈ, જૂઠા પિંગાઈ જૂઠ જમાઈ, જૂઠ લુગાઈ લલચાઈ; સબ જૂઠ સગાઈ અંત જુદાઈ, દેહ જલાઈ સમસાના, ચિત્ત ચેત સિંહાના િનહીં આના, જગમેં આખિર મરજાના.
મન મેરા પંખી ભયા જહાં તહાં ઉડ જાય. જહાં જૈસી સંગત કરે, તહાં તૈસા ફલ ખાયા
૫૮૮)
મન પંખી બીન પંખકા, લખ જોજન ઉડ જાય મન ભાવે તાકો મિલે, ઘટમેં આન સમાયા ૫૮૦
શંકર મહારાજ
ભજ રે મના