________________
૯૫૮ (રાગ : ગઝલ) બધે ભટકી અહીં આવ્યો, શરણમાં તું હવે લઈ લે; ન ક્યાંહીં લેશ પણ ફાવ્યો, શરણમાં તું હવે લઈ લે. ધ્રુવ અસના ઘોર અંધારે, ઘણીયે ઠોકરો ખાધી; ખરો પથ હાથ ના આવ્યો, શરણમાં તું હવે લઈ લે. બધેo વિકારોનાં વિષમ બાણે, વીંધી નાખ્યું હૃદય હારું; જહાંએ ખૂબ ઝટકાવ્યો, શરણમાં તું હવે લઈ લે. બધેo નજર જ્યાં જ્યાં કરી ત્યાં ત્યાં, દુ:ખોના ડુંગરા દેખ્યા; અવિધાએ બહુ તાવ્યો, શરણમાં તું હવે લઈ લે. બધેo મહા અપરાધી હું શંક્ર' ! પ્રભુ ! તું છે દયાસાગર; નસીબે ખૂબ ભટકાવ્યો, શરણમાં તું હવે લઈ લે. બધેo
૯૬૦ (રાગ : ગઝલ) ભભૂતી અંગ પર ચોળી, ભરાવી કાખમાં ઝોળી; ધૂતે દુનિયા બધી ભોળી, હો એ જોગી કે ભોગી ? ધ્રુવ સરસ તુંબી ગ્રહી હાથે, વધાર્યાં વાળ માથે; છતાં માયા રહી સાથે, કહો એ જોગી કે ભોગી ? ધુતેo કહ્ન ભગવી ધરી અંગે મુખોચ્ચાર થાય હર-ગંગે; હૃદયે રંગાયું નહીં રંગ, કહો એ જંગી કે ભોગી ? ધુતેo ભટકતો માગવા ભિક્ષા, ધરી જોગી તણી દીક્ષા; ન દીસે ત્યાગ-તિતિક્ષા, કહો એ જોગી કે ભોગી ? ધુતે ઉપરથી કહાવતા યોગી, ભીતરથી છે બહુ ભોગી; પૂરા એ કામના રોગી, કહો એ જોગી કે ભોગી ? ધુતેo ન કરવાનું અહીં કરતા, કહ્યું કાને નહીં ધરતા; વિષયમાં મસ્ત થઈ તા, કહો એ જોગી કે ભોગી ? ધુતેo ઘરોઘર ભીખ એ માગે, છતાં બળતા વિના આગે; કહે “ શંકર' નહીં જાગે, કહો એ જોગી કે ભોગી ? ધુર્ત
૯૫૯ (રાગ : દેશી ઢાળ) બ્રહ્મજ્ઞાની ગુરુ મળિયા રે... મુમુક્ષુ અમને, સંશય અમારા ટળિયા રે. ધ્રુવ જ્ઞાનઘરમાં તાણી લાવી સુધાર્યું અમારું ભાવી (૨), બતાવી દીધી ચાવી રે. બ્રહ્મ કામ ક્રોધાદિક વેરી, માર્યા મનમંદિરમાં ઘેરી(૨), બ્રહ્માનંદની આવે લહેરી રે. બ્રહ્મ સાનમાં સમજાવી દીધું, સાટામાં કાંઈ ના લીધું (૨), પ્રેમામૃત ખૂબ પાઈ પીધું રે. બ્રહ્મ ઉપકારો કીધા એવા, દેખાડ્યા દેહમાં દેવા (૨), સદા કરીએ જેની સેવા રે. બ્રહ્મe અન્ય કોઈ પંથ એવો, નથી જગમાં જોયા જેવો (૨), નભે નહીં અહીં જેવો તેવો રે. બ્રહ્મ ગુરુચરણે ચિત્ત ધારી, ભજું ભાવે શ્રી મુરારિ (૨), બીજી એકે નથી બારી રે. બ્રહ્મ સર્વમાં સમાન ભાળ્યું, ભેદબીજને ભાવે બાળ્યું (૨), તેજ કરી તિમિર ટાળ્યું રે. બ્રહ્મ કહે “ શંકર’ એજ પ્યારું, અન્ય સર્વ લાગ્યું ખારું (૨), જુએ એને જડે બારું રે. બ્રહ્મ
૯૬૧ (રાગ : ગઝલ) ભીતર જગને જલાવીને , ખલના ચોકમાં ખેલો; હું ને હું માં મિલાવીને, ખલકનાં ચોકમાં ખેલો. ધ્રુવ અનાદિ ને અનંતાત્મા, તમે પોતે જ પરમાત્મા; વિકારોને શમાવીને, ખલકના ચોકમાં ખેલો, ભીતર૦ શુભાશુભ સર્વને છોડી, સદા આકાશમાં ઉડ; નફ્ટ મનને નમાવીને, ખલકના ચોકમાં ખેલો. ભીતર
હરિજન મિલે તો હરિ મિલે, મન પાએ વિશ્વાસ
| હરિજન હરિકા રૂપ હૈ, યૂ ફૂલનમેં બાસ | ભજ રે મના
૫૮૬
સંગત કીજે સંતકી, કબૂ ન નિષ્ફળ હોય | લોહા પારસ પરસતે, સો ભી કંચન હોય
શંકર મહારાજ