________________
૯૪૨ (રાગ : ગઝલ) ચડાવી લે, ચડાવી લે, પ્રભુના પ્રેમની પ્યાલી ; જરા પી લે, જરા પી લે, પ્રભુના પ્રેમની પ્યાલી. ધ્રુવ કસમ તારી જુવાનીના, જરા જો બાકી રાખે તો; જિગર છૂટું મુકી પી લે, પ્રભુના પ્રેમની પ્યાલી. ચડાવી પીધી પ્રહલાદ ને ધ્રુવે, મીરાં, નરસિંહ, અંબરીષે; વળી ગોરખ , કબીરાએ, પ્રભુના પ્રેમની પ્યાલી, ચડાવી નથી નાદાનની હિંમત, અરે ! આ કામ મદનું; વિચારી એમ તું પી લે, પ્રભુના પ્રેમની પ્યાલી. ચડાવી પીધી તે તો થયા પાગલ , સદેહે વિ-દેહને માલ્યાં; કહે “શંકર' સદા વ્હાલી, પ્રભુના પ્રેમની પ્યાલી, ચડાવી
૯૪૩ (રાગ : ભૈરવી) છોડી છોડી છોડી મેં તો, જગની પ્રીતિ છોડી રે; જોડી જોડી જોડી મેં તો, સુરતા ગુરુમાં જોડી રે. ધ્રુવ ફોડી ફોડી ફોડી મેં તો, પાપની હાંડી ફોડી રે; તોડી તોડી તોડી મેં તો, મોહની બેડી તોડી રે. છોડી છોડી છોડી છોડી મેં તો, જ્ઞાનની ગોળી છોડી રે; તોડી તોડી તોડી મેં તો, ચમની છાતી તોડી રે. છોડી જોડી જોડી જોડી મેં તો, વિભુમાં વૃત્તિ જોડી રે; ‘શંકર' કહે સદ્ગુરુ પ્રતાપે, ખેલાવી ખૂબ ઘોડી રે. છોડી
૯૪૪ (રાગ : ગઝલ) જગત-જંજાળને છોડી, પ્રભુના પંથ પર આવ્યા; છતાં ખટપટ નહીં છોડી, કહો અજ્ઞાન આ કેવું ? ધ્રુવ કુબુદ્ધિના કુમાર્ગોમાં, કહોને સુખ ક્યાં પામ્યા ? બધું જાણો છતાં ભૂલો , હો અજ્ઞાન આ કેવું ? જગત કહો કાંઈ, કરો કાંઈ, પ્રભુથી પણ નથી ડરતા; છતી આંખે પડો કૂવે, કહો અજ્ઞાન આ કેવું ? જગતo નથી અહીં કામ કાયરનું, મરદ જે હોય તે આવે; સુણો તોયે ન સમજો તો, કહો અજ્ઞાન આ કેવું ? જગત ભલે ચટકો ચડે તમને , છતાં “શંકર' ખરું કહેશે; દઈને દિલ બનો બેદિલ, કહો અજ્ઞાન આ કેવું ? જગતo
૯૪૫ (રાગ : ગઝલ) જગતરૂપી બગીચામાં, સર્ફ કરવા સહુ આવ્યાં; સમય થાતાં સહુ જાતાં, કહોને કોણ કોનું છે ? ધ્રુવ ગયાં માતા, પિતા, બંધુ, ગયાં કૈ સાથ રમનારાં; રહ્યું નહી રાહ જોવા કોઈ, કહોને કોણ કોનું છે ? સમયo મૂકીને પોક રોશો પણ, મરેલું પાછું નહીં આવે; ગયું તે તો ગયું જાણો, કહોને કોણ કોનું છે ? સમયo અહીં મુકાય છે પોકો, બીજે ગીતો ગવાય છે; બધી આ સ્વમની લીલા , કહોને કોણ કોનું છે ? સમયo અનાદિકાળથી આવું અહો ! અહીં ચાલતું આવે; ન ચાલે કોઈનું ડહાપણ, કહોને કોણ કોનું છે ? સમય૦ નિજાત્માનું સ્વરૂપ જાણી, જીવ્યા તે તો જગત જીત્યા; જુવે તેવું કહે ‘શંકર', કહોને કોણ કોનું છે ? સમયo
મોહિનીભાવ વિચાર અધીન થઈ, ના નીરખું નયને પરનારી; પથ્થરતુલ્ય ગણું પરવૈભવ, નિર્મળ તાત્ત્વિક લોભ સમારી ! દ્વાદશ વ્રત અને દીનતા ધરી, સાત્ત્વિક થાઉં સ્વરૂપ વિચારી; એ મુજ નેમ સદા શુભ ક્ષેમક, નિત્ય અખંડ રહો ભવહારી.
સબી રસાયનમેં હરિ, હરિ સા ઔર ન કોય
તિલ એક ઘટમેં સંચરે, સબ તન કંચન હોય. ભજ રે મના
પછ૮)
સુખમેં સુમિરન ના કરે, દુઃખમેં કરે સબ કોય | સુખમેં જો સુમરન કરે, તો દુઃખ કહાં તે હોય ? ||
૫૦૯)
શંકર મહારાજ