________________
બધી બાજી સમેટીને, સમાધિમાં ડુબ્યો ‘શંકર'; મૂકી લાં અવિધાનાં, અસલના રાહ પર આવો. તજી
૯૪૬ (રાગ : માંડ) જોગ સાધો તમે સારો મારા હરિજનો ! જોગ સાધો તમે સારો રે જી. ધ્રુવ ગુરુ પાસે રહીને ધુઓ શરીરને , પેટમાં પચાવો પારો રે જી; વરતિ ઉપાડી ભોગ ઉપરથી, જોગ ક્રિયામાં ભારો. મારા નિયમપણું તમે રાખો બધામાં, આહાર ઊંઘ ઘટાડો રે જી; ચટપટ ચેતી સર્વ સમેટી, ભ્રમણાઓ. સઘળી મટાડો. મારા ગુરુ વિના તમે પગલું ન ભરશ, પુસ્તક ઉપર નહીં ફાવો રે જી; હાથે કરીને ક્યાંક વહોરશો ઉપાધિ, કરશો કોના પર દાવો ? મારા ભોગ ભોગવવા હોય ત્યાં સુધી તમે, જોગના ઘેર નવ જાશો રે જી; ભૂખ વિનાનું ભોજન કેવું ? ખાશો તો અકળાશો. મારા ઉતાવળના ઘાટ ઓળંગી તમે, ધીરતાના ઘેર ઝટ આવો રે જી; સદ્ગુરુચરણોમાં ‘ શંકર' બોલ્યા, હેતે હરિના ગુણ ગાઓ. મારા
૯૪૮ (રાગ : માલગુંજ) તારા વિના ઘડી ન રહેવાય, રણછોડ રંગીલા !
તારા ચરણોમાં રાખ સદાય, રણછોડ રંગીલા ! તારા રૂપમાં જ મારું મન મોહી રહ્યું, તારા તેજથી જ વિશ્વ બધું સોહી રહ્યું;
તારા દર્શનથી દુ:ખ બધાં જાય. રણછોડ રંગીલા તારે મંદિરિયે ભક્ત ભેગાં થાય, તારો જ મહિમા સૌ પ્રેમથી ગાયે;
તારી પાછળ ગાંડા ઘેલાં થાય. રણછોડ રંગીલા તારા નામમાં આરામ, બીજે ક્યાંય નહીં, તારા ધામમાં જ શાંતિ સદાય રહી;
તારા ભાવમાં તે ભાન ભૂલી જાય. રણછોડ રંગીલા તારા ધ્યાનમાં જ મસ્ત સદા હું તો રહું, તારા માનમાં જ મારું માન માની લઉં;
તારા પ્રેમનાં જ પદે ‘ શંકર’ માય. રણછોડ રંગીલા
૯૪૭ (રાગ : ગઝલ) તજી તોફાન માયાના અસલના રાહ પર આવો; મૂકી ગુમાન કાયાનાં, અસલના રાહ પર આવો. ધ્રુવ અસલમાં જે મઝા છે તે, નક્લ માંહીં નથી મળતી; તજી પાખંડ દુનિયાનાં, અસલના રાહ પર આવો. તજી નિજાનંદે ડુબી જઈને , મહાપદની મજા માણો; મૂકી અજ્ઞાન અંતરનાં, અસલનાં રાહ પર આવો. તyo અસલના રાહ પર વળતાં, અબૂઝો આળ ઓઢાડે; તજી ગુણગાને માનવેનાં , અસલના રાહ પર આવો. તજી અસલનો રાહ અપનાવી, નસ્લને દૂર ફેંકી દો; તજી અહેસાન લોકોનાં, અસલનાં રાહ પર આવો. તજી
સુખમેં સુમરન ના કરે, દુઃખમેં કરે જો યાદ
કહે કબીર તા દાસકી, કૌન સુને ફરિયાદ? ભજ રે મના
૫૮)
૯૪૯ (રાગ : ગઝલ) થતાં દર્શન નિજાત્માનું, રહે નહિ ભેદ કે ભ્રાંતિ; થતાં સ્પર્શન શિવાત્માનું, રહે નહિ ભેદ કે ભ્રાંતિ. ધ્રુવ લગન લાગે અલખની તો, જગત સ્વપ્ના સમું ભાસે; થતાં ચિંતન ચિંદાત્માનું, રહે નહિ ભેદ કે ભ્રાંતિ. થતાં જુએ જે ભેદ અહીંયા તે, પડે છે મૃત્યુના મુખમાં; થતાં ગૂંજન ગૂઢાત્માનું, રહે નહિ ભેદ કે ભાંતિ. થતાંo નથી જ્યાં હું, નથી જ્યાં તું, નથી જ્યાં તે, નથી જ્યાં આ; થતાં પૂજન પૂજાત્માનું, રહે નહિ ભેદ કે ભાંતિ, થતાંo ઊંચી આકાશની ટોચે, એકલો ખેલતો “શંકર'; થતાં રંજને રસાત્માનું, રહે નહિ ભેદ કે ભ્રાંતિ. થતાંo
જબ જાગે તબ રામ જપ, સોવત રામ સંભાર ઉઠત-બૈઠત આતમા ! ચાલતા રામ ચિતાર ૫૮૧
શંકર મહારાજ