SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩૮ (રાગ : ગઝલ) ગગનની મોજ માણીને, ખલકને મેં ઘૂંકી દીધું; પરમ પદને પિછાણીને, ખલકને મેં ઘૂંકી દીધું. ધ્રુવ અવિદ્યાનું હૃદય ચીરી, પરાની પાર જઈ બેઠો; સનાતન તત્ત્વ જાણીને, ખલકને મેં ધૂકી દીધું. ગગનની ડૂબી અદ્વૈતના દરિયે, કરી મેં ટ્રેતની હોળી; હૃદયમાં રોષ આણીને , ખલકને મેં ઘૂંકી દીધું. ગગનની અમીરોની અમીરીમાં, ફ્લીરીનાં નહીં દર્શન; અહંના તાર તાણીને, ખલકને મેં ઘૂંકી દીધું. ગગનની સ્વરૂપે મસ્ત હું ‘ શંકર', લીધી જીવતાં સમાધિ મેં, શ્રુતિના સાર છાણીને, ખલકને મેં થૂકી દીધું. ગગનની ૯૪૦ (રાગ : દેશી ઢાળ) ગુરુજીની મહેરમાં ને આનંદની લહેરમાં, નાચી રહ્યું મન મારું રે; નાચી રહ્યું મન મારું મારા વહાલા ! રાચી રહ્યું મન મારું રે. ધ્રુવ દેવોના દેવ એ હાથમાં રમાડે, મૃત્યુ તે કોણ બિચારું રે ? ગુરુજીની તેત્રીસ કરોડ દેવ નાચે એના હાથમાં, નાચે બ્રહ્માંડ આ સારું રે. ગુરુજીની કાયા ને માયાના પોળિઓ નાચે, નાચે છે નારૂ અને કાચું રે. ગુરુજીની શંકર' સદાય ગાય ગુણ ગુરુદેવના, સાચા છે એ જ ભવતારુ રે. ગુરુજીની ૯૩૯ (રાગ : ધોળ) ગુરુજીનાં સંગમાં ને રસિયાના રંગમાં, સાચું સ્વરૂપ ઓળખાયું રે; સાચું સ્વરૂપ ઓળખાયું, મારા વહાલા ! સૌમાં એક જ દરશાયું રે.ધ્રુવ કાયા ને માયાના ભોગ મેલ્યા વેગળા, ખોટું તે સહેજમાં ખોવાયું રે.ગુરુજી) દશમાં તે દ્વારમાં દીઠા મેં દેવને, હૈયું ઘણું જ હરખાયું રે.ગુરુજી જ્યોતિની જ્યોતિમાં હોમાયો આતમા , ત્યારે જ મહાપદ પાયું રે.ગુરુજી ‘શંકર’ સદાય ગુણ ગાય ગુરુદેવના, આભલામાં આભલું સમાયું રે. ગુરુજી ૯૪૧ (રાગ : ચલતી) ઘટડામાં ગોવિંદ પાયો, મારા હરિજનો ! ઘટડામાં ગોવિંદ પાયો રે જી; ઓહંગ સોહંગના તાર મિલાવી, અનહદ નાદ જગાવ્યો. ધ્રુવ સદ્ગુરુ દાતાએ દયા કરીને, સીધો મારગડો બતાવ્યો રેજી; ગુરુગમ લાકડીના ટેકે ટેકે હું, ત્રિવેણી ધાર પર આવ્યો. મારા નેણથી નીરખી પિયુને પરખી, જ્ઞાનગંગા માંહી નાહ્યો રે જી; મનડાનો મેલ સારો દૂર થઈ જાતાં, - આપમાં આપ સમાયો. મારા જ્યાં જોઉં ત્યાં મને એક જ ભાસે, એના જ રંગે રંગાયોજી રે; અંતર બહાર બધે થયાં અજવાળાં, પડદાને દૂર હટાવ્યો. મારા આછે પ્રતાપ મારા સદ્ગુરુ દેવનો, સત્ય ધરમ સમજાવ્યો રે જી; શંકર' કહે સારા દેશની માંહી , વિજયનો ધ્વજ ફરકાવ્યો. મારા. કર નેકી કરસે ડર પર ધરસે, પાક નજર સે ધર પ્રીતિ, જપ નામ જીગરસે બાલ ઉમરસે, જસ લે જરસે મન જીતી; ગંભીર સાગરસે રહે સવરસે, મિલે ઉધરસે પરવાના, ચિત્ત ચેત સિંહાના ક્રિ નહીં આના, જગમેં આખિર મજાના. મદ ના કર મનમેં મિથ્યા ધનમેં, જોર બદનમેં જોબનમેં, સુખ કે ન સપનમેં જીવન જનમેં, ચપલા ધનમેં છન છનમેં; તજ વૈર વતનમેં દ્વેષ ધરનમેં, નાહક ઈનમેં તરસાના, ચિત્ત ચેત સિંહાના ક્રિ નહીં આના, જગમેં આખિર મરજાના. સુખિયા લૂંટત મેં ફિરું, સુખિયા મિલે ન કોય. જાકે આગે દુ:ખ કહું, ઓ પહિલા ઉઠ રોય / (પ ) બાસર (દિવસ) સુખ ના જૈન સુખ, ના સુખ ધૂપ ન છાંય | કૈ સુખ શરણે રામ કે, કૈ સુખ સંતો માંયા (૫eo) શંકર મહારાજ ભજ રે મના
SR No.009144
Book TitleBhaj Re Mana Part 01
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages381
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy