________________
૯૩૫ (રાગ : દેશી ઢાળ) એકવાર એક્વાર એકવાર મોહન ! મારા મંદિરિયે આવો રે. મારા મંદિરિયે આવો, મારા વહાલા ! મારાં આંગણિયાં શોભાવો રે. ધ્રુવ નાની શી ઝૂંપડી ને મન મારાં મોટડાં, માટે ન સંકોચાઓ રે. એક્વાર૦ અંતરના પ્રેમથી આપને વધાવશું, લઈશું અમૂલખ લહાવો રે. એકવાર માયા ને મૂડીમાં એક રામનામ છે, બીજી વસ્તુનો અભાવો રે. એકવાર ‘શંકર' કહે પ્રભુ ! પ્રેમના આધીન છો, પ્રેમરસ પીઓ ને પાઓ રે. એકવાર
૯૩૬ (રાગ : માલશ્રી) કાયા પૂછે છે જીવને પ્રેમથી રે, ક્યાંથી આવ્યો ને ક્યાં તુ જઈશ ? રાત-દિન રમ્યો તું માયાના રંગમાં રે, સાચું કહેતા ચડે તને રીસ.
પ્રભુજી પૂછશે ત્યારે શું કહીશ ? ધ્રુવ લોહીનું પાણી કરીને ધન મેળવ્યું રે, સાથે આવે ન કોડી એક; ધોરી મારગ મૂકીને ચડયો કેડીએ રે, એકે ઝાલી ન રાખી ટેક. પ્રભુજી મોંઘા મોતી મૂકીને મોહ્યો કાચમાં રે, મીઠડાં લાગ્યાં માયાનાં વેણ; શાણો થઈને તું સઘળું સાંભળે રે, કાયમ ઢાળે જ નીચાં નેણ. પ્રભુજી, મારું-મારું' કરી તું મથી મરે રે, તોયે કોઇ તારું નવ થાય; પસ્તાવો છે પૂરો તારી પ્રીતમાં રે, અધવચ મૂકીને ચાલ્યો જાય. પ્રભુજી0 હજીયે સમજે તો હરિ કંઇ સાંભળે રે, નહિતર લક્ષચોરાશીની ખાણ; શંકર' સમજ્યા તે તો ભવ તરી ગયા રે, પહોંચ્યા મહાપદ નિવણ. પ્રભુજી0
૯૩૭ (રાગ : ભૈરવી) ખરું દર્શન નિજાત્માનું, બીજાં દર્શન નકામાં છે; હે પોકારી એ કાયમ, ખરું સુખ આત્મામાં છે. ધ્રુવ અમીરસથી ભરી આંખો, કરે જીવતાં મરેલાને; મઝાનું માર્ગદર્શન દઈ, કરે તાજાં ઠરેલાને. હેo સબ ઘટ મેરા સાઈયાં, ખાલી ઘટ નહિ કોય
બલિહારી ઘટકી સહી, જા ઘટ પરગટ હોય || ભજરેમના
૫૦૪)
અવિદ્યાની ઇમારતને, ખતમ કરીને અહીં ખેલે; બીજાં લાખો ભલે આવે, ન કોઈને કદી ઠેલે. કહેo જગાવી જ્ઞાનની જ્યોતિ, જીવોને અહીં જગાવે છે; હું ને મારું મુકાવીને , ખરા માર્ગે લગાવે છે. કહે૦ સદાયે એકરૂપ રહીને, કુતકને નિવારે છે; મૂકી જીવને અસલ ઘરમાં, જીવન એનાં સુધારે છે. કહેo અનાત્મારૂપ દુનિયાની, નથી પરવા કદી કરતા; સ્વરૂપે સ્થિત થઈને એ, સદાયે હવે ત્યાં ફરતાં. હેo ન કોઈ પંથ એ કાઢે, ન કોઈ મંદિરો બાંધે; ખરી હમદર્દી દાખીને , તૂટેલા તાર તે સાંધે. કહેo જરાએ દંભ કે પાખંડ, નભાવી લે નહીં જ્ઞાની; ખરો મારગ બતાવીને , કરાવે ઝાંખી આત્માની. કહેo નહીં જાગે નહીં ઉંઘે નહીં હાલે નહીં ચાલે; સહજ ભાવે સમાધિમાં, રહીને પ્રેરણા આપે. કહેo ગુણીને જ્ઞાનીનો મહિમા, કહીએ એટલો ઓછો; બીજા માટે જ જીવે એ , ન કંઈ ઉપકાર પણ ઓછો. કહેo કદાપિ દોષદૃષ્ટિથી, ન જોશો કોઈ મહાત્માને ; સરળ ભાવે કરી સેવા, ઉગારી લો નિજત્માને. કહેo તમે જેવા હશો તેવા, બીજા સહુ લાગશે એવા; હૃદય રાખી સદા નિર્મલ, કરો સહુ સંતની સેવા. હેo જૂઠા આ મોજશોખોમાં, વીતાવો નહીં સમય ખોટો; ન માને મોજીલું મન તો, લગાવો જ્ઞાનનો સોટો, હેo કહેવાનું હતું જે કંઈ અહીં મેં તો કહી દીધું; કહે “ શંકર' ગુરુદ્વારે, રહી જ્ઞાનામૃત પીધું. કહેo
કબીર હદકા ગુર, મિલે, બેહદ કા ગુરુ નાહિ, બેહદ આપે ઉપજે, અનુભવકે ઘર માંહિ
શંકર મહારાજ
[૫૫