SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩૧ (રાગ : ધોળ) આજે દિવાળી મારા દેહમાં રે લોલ; પ્રગટ્યા છે દીપ રોમરોમ રે, આતમસ્વરૂપ અમે ઓળખ્યું રે લોલ, ધ્રુવ આનંદસાગર આ શો ઊછળે રે લોલ, ભાળી ન ભાળેલી ભોમ રે. આજે અનહદ વાજાં રૂડાં વાગિયાં રે લોલ, ગલીએ ગલીએ ઘમસાણ રે. આજે પંડદા તૂટ્યો ને ખીલી પાંખડી રે લોલ, ઊગ્યા આભલિયામાં ભાણ રે. આજે સોહંના સૂર છૂટા છૂટિયા રે લોલ, ઊઘડ્યાં અગમનાં દ્વાર રે. આજે ‘શંકર' સચ્ચિદાનંદ બ્રહ્મ છે રે લોલ, સંશય એમાં નહીં લગાર રે. આજે ૯૩૩ (રાગ : ચલતી) આતમતત્ત્વ વિચારો મારા હરિજનો ! આતમતત્ત્વ વિચારો રે જી. ધ્રુવ જે જે જણાય તે દૃશ્ય ગણાયે, દેખણહારો છે ન્યારો રે જી; કાયા ને માયાના ઘાટ ઓળંગી, નૈયાને પાર ઉતારો. મારા ઈંગલા પિંગલા સુખમણા નાડી, ત્રિવેણી સંગ સારો રે જી; સ્નાન કરે કોઈ સંત સોહાગી ,પામે તે મુક્તિ કિનારો. મારા માથાં મેલે તે ખેલે મેદાને, એવો ઉઘાડો ધારો રે જી; ખૂલી ગયાં તાળાં થયાં અજવાળાં, કાળ તે કોણ બિચારો ? મારા હું અને મારું મેલીને છૂટું, દેખી લો દેવ દરબારો રે જી; ‘શંકર' કહે ભેટી અમર પુરુષને, બગડેલો મનખો સુધારો. મારા ૯૩૨ (રાગ : દેશી ઢાળ) આવો સંતો ! અમારા દેશમાં રે લોલ, જ્યાં છે બ્રહ્મજ્યોતિનો પ્રકાશ રે; એવો આ દેશ રળિયામણો રે લોલ. ધ્રુવ દીવડા બળે છે ગગન ગોખમાં રે લોલ, આંગણિયે અખંડ ઉજાસ રે. એવો હોળીના ભડકા નવ ભાળીએ રે લોલ , દહાડી દિવાળી વરતાય રે, એવો ભ્રાંતિ કે ભેદ નથી ભાસતા રે લોલ, એકતાનો ઢંઢેરો પિટાય રે. એવો જન્મ-મરણ સોંપ્યાં જગતને રે લોલ, આવે એ અમર બની જાય રે. એવો આવો તો શુદ્ધ પ્રેમી આવજો રે લોલ , જેને જોઈ હરિ હરખાય રે. એવો ચંદ્ર ને સૂર્ય તો નીચા બળે રે લોલ, ઊંચાં છે પ્રેમીઓનાં ધામ રે. એવો૦ ‘શંકર' સોહાગી સંત શ્યામ છે રે લોલ, હરદમ જપીએ એનું નામ રે. એવો ધીરજ તાત, ક્ષમા જનની, પરમારથ મીત, મહારૂચિ માસી, જ્ઞાન સુપુત્ર , સુતા કરૂણા, મતિ પુત્રવધૂ, સમતા અતિભાસી; ઉધમ દાસ, વિવેક સહોદર, બુદ્ધિ કલત્ર , શુભોદય દાસી, ભાવ કુટુંબ સંદા જિનકે ડિંગ, યો મુનિકો કહિયે ગૃહવાસી. સમજનકા ઘર ઔર હૈ, ઔરનકા ઘર ઔર સમજ્યા પીછે જાનિયે, “રામ બસે સબ ઠૌર'' ભજ રે મના ૯૩૪ (રાગ : ગઝલ) ઉઘાડી દ્વારા અંતરનાં, કર્યા મેં દેવનાં દર્શન; તજી ઘરનાં અને પરનાં, કર્યા મેં દેવનાં દર્શન. ધ્રુવ અનાદિ ને અનંતાત્મા, ભીતર ને બહાર બેઠા એ; તજી ગુણગાન માનવનાં, કર્યા મેં દેવનાં દર્શન. ઉઘાડી અજર છે એ, અમર છે એ, અલખ ઐદ્વય અનામય એ; તજી બહુમાન દાનવનાં, કર્યા મેં દેવનાં દર્શન. ઉઘાડી જનમ ને મરણ આદિ એ , વિકારો, દેહને વળગે; તજી અહેસાન ભૂતોનાં, કર્યા મેં દેવનાં દર્શન, ઉઘાડી કદમબોસી કરી સૌને, સુતો સમશાનમાં શંકર; તજી રસપાન વિષયોનાં, ક્ય મેં દેવનાં દર્શન. ઉઘાડી મન મથુરા દિલ દ્વારિકા, કાયા કાશી જાના દસવાં દ્વારા દેહરાં, તામેં જોતિ પિછાના ૫૦૩) શંકર મહારાજ પ૭૨)
SR No.009144
Book TitleBhaj Re Mana Part 01
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages381
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy