________________
૮૯૭ (રાગ : કેદાર)
રે મન-મસ્ત સદા દિલ રહના, આન પડે તો સહના. ધ્રુવ કોઈ દિન કંબલ કોઈ દિન અંબર, કમુ દિગંબર સોના; આત્મનશેમેં દેહ ભૂલાકે, સાક્ષી હોકર રહના. આન, કોઈ દિન ધીંગુડ મૌજ ઉડાના, કોઈ દિન ભૂક" સહાના; કોઈ દિન વાડી, કોઈ દિન ગાડી, કભુ મસાણ જગાના. આન, કોઈ દિન ખાટ પલંગ સજાના, કોઈ દિન ધૂલ બિછના; કોઈ દિન શાહ અને શાહોં કે, કમુ દ્દીરા દીના. આન કઠુઆ મીઠા સબકા સુનના, મુખ અમૃત બરસાના; સમજ દુ:ખસુખ નભ બાદલ સમ, ‘રંગ’ સંગ છૂડાના. આન9
૮૯૯ (રાગ : ઝિંઝોટી) વાંચ વાંચ વિશ્વ-ગ્રંથ, વાંચવા જો ચાહના; વાંચવું ન અન" રહે, મિટે સમૂળ વાંછના. ધ્રુવ સુણ સુણ ગેબી ગાન, સુણવા જો દિલ ચહે; વ્યોમ” માંહ્ય તારલા જે, ગૂંજી આત્મમાં રહે. વાંચો ઘૂ ઘૂ ઘૂઘવે પોધિ, નિર્મરો” અરણ્યનાં; વાત પંછી વન તણાં જે, ગાય ગીત ધીશના". વાંચો દિવ્ય સ્પર્શ, દિવ્ય ગંધ, દિવ્ય રૂપ અંતરે; દિવ્ય નાદ, રસ સુદિવ્ય, ચાખતાં ન મન ચળે. વાંચો મોર નૃત્ય મત્ત ચિત્ત, મોદથી કરંત હા; વેલી-વૃક્ષ, જીવ-શિવ, લિંગને ભળે એહા. વાંચો દૃષ્ટિ ફ્રેવી વિલોક, ‘રંગ’ એહ અવનવા; મેઘધનુષ્ય સપ્તમૂળ, એક રૂપ જૂજવાં. વાંચ૦
ોિ (૧) ભૂખ.
રિ (૧) અન્ય, (૨) આકાશ, (૩) સમુદ્ર, (૪) ઝરણાં , (૫) બુદ્ધિના પ્રેરક પરમાત્મા,
(૬) આલિંગને.
૮૯૮ (રાગ : બિહાગ) વહાંકી બાત ન્યારી હૈ મેરે ભાઈ, જો જાને સો મૂક-સો જાવે ! ધ્રુવ બોલે જો કદિ ઐસાહિ સમજે, અવર ન બૂઝે કાંઈ; ગૂંગાને જ્યાં ઘેબર ખાઈ, ડકારમાત્ર૧ દિખાઈ. વહાંકી વીચિ સમુંદર ઊઠે પલમેં, આપ સમુંદર હોઈ; કૌન કહે જો બીતી વાકો ? હોને સે સમુઝાઈ. વહાંકી ઘાયલકી ગત ભીરુ ન જાને ? જાને ઘાયલ કોઈ; વંઝા પ્રસવગતિ ક્યા જાને ? બોલત હાંસી આઈ. વહાંકી રૂપૈયામેં કઈ પૈસા પાઈ, પાઈ રૂપૈયા ન હોઈ;
સાત ‘રંગ' સુરધનું ચમકાઈ ‘રંગ' ધનુષ ન ભાઈ. વહાંકી િ (૧) ઓડકાર, (૨) તરંગ, (૩) વંધ્યા.
૯૦૦ (રાગ : માંડ) સતસે નાહીં ચીજ પરાઈ; જહાં દેખો વહાં આપુ સમાઈ, રૂપ અરૂપ દિખાઈ. ધ્રુવ એક નૂર વિધુ સુર" પ્રકાશ્યો, મૃગજલ કિરણ એહિ; સપ્તરંગ ધનુ આપ દિખાયો, અંત આપુ સમાઈ. સતસેo એક બુંદ નખ શિખ તન વ્યાપ્યો, હઠ્ઠી ચામ સબ એહિ; પત્તિ ફૂલ ફ્લ શાખન માંહી, એક પેડરસકે માઈ. સતસે
ચંદન જૈસા સંત હૈ, સર્પ જૈસા સંસાર
| અંગ હિ સે લપટા રહે, છોડે નહિ બિકાર | ભજ રે મના
૫૪૮)
જબ લગ નાતા જાતકા, તબ લગ ભગત ન હોય નાતા તોડે હરિભજે ભક્ત' કહાવે સોય
૫૪૦
રંગ અવધૂત