________________
૮૯૪ (રાગ : પ્રભાતી) ભાવ વિણ ભક્તિ નવ કામ આવે કદી , ભૂખ વિણ ભાખરી વ્યર્થ ઝેરી; સ્નેહ* વિણ દીપકળી કેમ ઓપે સહી, ક્લીબની વેલ્સના ગગનઘેરી! ધ્રુવી પ્રેમ ત્યાં નિત્ય પરમેશ હાજર ખડો, ઢોંગથી ટુકડો દૂર નાસે; નાટકી ઠાઠથી કાટ નવ નીસરે, કામ ત્યાં રામ કદીએ ન ભાસે ! ભાવ ફૂડ ને કપટ કુકર્મ માંહે ભર્યા, બહારથી તિલકને છાપ કીધાં; માળને ટાળથી મૂઢ જન છેતય; મીઠળી વાણીથી કવન કીધાં ! ભાવ પિયુ પિયુ ઓચરી વન બપૈયો મૂવો, પિયુ તણો શોધ નવ ક્યાંય લાગ્યો; કાળની જાળમાં અંત જઈ સાંપડ્યો, પાંખ ફડાવીને વ્યર્થ રોયો. ભાવ ભજન અમૃતતણું અશન વિષનું ઘણું, અમર તે કાય તુજ કેમ થાશે ? ગાને મુખે રામનું ધ્યાને તો દામનું, ચામનું ‘રંગ’ કયમ મુક્તિ થાશે ? ભાવ સિ (૧) તેલ , (૨) નપુસંક, (૩) કરતાલ, (૪) ખાણું.
૮૫ (રાગ : પ્રભાતી) ભેદમાં ખેદ અભેદ નિર્વાણ છે, ભક્તિમાં શક્તિ સઘળી પ્રકાશે; ભક્તિનાવે ચઢી ભક્ત ભવને તરી, નિજ સ્વરૂપે હરિ તેજ થાશે. ધ્રુવ કોટિ તીર્થો કીધાં, પંચગવ્યો પીધાં, મન તણો મેલ તોયે ગયો ના; હંસ મોતી ચરે કાક વિઠા ગળે , દૈવને દોષ દે મૂઢ નાના. ભેદમાંo દર્દ અંદર થયું, ઉપર ઓસડ ક્યું, મન તણો મેલ કયમ તન ટાળે ? અંધતમ કજ્જલે ના ટળે કો સમે, દીપ પ્રગટ્યા વિના પ્રભ ન થાએ. ભેદમાં ભ્રમ ભાંગ્યા વિના બ્રહ્મ નવ સાંપડે, બ્રહ્મ જાણ્યા વિના ભય ન જાયે; સંત સેવા વિના વાટ નવ એ જડે, માન મૂક્યા વિના ભાન નાવે. ભેદમાં મન માર્યા વિના મુક્તિ ભેટે નહિ, શાંતિ પામે નહિ સોડ તાણયે; સત્ય અસત્યની જુક્તિ જાણ્યા વિના, ‘રંગ’ ભવપીડ તે કેમ જાયે ? ભેદમાં *િ (૧) ગાઢ અંધકાર, (૨) પ્રકાશ, (૩) અભિમાન.
આશ તજે માયા તજે, મોહ તજે અરૂ માન
હર્ષ શોક નિંદા તજે, કહે કબીર સંત જાન | ભજ રે મના
૫૪)
૮૯૬ (રાગ : પ્રભાતી) મૂળ સંસારનું મૂઢ મન માંકડું, વિષયવૃક્ષે ભમે સ્વૈર ઘેલું, ના ઠરે એક પલ , એકથી અન્ય પર, દોડતું દિવસ ને રાત મેલું. ધ્રુવ અદ્રિ* કર પર ધરે, અબ્ધિ* શોષણ કરે, અગ્નિજ્વાળા ગળે સિદ્ધ કોઈ; આભમંડળ ઊડે, આપ અમૃત કરે, રાખ ચિંતામણિ રત્ન સોઈ. મૂળo કેસરી કંઠ કોઈ ઘંટ જઈ બાંધતું, નાગને નાથ ઘાલે મદારી; સ્ટેલ છે ખેલ સહુ એહ બાજીગરી, મનહરિ બંધને સર્વ હારી ! મૂળo મત્ત ગજરાજના દંત જીવતાં સહે, મકરની દાઢથી કાઢે મોતી; અ૫ મન આગળ દાળ સીજે નહિ, ભલભલાની મતિ ત્યાંહ રોતી. મૂળo હઠ અને રાજથી મંત્રલયસાજથી વ્રત જપાદિ થકી કોઈ મથતું; તીવ્ર ઉપોષણે ઈન્દ્રિયો મથી ઘણી, સાધના કરી ફરી કોઈ કરતું. મૂળo ધ્યાન-અભ્યાસથી વિરતિ-અસિધારથી, નાદ સંધાનથી સુરતી જોડે; ગુરુતણી સેવથી, ઈશની હેરથી, મન તણાં મૂળ તો તેહ તોડે. મૂળ૦ ઊર્મિ૧૦ ઊઠે જરી બ્રહ્મસાગર મહીં, ફ્લતાં ફ્લતાં નષ્ટ થાએ ! વૃત્તિ ખેચરી કરી , નામરૂપ વિસરી, ‘રંગ’ રંગે હરિ કો સમાએ ! મૂળo
િ (૧) પર્વત, (૨) સમુદ્ર, (૩) પાણી, (૪) સિંહ, (૫) મનરૂપી વાંદરુ અથવા સિંહ
અથવા ધોડો, (૬) હાથી, (૭) મગર, (૮) હઠાદિ યોગના પ્રકાર છે, (૯) વૈરાગ્યરૂપી તરવારની ધારથી , (૧૦) તરંગ, (૧૧) નિરાલંબ.
મારે કામ ક્રોધ સબ લોભ મોહ પીસિ ડારે, ઇન્દ્રિહુ ક્તલ કરી કિયો રજપૂતો હૈં, માર્યો મહા મત્ત મન, મારે અહંકાર મીર, મારે મદ મત્સર હું, ઐસો રન રૂતો હૈ; મારી આશાતૃષ્ણા પુનિ, પાપિની સાપિની દોઉ, સબકો સંહાર કરિ નિજપદ પહૂતો હૈ, ‘સુંદર' કહત ઐસો સાધુ કઉ શૂરવીર, વૈરિ સંબ મારિકે નિશ્ચિત હોઈ સૂતો હૈ.
આપા તહાં અવગુન અનંત, કહે સંત સબ કોયા આપા તજ હરિકો ભજે, સંત કહાવે સોય ૫૪)
રંગ અવધૂત