SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૯૦ (રાગ : તિલંગ) દિલરૂબા દિલકી સુનાઉ, સૂનનેવાલા કૌન હૈ ? જામેહક ભર ભર પિલાઉં, પીનેવાલા કૌન હૈ ? ધ્રુવ એશો ઈસરતમસ્ત' દુનિયા, આકબત' સુખ ના ચાહૈ; ચાહે તો હાજર દિખાઉં, ચાહનેવાલા કૌન હૈ ? દિલ૦ આંખમેં દેખે જો સૂને, કાનમેં બિનુકાન હૈ; સોહ જપે પ્રતિશ્વાસ હંસા, એહિ અલ્લાહ કૌન હૈ ? દિલ૦ ઘટમેં બસે પ્યારા પિયા, ભૂલા ફિરે ક્યોં બન વિષે ?; જલમેં પિયાસી હાય શી', તૃષ્ણા બુઝાવે કૌન હૈ ? દિલ ‘રંગ' રંગે સુર કાસે”, પીલા હરા સબ ઝૂઠ હૈ ! તું મૈં પિયા મેં, તું પિયા બસ, સૂર બંસી એક હૈ. દિલ૦ ૪ (૧) ઈશ્વરી આનંદનો પ્યાલો, (૨) વિષયોપભોગમાં ચકચુર, (૩) પરલોક-મોક્ષ, (૪) કાન વગરનો, (૫) માછલી, (૬) સૂર્ય, (૭) પ્રકાશી રહ્યો છે, (૮) લીલો, (૯) પ્રિયા પ્રિત-પરમેશ્વર. ૮૯૧ (રાગ : કેદાર) પ્યારે ! ભજ લે રામ દિન રૈના; કાહે ફિત અચૈના. ધ્રુવ તનકા તંબૂર મનકી માલા, શ્વાસા બીન સુહાના, સાંજ સબૈર સુમર લે સાંઈ, રહે ન જીના મરના. પ્યારે નામી એક અરુ નામ અનંતા, સચિત્સુખમય જાના; રામ કૃષ્ણ ગોવિંદ મુરારે ! એહિ ધૂન ગજાના. પ્યારે દેહ અવધપુર આતમ રામા, એહિ દ્વારિકા શ્યામા; નવ દ્વાર પર દશમ બિરાજે, વહાં કિસનકા થાના. પ્યારે ઔર નિકમ્મા ઝઘડા સારા, ખાલી વર્ષો ગંવાના; દ્વૈતાદ્વૈત પરે હો પ્યારે, રંગ સંગ ભૂલ જાના. પ્યારે ભજ રે મના બંધેસે બંધા મિલા, છૂટે કૌન ઉપાય ? નિબંધકી, પલમેં દેય છુડાય સંગત કર 11 ૫૪૪. ૮૯૨ (રાગ : આશાવરી) ભણતર મોટું ભુત, તપસી !(૨) ધ્રુવ ગર્વ વધારે વિનય સંહારે, દેવ કહે સબ તૂત; સહુથી અદકો આપ વખાણે, સંત કહે હડધૂત. ભણતર તર્ક કુતર્ક ઉઠાવે કંઈ કંઈ, સ્વચ્છંદ માને પૂત; સ્થિર ઠરે ના એક ઠેકાણે, કરે કૂદાકૂદ, ભણતર અહં અહંની કરે ગર્જના, અન્ય કહે તે જૂઠ; આપબુદ્ધિ સર્વજ્ઞ પ્રમાણે, બકે શાસ્ત્ર અખૂટ !ભણતરવ કા-કા-શબ્દે હંસ હઠાવે, કરે મિથ્યા કૂટ; જ્ઞાન જઈને ભાન જો આવે, 'રંગ લહે અવધૂત. ભણતર દ. (૧) અવધૂતનું સ્વરૂપ જાણે, મ ૮૯૩ (રાગ : ગઝલ) ભર્યું જ્યાં ત્યાં પ્રભુ તારું, અનુપમ રૂપ હે અવધૂત ! નિરાકારી નિજેચ્છાએ, બન્યો સાકાર તું અવધૂત !! ધ્રુવ ખૂનીના ખંજરોમાં તું, પ્રિયાના ચુંબનોમાં તું; હરે ! હરિગર્જનામાં તું, રહ્યો પિકકૂજને અવધુત ! ભર્યું ગુલાબી ગાલમાં હસતો, ક્ષયીના હાડમાં વસતો; બધું નિદ્વંદ્વ તું રમતો, નિજાનંદે અહા અવધૂત ! ભર્યું વને યોગી થઈ વસતો, જગે ભોગી સમો ભમતો; કર્દી રોગી સમો રડતો, અગમ લીલા કરી અવધૂત! ભર્યું સદા પાસે છતાં આધે અભાગીને અરે દિસતો; સહુ રંગે અરંગી તું, લહે તુજ ‘રંગ' કો અવધૂત ! ભર્યું = દયા, ગરીબી, બંદગી, સમતા, શીલ, સ્વભાવ એ તે લક્ષન સાધકે, કહે કબીર સદ્ભાવ ૫૪૫ રંગ અવધૂત
SR No.009144
Book TitleBhaj Re Mana Part 01
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages381
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy