________________
૮૮૩ (રાગ : પ્રભાતિ)
જાગ્યને જોગીડા દત્ત દિગંબરા, તુજ વિના ભક્તઅઘ“ કોણ હરશે ? કલિ બધે વ્યાપિયો ધર્મ સંતાડિયો, ધર્મ સંસ્થાપના કોણ કરશે ? ધ્રુવ નાસ્તિકો નગ્ન થઈ વલ્ગના બહુ કરે, ઓચરે જેહ મન જેહ ભાવે; ભક્તિ પંગ થઈ અન્ય ખંડે ગઈ, સર્વને શુષ્ક મન જ્ઞાન ભાવે. જાગ્યને ત્યાગવૈરાગ્યની ઠેકડી સહુ કરે, ભોગમાં મસ્ત થઈ જગત ડોલે; દાનવ્રતપૂજને ચિત્ત હા ! નવ ઠરે, વ્હેમ બાધા બધે ઔર ચાલે. જાગ્યને ગુરુ તણો રાફ્સો ચોદિશિ ફાટિયો, જેહને જે ગમે તેને મંડે; *મુંડને મોક્ષ' એ સૂત્ર સોંઘું થયું, વ્યાસશાંડિલ્ય ગમ કોણ દોડે ? જાગ્યને આપપંથી બધા આત્મ નવ ઓળખે, દેવને ભૂલી મંદિર પૂજે ! ‘રંગ’ મૂગો થઈ તુંહિ તુંહિ ઓચરે, તું વિના આન“ નવ કાંઈ સૂઝે !! જાગ્યને
દસ (૧) ભક્તોનાં પાપ, (૨) નિર્લજ્જ થઈ - મર્યાદા મૂકી દઈ, (૩) કૂદાકૂદ, (૪) જેને જેમ ફાવે તેમ, (૫) બીજું-અન્ય.
૮૮૪ (રાગ : માંડ)
જે જોયું તે જાય, જગતમાં, કુલ્યું તે કરમાય.
ઉદય થયો રવિ પ્રાતઃકાળે, જનમન સહુ હરખાય; અસ્ત થતાં નભ માંહી નિશાએ, તિમિર ઘોર છવાય. જગતમાં કુસુમાકર ખીલ્યો સુમ' શોભે, દિવ્ય સૂર સંભળાય; એક દિન જૂનાં ઠૂંઠા દેખી, અંતર અતિ ગભરાય, જગતમાં ધનજોબન અભિમાન નકામો, કાળ સર્વને ખાય; રાય રંક સુરનરમુનિ કિન્નર, કો'થી નવ છટકાય. જગતમાં
ધ્રુવ
‘રંગ' જ્ઞાન વિણ મોત ટળેના, નિર્ભય કેમ થવાય ?
મોહ મૃત્યુ એ સૂત્ર સનાતન, અનુભવથી જ તરાય, જગતમાં
દસ (૧) અંધારું, (૨) વસંતૠતુ, (૩) ફૂલ, (૪) આત્મસ્વરૂપનું વિસ્મરણ, (૫) આત્માનુભવ.
ભજ રે મના
મૂંડ મુંડાવત જુગ ગયે, અબહુ ન મિલિયા રામ રામ બિચારા ક્યા કરે ? મન કે ઔર હિ કામ
૫૪૦
૮૮૫ (રાગ : ભીમપલાસ)
જેના દિલમાં દીનની દાઝ નથી, એવા દુરિજનનું અહીં કામ નથી. ધ્રુવ મુખથી જ સદા સાકર ઘોળી, કાગળ પર શાહી બધી ઢોળી; ખાધા વિશ્વાસુજનો ફોલી, એવા મ્હોં-શૂરામાં રામ નથી ! જેના૦ ગંગાદિક તીર્થોમાં ન્હાયા, ડાઘા દિલના ના કી ધોયા; દુખિયાનાં આસું ના લોહ્યાં, તેનું હરિ-પોથીમાં નામ નથી. જેના૦ મિષ્ટાન્ન નવાં નિત ઘેર ઊડે, ભૂખ્યાંને કણના દ્વાર મળે; લેવા પર વિત્ત ઉરે ઉછળે, તેને ઠરવાનું કંઈ ઠામ નથી. જેના૦ જનતા-જાદવપતિ તરછોડ્યા, દર્શન કાજે મંદિર દોડ્યાં; પછડાતાં પડછાયે રોયા, તેને ત્રિભુવનમાં વિશ્રામ નથી. જેના૦ વાણી-વર્તન-વાક્યે સમતા, નિરહંકૃતિ, ના જેને મમતા; વણ માગ્યે ‘રંગ’ મળે પ્રભુતા, એના સુખને ક્યાંય વિરામ નથી, જેના૦
પડી. ધ્રુવ
૮૮૬ (રાગ : ભીમપલાસ) જેને જ્ઞાન નિરામય" બૂટી જડી, તેને પરમારથની ઝ ટીલાં-ટપકાં કરી જન્મ ગયો, તૂટી માળા, ના અર્થ સર્યો; હરિનામ ગ્રહી ચરી, જો વિસર્યો, સાધનમાં તેના ભૂલ નડી. જેને
મ્હેલાતો કીધી ખડી મોટી, ખાધી બોળી ઘીમાં રોટી;
પરદ્રવ્ય તકાસે પરબેટી, જીવનમાં તેના ધૂળ પડી. જેને વીત્યું યૌવન ખૂટી શક્તિ, વિણભાવ કરી લૂખી ભક્તિ; તૂટી ના જો દેહાસક્તિ, આખર તેને પરિતાપ-ઘડી. જેને જગવી ધૂણી ધૂપાદિ કર્યા, દિવડાં અંતરના ના પ્રજળ્યા; ક્રોધદ્વેષાદિક જો ન ગળ્યા, ગબડ્યાં અધવચ તૂટી તંગડી. જેને મનના અભિલાષ રહ્યા મનમાં, હાર્યા બાજી ભટક્યા વનમાં; ચેત્યા વેળાસર ના ક્ષણમાં, ભૂતાવળ ‘રંગ’ પછાડી પડી. જેને
૪. (૧) રોગ ન થાય એવી, નિર્દોષ.
માલા મુજસે લડ પડી, કાહે ફિરાવે મોહિ ? જો દિલ ફેરે આપના, તા રામ મિલાઉં તોહિ
11
૫૪૧
રંગ અવધૂત