________________
૮૭૬ (રાગ : પ્રભાતિ)
એક કિરતાર કલિતાર સૃષ્ટિ તણો, મૂકીને મૂઢ નાના ઉપાસે; એક અનંત અવિનાશી પરિબ્રહ્મને, ભૂલીને ભૂતની દોડ વાંસે ! ધ્રુવ કાળ કંપે અતિ, બીકથી જેહની, તેજ ચંદ્રાર્ક જો અમિત આપે; સૂર્યનો સૂર્ય એ ચંદ્રનો ચંદ્ર એ, દુ:ખડાં દીનનાં એજ કાપે. એક બીજમાં વૃક્ષને વૃક્ષમાં બીજ પરિબ્રહ્મમાં આપ પર તેમ કાસે; રજ્જુભુજંગ' સમ વિશ્વભ્રાંતિ બધી, આદિમધ્યાંત પરિબ્રહ્મ ભાસે. એક સુજ્ઞને સાન બસ, અજ્ઞને આણ પણ, દગ્ધ"ને ડા'પણ કોણ દેશે ?
દેખતાં આંધળો આપથી થાય જે, તેહનો હસ્ત તે કોણ હેશે ? એક૦ તર્ક વિતર્કનું જોર ચાલે નહિ, પંડિતાઈ વૃથા ત્યાં તકાસે; જ્ઞાત અજ્ઞાતની પાર પર એ વર્સ, જ્ઞાત અજ્ઞાત એથી પ્રકાશે ! એક તેહ તું તેહ તું વેદ ગર્જી કહે, સૂણતાં 'રંગ' નર ભાન ભૂલે; મોહપડદો ખરે, સંસ્કૃતિભય ટળે, ગુરુકૃપા હોય તો ભેદ ખૂલે ! એક૦ દર (૧) અનેક, (૨) અપાર. (૩) દોરડીમાં સર્પની ભ્રાંતિની માફક, (૪) અણસમજુ, (૫) દોઢડાહ્યો.
૮૭૭ (રાગ : દરબારી કાન્હડા)
એવો દિ દેખાડ, વ્હાલા ! એવો દિ ઉગાડ !!
દેખું તારું રૂપ બધે, તૂ એવો દિ દેખાડ !!
ધ્રુવ
ભૂલાવી હું-મારું ‘હું’ને તારામાં ડૂબાડ, વ્હાલા તારામાં ડૂબાડ ! તું તારામાં ભેદ ન દેખું, એવો દિ'દેખાડ. એવો જુગજૂનાં બંધ નૈના, કાંઈ તો સૂઝાડ, વ્હાલા, કાંઈ તો સૂઝાડ ! અંદર વ્હારી તું ને દેખું, એવો દિ'દેખાડ. એવો૦
ભજ રે મના
અંતર ‘હરિહરિ' હોત હૈં, મુખકી હાજત નાહિ સહજે ધુન લાગી રહે, સંતનકે ઘટ માંહિ ૫૩૬
આપ્યું તેં તારાંને આપી, રાચું મન મોઝાર, વ્હાલા, રાચું મન મોઝાર! શેષે પૂર્ણતા પિછાનું, એવો દિ'દેખાડ. એવો ધાર્યું તે થાવાનું મારી વ્યર્થ કાં પછાડ ? વ્હાલા, વ્યર્થ કાં પછાડ ? તારે શરણે થાઉં નચિંત, એવો દિ'દેખાડ. એવો રૂપેરૂપે તું અરૂપી ‘રંગ’ એ નિર્ધાર ! વ્હાલા રંગ એ નિર્ધાર ! ગોત્યું જડે ન ‘હું’ ક્યાંયે, એવો દિ'દેખાડ. એવો
૮૭૮ (રાગ : કેદાર)
કર સત્સંગ અભીસે પ્યારે ! નહિ તો આખર રોના હૈ; અંતકાલ કોઉ કામ ન આવત, વૃથા જગત રિઝવાના હૈ ! ધ્રુવ
બડે બડે તો ગયે મિજાસી, ઉનકા કહાં ઠિકાના હૈ ? કર અબહૂસે કુછ તૈયારી, નહીં તો ફિર પછતાના હૈ ! કર૦ બિષય કાંચ દેખત લલચાયા, દૌડત પીછે પડના હૈ;
મિલે અસલ આતમ હીરા તો, આપ અપન પર હંસના હૈ. કર૦ માયા મૃગજલ મિથ્યા ભાસે, ઉસે હંસ છુડવાના હૈ; કર સેવા સદ્ગુરુકી પ્યારે, ઉસે રાહ મિલ જાના હૈ ! કર૦ અંદર બાહર એક હિ આતમ, રંગ બિરંગા હોના હૈ; હૂં જગમેં જગ તુઝમેં સાધો, દેખ મૌજ ઉડાના હૈ ! કર૦
જો જો દિખતા વોહિ બિગડતા, નિર્વિકાર દિખૈયા હૈ; અજર અમર ઈક વો અબિનાસી, ‘રંગ' નૈનકા નૈના હૈ. કરણ
ગોરસમેં આજ્ય જૈસે રાજત લલામ સદા, તિલમાંહી તૈલ જૈસે સુંદર સુહાત હૈ, પથરીમે પાવક જ્યાં સોહત સદાય રહી, પુષ્પમેં સુગંધ જૈસે જાહિર જનાત હૈ; મિસરીમેં મિષ્ટતા જ્યોં ઓપત અધિક ઔર, લોનમેં લવણ જૈસે ભાય બહુ ભાંત હૈ, ‘ગોવિંદ' કહત તૈસે બ્રહ્મ વિશ્વમાંહી પર માયાતેં રહિત સદા વિમળ વિભાત હૈ.
ભક્તિદ્વાર હૈ સાંકડાં, રાઈ દસમા ભાય મન જબ મ્હાવત હો રહા, ક્યાં કર સકે સમાય ?
૫૩૭.
રંગ અવધૂત