SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ મહર્ષિ રંગ અવધૂત ઈ. સ. ૧૮૯૮ - ૧૯૬૮ નારેશ્વરના નાથ પૂજ્ય શ્રી રંગઅવધૂત મહારાજ એ શાંતિ અને પ્રશાંતતાનો અવતાર છે. એમનું મૂળવતન રત્નાગિરી જિલ્લાના સંગમેશ્વર તાલુકામાં દેવળે નામનું ગામ હતું. એમના બાપદાદા ત્યાં રહેતા હતા. મહાવિદ્વાન દાદા જેરામભટ્ટ ચૂસ્ત દસગ્રંથિ બ્રાહ્મણ હતા. તેમના ચાર દિકરામાંથી ૩ નંબરના દીકરાનું નામ વિઠ્ઠલ હતું. અને આ વિઠ્ઠલ અવધૂતજીના પિતા હતા. અવધૂતજીનું મૂળનામ પાંડુરંગ હતું. તેમના માતાજીનું નામ રૂક્મિણી હતું. ગોધરા (જિ. પંચમહાલ )માં વિઠ્ઠલમંદિર આવેલું છે. એના મૂળ પુરૂષ અખારામ સરપોદાર કરીને હતા. તેઓની વિનંતીથી શ્રી જેરામભટ્ટજીએ વિઠ્ઠલજીને એ વિઠ્ઠલના મંદિરના પૂજાકાર્ય માટે મોકલ્યા. ત્યાંજ કારતક સુદી ૯ને દિવસે, વિ. સં. ૧૯૫૫ તા. ૨૧-૧૧-૧૮૯૮ને સોમવારે પ્રદોષ સમયે પાંડુરંગનો જન્મ થયો હતો. દોઢ વર્ષની વયે નનામી જોઈને તેમના પૂર્વ સંસ્કાર ઉદિત થયા. પાંડુરંગના નાનાભાઈ નારાયણ હતા. માત્ર ૨૪ વર્ષની માતાની ઉંમરે તેમના પિતા પ્લેગના રોગના ભોગ બન્યા તે વખતે પાંડુરંગની ઊંમર ૫ વર્ષની હતી, મહારાષ્ટ્રના સુવિખ્યાત દત્તાવતાર શ્રી ટેમ્બેસ્વામી પાસે તેમણે દીક્ષા સંસ્કાર લીધા. અવધૂતજી સ્પષ્ટ વક્તા અને હાજરજવાબી હતા. તેમની ધારણા શક્તિ બેજોડ હતી. સંસ્કૃતભાષાના અભ્યાસી અને અનુરાગી હતા. તેથી કાકા કાલેલકરે સદ્બોધશતકના શ્લોક પર ‘બાલબોધિની’ નામની સંસ્કૃત ટીકા લખવાનું કાર્ય તેમને સોંપેલ. તેમના ઉપાસ્યદેવ ગુરૂ દત્તાત્રય હતા. સંસ્કૃતમાં જે પ્રાર્થના સ્તોત્રો રચ્યા તે ‘રંગહૃદયમ્’ નામે સંગ્રહિત છે. ‘અવધૂત ભજ રે મના સુમરન સિદ્ધિ યોં કરો, જ્યાં ગાગર પનિહાર હાલે ચાલે સુરતમેં, કહે કબીર બિચાર ૫૩૨ આનંદ'માં અઢીસો જેટલા સ્વરચિત ભજનોનો સંગ્રહ છે. તેમને હિન્દી, મરાઠી, ઉર્દૂ, અંગ્રેજી તથા ગુજરાતી ભાષા પર સારો કાબુ હતો. સંસ્કૃતના પ્રકાંડ પંડિત બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મક્ષોત્રિય અવધૂતજી સામાન્ય માનવી સાથે સામાન્ય જેવા બનીને રહેતા. અવધૂતજી પ્રસિદ્ધિથી પર હતા. ૨૭ વર્ષની ઉંમરે ગૃહત્યાગ કર્યો હતો. હરિદ્વારમાં ગંગાતટે સં. ૨૦૨૫ તા. ૧૯-૧૨-૧૯૬૮ના રોજ ૭૦ વર્ષની ઉંમરે તેમણે દેહલીલા સંકેલી. ૐ... ૐ ૐ... ઉચ્ચાર કરી બ્રહ્મલીન થયા. 293 ૮૩૪ ૮૫ ૮૬ 6.99 C ૮૩૯ ૮૮૧ ૮૮૨ ૮૩ ૮૪ ૮૮૫ ૮૮૬ ec9 ૮ cc CEO ૮૧ ૨ ૮૯૩ ભીમપલાસ જોગીયા બિહાગ આતમ જાન લિયો મૂલ હિ સે પ્રભાતિ એક કિરતાર કલિતાર સૃષ્ટિ તણો દરબારીકાન્હડા એવો દિ દેખાડ વ્હાલા કર સત્સંગ અભી સે પ્યારે કયા ખોજે અજ્ઞાન ? અવધૂ કહાં જાના નિરબાના સાધો ગુરુચરન પ્રીત મોરી લાગી રે જય જય ગુરુ મહારાજ ગુરુ જાગ્યને જોગીડા દત્ત દિગંબરા જે જોયું તે જાય જગતમાં જેના દિલમાં દીનની દાઝ નથી કેદાર આશાવરી માંડ માલકૌંસ માંડ પ્રભાતી માંડ અબ ખૂબ હંસો અબ ખૂબ હંસો અબ ન મોહે હરિમિલન બિન ભીમપલાસ ભીમપલાસ ઝીંઝોટી પબુ ભૈરવી તિલંગ કેદાર આશાવરી ગઝલ જેને જ્ઞાન નિરામય બૂટી જડી જો આપકો દેખે ન ઉસકો તીરથ કહાં જાના મેરે તોડી દિવાલો મહેલની, બેઠા દિલરૂબા દિલકી સુનાઉ પ્યારે ! ભજ લે રામ દિન રૈના ભણતર મોટું ભૂત તપસી ભર્યું જ્યાં ત્યાં પ્રભુ તારું માલા જો કરમેં ફીરે, જીભ ફિરે મુખમાંહિ મનુવા તો ચૌદસિ ફિરે, ઐસો સુમરન નાહિ ૫૩૩ રંગ અવધૂત
SR No.009144
Book TitleBhaj Re Mana Part 01
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages381
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy