________________
સારંગા ભૈરવી કૌશિયા બિહાગ.
ગાઈ ગાઈ અબ કા કહિ ગાઉ નરહરિ ! ચંચલ હૈ મતિ મેરી પ્રભુજી તુમ ચંદન હમ ઐસી ભગતિ ન હોઈ રે ભાઈ
રૈદાસ (રોહિદાસ) ઈ. સ. ૧૪૫૬ - ૧૫૬૧
૮૬૮ (રાગ : સારંગ) ગાઈ ગાઈ અબ કા કહિ ગાઉ, ગાવનહાર કો નિકટ બતાઉ. ધ્રુવ જબલગ હૈ યા તનકી આસા, તબલગ કરે પુકારા; જબ મન મિલ્ય આસ નહિ તનકી, તબ કો ગાવનહારા ? ગાઈo જબલગ નદી ન સમુદ્ર સમા, તબલગ બઢે હંકારા; જબ મન મિલ્યો રામ-સાગરસોં, તબ યહ મિટી પુકારા. ગાઈo જબ લગ ભગતિ મુક્તિ કી આસા, પરમ તત્ત્વ સુનિ ગાવૈ; જહું જહં આસ ધરત હૈ યહ મન, તહં તહં કછુ ન પાવૈ. ગાઈo છાર્ડ આસ નિરાસ પરમપદ, તબ સુખ સતિ કર હોઈ; કહ રૈદાસ’ આસોં ઔર કરત હૈ, પરમ તત્ત્વ અબ સોઈ. ગાઈo
શ્રી રૈદાસનો જન્મ ઈ. સ. ૧૪૫૬માં વારાસણી મજુર નામના ગામડામાં થયો હતો. તેમના પિતાનું નામ રઘુનાથ તેમજ માતાનું નામ દુબાની હતું. મોચીકામ એ તેમનો પરંપરાગત વ્યવસાય હતો. રૈદાસ ભક્તકવિ હતા , બાલ્યાવસ્થાથી જ તેમનું જીવન ભક્તિપરાયણ હતું. તેમની પત્નીનું નામ લોના હતું. તે પણ સુશીલ પ્રેમાળ અને સંસ્કારી હતા. શ્રી પ્રેમાનંદની વિનંતીથી રામાનંદ સ્વામીએ તેમને પોતાના અનુગામી બનાવ્યા હતા. શિષ્ય તરીકે સ્વીકાર્યા હતા. રામાનંદ સ્વામી સંત કબીરના પણે ગુરુ હતા. અધ્યાત્મ કવિ તરીકે રૈદાસ ખૂબ પ્રસિદ્ધિ પામ્યાં. ચિત્તોડના મહારાણી જાલીને પણ મંત્રમુગ્ધ કર્યા અને છેવટે મહારાણી તેમના શિષ્ય બન્યા. ભગવાન રામ તે રૈદાસના આરાધ્ય દેવ હતા. ગુરૂનાનક, કબીર, પીપાજી, ગોરખનાથ અને તુલસીદાસ તે બધા રૈદાસના સમકાલીન હતા. મીરાં પણ રૈદાસના શિષ્ય બન્યા હતા. રૈદાસની કાવ્યરચનામાં તેઓએ પોતાને મજૂર તરીકે સંબોધન કર્યું છે. તેમની મોટાભાગની દૈનિક પ્રવૃત્તિ , ભજનકીર્તન, સત્સંગ અને ગંગા કિનારે યોગસાધનામાં જ રહેતી. અંતે જીવનના સત કાર્યો કરતા કરતા ૧૦૫ વર્ષનું દીર્ઘઆયુ ભોગવી ઈ. સ. ૧૫૬૧ના રોજ વારાણસી ખાતે તેઓ એ દેહ છોડ્યો. ગુજરાતમાં રૈદાસને રોહિદાસ પણ સંબોધન અપાયું છે, જ્યારે અન્ય પ્રાંતમાં રવિદાસ તરીકે પણ સંબોધન અપાયું છે.
૮૬૯ (રાગ : ભૈરવી) નરહરિ ! ચંચલ હૈ મતિ મેરી; કૈસે ભગતિ કરું મેં તેરી ? ધ્રુવ તું મોહિ દેખે હીં તોહિ દેખું; પ્રીતિ પરસ્પર હોઈ; તૂ મોહિ દેખું , તોહિ ન દેખું, યહ મતિ સબ બુધિ ખોઈ. નરહરિ સબ ઘટ અંતર રમસિ નિરંતર, મેં દેખન નહિ જાના; ગુજ સબ તોર, મોર સબ ગુન , કૃત ઉપકાર ન માના, નરહરિ મેં હૈ તોરિ મોરિ અસમઝિ, સૌ કૈસે કરિ નિખારા ? કહ રૈદાસ’ કૃષ્ણ કરુણામય, જૈ જૈ જગત-અધારા. નરહરિ
મન મૂવા માયા મૂઈ, સંશય મુવા શરીર અવિનાશી તો ના મરે, તું ક્યો મરે કબીર ? (૫૨૯)
રૈદાસ (રોહિદાસ)
મરતે મરતે જગ મુવા, અવસર મુવા ન કોયા દાસ કબીરા યોં મુવા, બહુરિ ન મરના હોય
ભજ રે મના