SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ અબ ક્યો ન બિચારત હૈ મનસે, કછુ ઔર રહા ઉન સાધનસું ? બિન સદ્ગુરુ કોઈ ન ભેદ લહે, મુખ આગલ હૈ કહ બાત કહે ? યમ કરૂના હમ પાવત હૈ તુમકી, વહ બાત રહી સુગુરુ ગમકી; પલમેં પ્રગટે મુખ આગલર્સ, જબ સગુરુચન સુખેમ બસે. યમ તનસેં, મનસે, ધનમેં સબસે, ગુરુદેવની આન સ્વઆત્મ બસે, તબ કારજ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાવહિ પ્રેમ ઘનો. યમ વહ સત્ય સુધા દરસાવહિંગ, ચતુરાંગુલ હે દૂગસે મિલહે; રસ દેવ નિરંજન કો પિવહી, ગહિ જોગ જુગાજુગ સો જીવહી. યમ પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુઉર બસેં; વહ કેવલકો બીજ જ્ઞાની કહે, નિજકો અનુભૌ બતલાઈ દિયે. યમ ૮૬૫ (રાગ : માલકોંષ) શુભ શીતળતામય છાંય રહી, મનવાંછિત જ્યાં ફળપંક્તિ હીં; જિનભક્તિ ગ્રહો તરુ ૫ અહો, ભજીને ભગવંત ભવંત લહો. (૧) નિજ આત્મસ્વરૂપ મુદા પ્રગટે, મનતાપ ઉતાપ તમામ મટે; અતિ નિર્ભરતા વણ દામ ગ્રહો, ભજીને ભગવંત ભવંત લહો. (૨) સમભાવી સદા પરિણામ થશે, જડ મંદ અધોગતિ જન્મ જશે; શુભ મંગળ આ પરિપૂર્ણ ચહો, ભજીને ભગવંત ભવંત લહો. (૩) શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો; નહીં એહ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવંત લહો. (૪) કરશો ક્ષય કેવળ રાગ કથા, ધરશો શુભ તત્ત્વસ્વરૂપ યથા; નૃપચંદ્ર પ્રપંચ અનંત દહો, ભજીને ભગવંત ભવંત લહ. (૫). ૮૬૪ (રાગ : મનહર છંદ). શાંતિકે સાગર અરૂ, નીતિકે નાગર નેક, દયાકે આગર જ્ઞાન, ધ્યાનકે નિધાન હો; શુદ્ધ બુદ્ધિ બ્રહ્મચારી, મુખબાની પૂર્ણ પ્યારી, સબનકે હિતકારી, ધર્મર્ક ઉધાન હો. રાગદ્વેષસે રહિત, પરમ પુનિત નિત્ય, ગુનર્સે ખચિત ચિત્ત, સજ્જન સમાન હો; રાયચંદ્ર ધૈર્યપાલ , ધર્મઢાલ ક્રોધમાલ, મુનિ તુમ આગે મેરે, પ્રનામ અમાન હો. (શાર્દૂલવિક્રીડિત) માયા માન મનોજ મોહ મમતા, મિથ્યાત મોડી મુનિ, ધોરી ધર્મ ધરેલ ધ્યાન ધરથી, ધારેલ ધૈર્યે ધૂની; છે સંતોષ સુશીલ સૌમ્ય સમતા, ને શિયળે ચંડના, નીતિ રાય દયા-ક્ષમાધર મુનિ, કોટી કરૂં વંદના. ફિર તરવર ભી ય કહે, સૂનો પાત એક બાત. સઇયાં ઐસા સરજિયા, એક આવત એક જાત | ભજ રે મના (૫૨૪) ૮૬૬ (રાગ : ભૂપાલી) શ્રી સદ્ગુરૂભક્તિરહસ્ય (ભક્તિના વીશ દોહરા) હે પ્રભુ ! હે પ્રભુ ! શું કહ્યું, દીનાનાથ દયાળ; હું તો દોષ અનંતનું, ભાજન છું કરૂણાળ. (૧) શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ; નથી લઘુતા કે દીનતા, શું કહ્યું પરમસ્વરૂપ? (૨) નથી આજ્ઞા ગુરૂદેવની, અચળ કરી ઉરમાંહી; આપ તણો વિશ્વાસ દૃઢ, ને પરમાદર નાહી. (3) જોગ નથી સત્સંગનો, નથી સત્સવા જોગ; કેવળ અર્પણતા નથી , નથી આશ્રય અનુયોગ. (૪) ‘હું પામર શું કરી શકું?’ એવો નથી વિવેક; ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક. (૫) ચક્કી ફિરતી દેખ કે, દિયા કબીરા રોય | દો પડ બીચ આયકે, સાબિત ગયા ન કોય (૫૫) શ્રીમદ્ રાજચંદ્રજી
SR No.009144
Book TitleBhaj Re Mana Part 01
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages381
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy