________________
મૂંછ વાંક્કી કરી શંકડા થઈ લીંબુ ધરતા તે પરે, કાપેલ રાખી. કાતરા હરકોઈનાં હૈયાં હરે; એ સાંકડીમાં આવિયા છટક્યા તજી સહુ સોઈને , જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. (૪) છો ખંડના અધિરાજ જે ચંડે કરીને નીપજ્યા , બ્રહ્માંડમાં બળવાન થઈને ભૂપ ભારે ઉપજ્યાં; એ ચતુર ચક્ર ચાલિયા હોતા નહોતા હોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. (૫) જે રાજનીતિ નિપુણતામાં ન્યાયતંતા નીવડયા, અવળા કર્યો જેના બધા સવળા સંદા પાસા પડય; એ ભાગ્યશાળી ભાગિયા તે ખટપટો સૌ ખોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કઈને. (૬) તરવાર બહાદુર ટેકધારી પૂર્ણતામાં પેખિયા, હાથી હણે હાથે કરી એ કેશરી સમ દેખિયા; એવા ભલા ભડવીર તે અંતે રહેલા રોઈને , જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. (૭)
લિંગ અને ભેદો જે વ્રતના રે, દ્રવ્ય દેશ કાળાદિ ભેદ; પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે, તે તો ત્રણે કાળે અભેદ. (૪) હવે જ્ઞાન દર્શનાદિ શબ્દનો રે, સંક્ષેપે સુણો પરમાર્થ; તેને જોતાં વિચારી વિશેષથી રે, સમજાશે ઉત્તમ આત્માર્થ. (૫) છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ; એમ જાણે સદ્ગુરૂ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. (૬) જે જ્ઞાન કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત; કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકિત. (૭) જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ; તેવો સ્થિર સ્વભાવ તે ઊપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ. (૮) તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ, તેહ મારગ જિનનો પામિયો રે, કિંવા પામ્યો તે નિજસ્વરૂપ. (૯) એવાં મૂળ જ્ઞાનાદિ પામવા રે, અને જવા અનાદિ બંધ; ઉપદેશ સદ્ગુરૂનો પામવો રે, ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ. (૧૦) એમ દેવ જિનંદે ભાખિયું રે, મોક્ષમારગનું શુદ્ધ સ્વરૂપ; ભવ્ય જનોના હિતને કારણે રે, સંક્ષેપે કહ્યું સ્વરૂપ. (૧૧)
૮૬૨ (રાગ : ઝૂલણા છંદ) મૂળ મારગ સાંભળો જિનનો રે, કરી વૃત્તિ અખંડ સભુખ; મૂળ૦ નો ’ય પૂજાદિની જો કામના રે, નો ’ય વ્હાલું અંતર ભવદુ:ખે.મૂળo (૧) કરી જોજો વચનની તુલના રે, જોજો શોધીને જિનસિદ્ધાંત; માત્ર કહેવું પરમારથહેતુથી રે, કોઈ પામે મુમુક્ષુ વાત. (૨) જ્ઞાન , દર્શન, ચારિત્રની શુદ્ધતા રે, એકપણે અને અવિરૂદ્ધ; જિન મારગ તે પરમાર્થથી રે, એમ કહ્યું સિદ્ધાંતે બુધ. (3)
૮૬૩ (રાગ : ભીમપલાસ) યમનિયમ સંજમ આપ કિયો, પુનિ ત્યાગ બિરાગ અથાગ લહ્યો; વનવાસ લિયો મુખ મૌન રહ્યો, દઢ આસન પદ્મ લગાય દિયો. ધ્રુવ મન પીન નિરોધ સ્વબોધ કિયો, હઠજોગ પ્રયોગ સુ તાર ભયો; જપ ભેદ જપે તપ ત્યૌહિ તપે, ઉરસેંહિ ઉદાસી લહિ સબ. યમ સબ શાસ્ત્રન કે નય ધારી હિયે, મત મંડન ખંડન ભેદ લિયે; વહુ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો. યમ
માયા છાયા એક હૈ, જાને બિરલા કોય. ભાગે તાકે પીછે પરે, સનમુખ આગે હોય.
પ૨૨)
પાન ઝરંતા યો કહે, સુન તરવર બનરાયા | અબકે બિછુરે કબ મિલે ? દૂર પડેંગે જાય || પર
શ્રીમદ્ રાજચંદ્રજી
ભજ રે મના