________________
૮૫૮ (રાગ : દોહા) બીજાં સાધન બહુ કર્યા, કરી કલ્પના આપ; અથવા અસદ્ગુરૂ થકી, ઊલટો વધ્યો ઉતાપ. (૧) પૂર્વ પુણ્યના ઉદયથી , મળ્યો સદ્ગુરૂ યોગ; વચન સુધા શ્રવણે જતાં, થયું હૃદય ગતશોગ. (૨) નિશ્ચય એથી આવિયો, ટળશે. અહીં ઉતાપ; નિત્ય કર્યો સત્સંગ મેં, એક લક્ષથી આપ. (૩)
૮૬૦ (રાગ : ભૈરવી) મારગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ; હોતા સો તો જલ ગયા, ભિન્ન કિયા નિજ દેહ. ધ્રુવ આપ આપકું ભૂલ ગયા, ઈનસેં ક્યા અંધેર? સમર સમર અબ હસત હૈં, નહિ ભૂલેંગે ફેર, મારગo જહાં ક્લપના - જલપના, તહાં માનું દુ:ખ છાંઈ; મિટે ક્લપના - જલપના, તબ વસ્તુ તિન પાઈ. મારગo હે જીવ ! ક્યા ઈચ્છત હવે? હૈ ઈચ્છા દુ:ખ મૂલ; જબ ઈચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ, મારગo ઐસી કહાંસે મતિ ભઈ, આપ આપ હૈ નાહિં; આપનકું જબ ભૂલ ગયે, અવર કહોંસે લાઈ. મારગo
૮૫૯ (રાગ : કાફી મિશ્ર) ભિન્ન ભિન્ન મત દેખીએ, ભેદ દૃષ્ટિનો એહ; એક તત્ત્વના મૂળમાં, વ્યાપ્યા માનો તેહ. (૧) તેહ તત્ત્વરૂપ વૃક્ષનું, આત્મધર્મ છે મૂળ ; સ્વભાવની સિદ્ધિ કરે, ધર્મ તે જ અનુકૂળ. (૨) પ્રથમ આત્મસિદ્ધિ થવા, કરીએ જ્ઞાન વિચાર; અનુભવી ગુરૂને સેવીએ , બુધજનનો નિર્ધાર. (3) ક્ષણ ક્ષણ જે અસ્થિરતા, અને વિભાવિક મોહ; તે જેનામાંથી ગયા, તે અનુભવી ગુરૂ જોય. (૪) બાહ્ય તેમ અત્યંતરે, ગ્રંથ ગ્રંથિ નહિ હોય; પરમ પુરૂષ તેને કહો, સરળ દૃષ્ટિથી જોય. (૫)
૮૬૧ (રાગ : હરિગીત છંદ) મોતીતણી માળા ગળામાં મૂલ્યવંતી મલકતી, હીરાતણા શુભ હારથી બહુ કંઠકાંતિ ઝળકતી; આભૂષણોથી ઓપતા ભાગ્યા મરણને જોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. (૧) મણિમય મુગટ માથે ધરીને કર્ણ કુંડળ નાખતા, કાંચન કડાં કરમાં ધરી કશીયે કચાશ ન રાખતા; પળમાં પડયા પૃથ્વીપતિ એ ભાન ભૂતળ ખોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. (૨) દશ આંગળીમાં માંગલિક મુદ્રા જડિત માણિક્યથી; જે પરમ પ્રેમે પે'રતા પોંચી કળા બારીકથી; એ વેઢ વીંટી સર્વ છોડી ચાલિયા મુખ ધોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઇને. (૩) માન દિયો મન હરખિયો, અપમાને તન છીન કહે કબીર તબ જાનિયે, માયામેં લૌલીન પ૨૧
શ્રીમદ્ રાજચંદ્રજી
ધર્મ વિના પ્રીત નહીં, ધર્મ વિના રીત નહીં, ધર્મ વિના હિત નહીં, કથું જન કામનું; ધર્મ વિના ટેક નહીં, ધર્મ વિના નેક નહીં, ધર્મ વિના ઐક્ય નહીં, ધર્મ ધામ રામનું; ધર્મ વિના ધ્યાન નહીં, ધર્મ વિના જ્ઞાન નહીં, ધર્મ વિના ભાન નહીં, જીવ્યું કોના કામનું? ધર્મ વિના તાન નહીં, ધર્મ વિના સાન નહીં, ધર્મ વિના ગાન નહીં, વચન તમામનું.
માયા માયા સબ કહે, પણ ઓલખે ન કોયા જો મનસે ના ઊતરે, માયા કહિયે સોયા
(૫૨૦)
ભજ રે મના