________________
૮૫૫ (રાગ : પહાડી) નીરખીને નવયૌવના, લેશ ન વિષયનિદાન; ગણે કાષ્ઠની પૂતળી, તે ભગવાને સમાન. (૧) આ સઘળા સંસારની, રમણી નાયકરૂપ; એ ત્યાગી, ત્યાગું બધું, કેવળ શોક સ્વરૂપ. (૨) એક વિષયને જીતતાં, જીત્યો સૌ સંસાર; નૃપતિ જીતતાં જીતિયે, દળ, પુર ને અધિકાર. (૩) વિષયરૂપ અંકુરથી, ટળે જ્ઞાન ને ધ્યાને; લેશ મદિરાપાનથી, છાકે જ્યમ એજ્ઞાન. (૪) જે નવ વાડ વિશુદ્ધથી, ઘરે શિયળ સુખદાઈ; ભવ તેનો લવ પછી રહે, તત્ત્વવચન એ ભાઈ. (૫) સુંદર શિયળ સુરતરુ, મન વાણી ને દેહ; જે નરનારી સેવશે, અનુપમ ફળ લે તેહ. (૬) પાક વિના વસ્તુ ન રહે, પાત્ર આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય પ્રતિમાન. (૭)
નિર્દોષ સુખ નિર્દોષ આનંદ, લ્યો ગમે ત્યાંથી ભલે , એ દિવ્ય શક્તિમાન જેથી, જંજીરેથી નીકળે; પરવસ્તુમાં નહિ મુંઝવો, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત્ દુ:ખ તે સુખ નહીં. (૩) હું કોણ છું ? કયાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું ? કોના સંબંધે વળગણા છે ? રાખું કે એ પરહરું ? એના વિચાર વિવેકપૂર્વક, શાંત ભાવે જ કર્યા, તો સર્વ આત્મિક જ્ઞાનનાં, સિદ્ધાંતતત્ત્વ અનુભવ્યા ! (૪) તે પ્રાપ્ત કરવા વચન કોનું, સત્ય કેવળ માનવું ? નિર્દોષ નરનું કથન માનો, ‘તેહ” જેણે અનુભવ્યું; રે ! આત્મ તારો ! આત્મ તારો ! શીધ્ર એને ઓળખો ! સવત્મિમાં સમદ્રષ્ટિ ધો, આ વચનને હૃદયે લખો. (૫)
૮૫૬ (રાગ : ભૂપ-મિશ્ર) બહુ પુણ્યકેરા પુંજથી, શુભ દેહ માનવનો મળ્યો, તોયે અરે ભવચક્રનો, આંટો નહીં એક્કે ટળ્યો; સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષ લહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે, કાં અહો રાચી રહો ? (૧) લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું તે તો કહો ? શું કુટુંબ કે પરિવારથી , વધવાપણું એ નય ગ્રહો; વધવાપણું સંસારનું, નરદેહને હારી જવો, એનો વિચાર નહિ અહોહો ! એક પળ તમને હવો !!! (૨) માયા તરૂવર ત્રિવિધકા, શોક દુ:ખ સંતાપ
શીતલતા સ્વપન નહીં, ફલ ફીકા તન તાપ | ભજ રે મના
૧૧૮૦
૮૫૭ (રાગ : કેદાર) બિના નયન પાવે નહીં, બિના નયનકી બાત; સેવે સદગુરૂ કે ચરન, સો પાવે સાક્ષાતું. (૧) બૂઝી ચહત જે પ્યાસકો, હૈ બૂઝનકી રીત; પાવે નહિ ગુરૂગમ બિના, એહિ અનાદિ સ્થિત. (૨) એહિ નહિ હૈ કલ્પના, એહિ નહિ વિભંગ; કઈ નર પંચમકાળમેં, દેખી વસ્તુ અભંગ, (૩) નહિ દે તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ; સબસે ન્યારા અગમ હૈ, વો જ્ઞાનીકો દેશ. (૪) જપ તપ ઔર વ્રતાદિ સબ, તહાં લગી ભ્રમરૂપ; જહાં લગી નહિ સંતકી, પાઈ કૃપા અનૂપ, (૫) પાયાકી એ બાત હૈ, નિજ છંદન કો છોડ; પિછે લાગ સપુરુષકે, તો સંબ બંધન તોડ. (૬) સંસારીસે પ્રીતડી સરે ન એકો કામ દુબિધામેં દોનો ગયે, માયા મિલી ન રામા (૫૧૯)
શ્રીમદ્ રાજચંદ્રજી