________________
૮૪૯ (રાગ : દોહા) ઈચ્છે છે જે જોગી જન, અનંત સુખસ્વરૂપ; મૂળ શુદ્ધ તે આત્મપદ, સયોગી જિનસ્વરૂપ. (૧) આત્મસ્વભાવ અગમ્ય તે, અવલંબન આધાર; જિનપદથી દશવિયો, તેહ સ્વરૂપ પ્રકાર. (૨) જિનપદ નિજપદ એક્તા, ભેદભાવ નહીં કાંઈ; લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ. (3) જિન પ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિમાન; અવલંબન શ્રી સદ્ગુરૂ, સુગમ અને સુખખાણ. (૪) ઉપાસના જિનચરણની, અતિશય ભક્તિસહિત; મુનિજન સંગતિ રતિ અતિ, સંયમ યોગ ઘટિત. (૫) ગુણપ્રમોદ અતિશય રહે, રહે અંતર્મુખ યોગ; પ્રાપ્તિ શ્રી સદગુરૂ વડે, જિન દર્શન અનુયોગ. (૬) પ્રવચન સમુદ્ર બિંદુમાં, ઉલટી આવે એમ; પૂર્વ ચૌદની લબ્ધિનું, ઉદાહરણ પણ તેમ. (૭) વિષય વિકાર સહિત જે, રહ્યા મતિના યોગ; પરિણામની વિષમતા, તેને યોગ અયોગ. (૮) મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર; કરૂણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. (૯) રોક્યા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ; જગત ઈષ્ટ નહિ આત્મથી , મધ્ય પાત્ર મહાભાગ્ય. (૧૦) નહિ તૃષ્ણા જીવ્યાતણી, મરણ યોગ નહીં ક્ષોભ; મહાપાત્ર તે માર્ગના, પરમ યોગ જિતલોભ. (૧૧) આવ્યું બહુ સમદેશમાં, છાયા જાય સમાઈ; આવ્યું તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઈ. (૧૨) મનુષ્યજન્મ દુર્લભ અતી, મિલે ન બારંબાર
તરવરસે ફૂલ ગિર પડા, ફેર ન લાગે ડાર | ભજ રે મના
(૫૧૨
ઊપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર. (૧૩)
(ચાચર છંદ) સુખ ધામ અનંત સુસંત ચહીં, દિન રાત્ર રહે તધ્યાનમહીં; પરશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વર તે જય તે. (૧૪)
૮૫૦ (રાગ : ભૈરવી) જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવે; કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. (૧) જડ તે જs ત્રણ કાળમાં, ચેતન ચેતન તેમ; પ્રગટ અનુભવરૂપ છે, સંશય તેમાં કેમ? (૨) જો જડ છે કણ કાળમાં, ચેતન ચેતન હોય; બંધ મોક્ષ તો નહિ ઘટે, નિવૃત્તિ પ્રવૃત્તિ ન્હોય. (3) બંધ મોક્ષ સંયોગથી, જ્યાં લગ આત્મ અભાન; પણ નહિ ત્યાગ સ્વભાવનો, ભાખે જિન ભગવાન. (૪) વર્તે બંધ પ્રસંગમાં, તે નિજ પદ અજ્ઞાન; પણ જડતા નહિ આભને, એ સિદ્ધાંત પ્રમાણ. (૫) ગ્રહે અરૂપી રૂપીને, એ અચરજની વાત; જીવ બંધન જાણે નહીં, કેવો જિન સિદ્ધાંત. (૬) પ્રથમ દેહ દૃષ્ટિ હતી, તેથી ભાસ્યો દેહ; હિવે દૃષ્ટિ થઈ આત્મમાં, ગયો દેહથી નેહ. (૭) જડ ચેતન સંયોગ આ, ખાણ અનાદિ અનંત; કોઈ ન કર્તા તેહનો, ભાખે જિન ભગવંત. (૮) મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહિ, નહીં નાશ પણ તેમ; અનુભવથી તે સિદ્ધ છે, ભાખે જિનવર એમ. (૯) કાહે સોવે નીંદભર, જાગી જપો મુરાર એક દિન ઐસા સોવના, લંબે પાઉં પસાર ! || ૫૧૩).
શ્રીમદ્ રાજચંદ્રજી