SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્રજી ઈ.સ. ૧૮૬૭ - ૧૯૦૦ પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજીનો જન્મ સૌરાષ્ટ્રના મોરબીથી ૩૫ કિ.મી. દૂર વવાણિયા ગામે વિ. સં. ૧૯૨૪ કાર્તિક સુદ પૂનમ, તા. ૧૦-૧૧-૧૮૬૭ ના દિવસે થયો હતો. તેમના પિતાનું નામ રવજીભાઈ હતું. અને માતાનું નામ દેવબાઈ હતું. શ્રીમદ્ભુનું નાનપણનું નામ લક્ષ્મીનંદન હતું. તે ૪ વર્ષની વયે રાયચંદ રાખવામાં આવ્યું. ૭ વર્ષની અલ્પ વયે શ્રીમદ્ભુને જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ્યું હતું. તેમનામાં જન્મથી જ જ્ઞાનનું ક્ષયોપશમ પ્રબળ હતું. સ્મૃતિનું સતેજપણું, હૃદયની સરળતા, વાણીની સ્પષ્ટતા, વિચારની નિર્મળતા, સ્વભાવનું ગાંભીર્ય તથા શિઘ્ર કવિત્વ આદિ ગુણોના ધારક શ્રીમદ્ભુએ ૯ વર્ષની ઉંમરે તેમણે રામાયણ અને મહાભારત ગ્રંથોનું અવલોકન કરી કાવ્યમાં ગૂંથ્યા હતા. જ્યોતિષવિદ્યાના જાણકાર એવા શ્રીમદ્લ ૧૦ વર્ષની ઉંમરે ઘણા વિષયો પર છટાદાર રસિક ભાષણો આપતા. ૧૨ વર્ષની વયથી કોઈ પ્રોઢ પ્રજ્ઞાવંત લેખકની જેમ લેખો લખતા હતા. ૧૬ વર્ષની ઉંમરે તેમણે ‘ મોક્ષમાળા' નામનો ગ્રંથ ૧૦૮ પાઠ માત્ર ૩ દિવસમાં લખ્યો હતો. ૧૯ વર્ષની ઉંમરે તેમણે શતાવધાન પ્રયોગો કર્યા હતા. ૨૦ વર્ષની ઉંમરે શ્રીમદ્ભુના લગ્ન ઝબકબાઈ સાથે થયા હતા. તેમને ૪ સંતાનો પણ હતા. ષટ્ દર્શનના સારરૂપ ૧૪૨ ગાથામાં આત્મસિદ્ધિ નામક સિદ્ધાંતિક કાવ્યગ્રંથની માત્ર દોઢ કલાકમાં રચના કરી હતી. મહાત્મા ગાંધીજીના તેઓ આધ્યાત્મિક માર્ગદર્શક ગુરૂ પણ હતા. ૨૪ વર્ષની ઉંમરે તેમને આત્મજ્ઞાનનો ઉદય થયો. માત્ર ૩૩ વર્ષની - ભજ રે મના હમ વાસી વો દેશકે, જાત બરન કુલ નાહિ શબ્દ મિલાવા હો રહા, દેહ મિલાવા નાહિં ૫૧૦. અલ્પઆયુએ રાજકોટમાં વિ. સં. ૧૯૫૭, ચૈત્ર વદ - પને મંગળવારે બપોરે બે વાગે સમાધિ પૂર્વક મહાપ્રયાણ કર્યું. ૮૪૯ દોહા СЧО ભૈરવી ૮૫૧ ૮૫૨ ૮૫૩ ૯૫૪ ૮૫૫ ૮૫૬ ૮૫૩ ૮૫૮ ૫૯ ૮૬૦ ૮૬૧ ૮૬૨ ૮૬૩ ૮૬૪ ૮૬૫ ૮૬૬ ૮૬૩ બહાર યમુન દેશી ઢાળ ચોપાઈ પહાડી ભૂપ મિશ્ર કેદાર દોહા કાફી મિશ્ર ભૈરવી હરીગીત છંદ ઝૂલણા છંદ ભીમપલાસ મનહર છંદ માલકૌંસ -પાલી માલકૌંસ ઇચ્છે છે જે જોગી જન જડ ભાવે જડ પરિણમે જડને ચૈતન્ય બંને દ્રવ્યના જળહળ જયોતિ સ્વરુપ તું ધન્ય રે દિવસ આ અહીં ધર્મતત્વ જો પૂછ્યું મને નીરખીને નવયૌવના બહુ પુણ્યકેરા પુંજથી બિના નયન પાવે નહી બીજા સાધન બહુ કર્યા ભિન્ન ભિન્ન મત દેખીએ મારગ સાચા મિલ ગયા મોતીતણી માળા ગળામાં મૂળ મારગ સાંભળો જિનનો રે યમનિયમ સંયમ આપ કિયો. શાંતિ કે સાગર અરુ શુભ શીતળતામય છાંય હે પ્રભુ હે પ્રભુ હોત આસવા પરિસવા દિનકર વિના જેવો, દિનનો દેખાવ દીસે, શશી વિના જેવી રીતે, શર્વરી સુહાય છે; પ્રજાપતિ વિના જેવી, પ્રજા પુરતણી પેખો, સુરસ વિનાની જેવી, કવિતા કહાય છે; સલિલ વિહીન જેવી, સરિતાની શોભા અને, ભત્તર વિહીન જેવી, ભામિની ભળાય છે; વન્દે ‘રાયચંદ’ વીર, સદ્ધર્મને ધાર્યા વિના, માનવી મહાન તેમ, કુકર્મી કળાય છે. સગા હમારા રામજી, સોદર હૈ પુનિ રામ ઔર સગા સબ સ્વાર્થકા, કોઈ ન આવે કામ ૫૧૧ શ્રીમદ્ રાજચંદ્રજી
SR No.009144
Book TitleBhaj Re Mana Part 01
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages381
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy