________________
હોય તેહનો નાશ નહિ, નહીં તેહ નહિ હોય; એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જોય. (૧૦) પરમ પુરૂષ પ્રભુ સગુરૂ, પરમ જ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. (૧૧)
૮૫૨ (રાગ : યમન) જળહળ જ્યોતિ સ્વરૂપ તું, કેવળ કૃપાનિધાન; પ્રેમ પુનિત તુજ પ્રેરજે, ભયભંજન ભગવાન. (૧) નિત્ય નિરંજન નિત્ય છો, ગંજન ગંજ ગુમાન; અભિનંદન અભિવંદના, ભયભંજન ભગવાન. (૨)
૮૫૧ (રાગ : બહાર) જડ ને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બંને જેને સમજાય છે; સ્વરૂપ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર, અથવા તે ય પણ પરદ્રવ્યમાંય છે ; એવો અનુભવનો પ્રકાશ ઉલ્લાસિત થયો, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે; કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા, નિગ્રંથનો પંથ ભવ-અન્તનો ઉપાય છે. જso દેહ જીવ એકરૂપે ભાસે છે અજ્ઞાન વડે, ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે; જીવની ઉત્પત્તિ અને રોગ, શોક, દુ:ખ, મૃત્યુ, દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે; એવો જે અનાદિ એકરૂપનો મિથ્યાત્વભાવ, જ્ઞાનીનાં વચન વડે દૂર થઈ જાય છે; ભાસે જડ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન, બંન્ને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. જડo
ધર્મધરણ તારણતરણ, શરણે ચરણ સન્મોન; વિનહરણ પાવનકરણ, ભયભંજન ભગવાન. (૩) ભદ્રભરણ ભીતિહરણ, સુધાકરણ શુભવાન; કલેશહરણ ચિંતાચૂરણ, ભયભંજન ભગવાન. (૪) અવિનાશી અરિહંત તું, એક અખંડ અમાન; અજર અમર અણજન્મ તું, ભયભંજન ભગવાન. (૫) આનંદી અપવર્ગી તું, અકળ ગતિ અનુમાન; આશિષ અનુકૂળ આપજે, ભયભંજન ભગવાન. (૬) નિરાકાર નિર્લેપ છો, નિર્મળ નીતિનિધાન; નિર્મોહક નારાયણા, ભયભંજન ભગવાન , (૭)
સચરાચર સ્વયંભૂ પ્રભુ, સુખદ સોંપજે સાન; સૃષ્ટિના સર્વેશ્વરા, ભયભંજન ભગવાન . (૮)
મોહ માન મોડવાને, પણું ફોડવાને, જાળવૃંદ તોડવાને , હેતે નિજ હાથથી; કુમતિને કાપવાને , સુમતિને સ્થાપવાને , મમત્વને માપવાને, સક્લ સિદ્ધાંતથી; મહા મોક્ષ માણવાને , જગદીશ જાણવાને, અજન્મતા આણવાને , વળી ભલી ભાતથી; અલૌકિક અનુપમ, સુખ અનુભવવાને , ધર્મ ધારણાને ધારો, ખરેખરી ખાંતથી.
સંકટ શોક સળ હરણ, નૌતમ જ્ઞાન નિદાન; ઈચ્છા વિકળ અચળ કરો, ભયભંજન ભગવાન. (૯) આધિ વ્યાધિ ઉપાધિને, હરો તંત તોફાન; કરૂણાળુ કરૂણા કરો, ભયભંજન ભગવાન , (૧૦) કિંકરની કંકર મતિ, ભૂલ ભયંકર ભાન; શંકર તે સ્નેહે હરો, ભયભંજન ભગવાન. (૧૧)
આજ કહે હરિ કાલ ભજું, કાલ કહે ફિર કાલા આજ કાલ કરતે રહે, અવસર જાતા ચાલા
કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ્બા અવસર બીતો જાત હૈ, ફિર કરોગે કમ્બ ? ૫૧૫)
શ્રીમદ્ રાજચંદ્રજી
ભજ રે મના
પ૧૪)