SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪૧ ભૈરવ રામફ્રી બહાર મતવાલા તણી રીત મહા વિક્ટ છે. મેલ્ય મન તાણ ગ્રહી વચન ગુરૂદેવનું હરિ ભજતાં સહુ મોટપ પામે ૮૪૨ શ્રી મુક્તાનંદ સ્વામી ઈ.સ. ૧૭૫૮ - ૧૮૩૧ ૮૩૬ (રાગ : પહાડી) અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે; જીવન્મુક્ત જોગિયા અંતરે નીરોગી રે. ધ્રુવ સમજે શખને સાંભળે ત્રિપટીને તાને રે; મનનું કૃત્ય તો મન લગી અસત્ય માને રે. અનુભવી જ્યાં લગી જગ વિસ્તર્યું, મૃગતૃષ્ણા પાખે રે; તેમાં મોહ ન પામે સ્વ સ્વરૂપને જાણે રે. અનુભવી જે વડે આ જગત દીસે, તેનો પાર ન પામે રે; ‘મુક્તાનંદ' હોય ગુરુમુખી, તે સુખડાં માણે રે. અનુભવી મુક્તાનંદ સ્વામીનું બાળપણનું નામ મુકુંદદાસ હતું. તેમનો જન્મ વિ.સં. ૧૮૧૪ પોષ સુદ ૭ ના રોજ સૌરાષ્ટ્રના અમરાપર ગામે થયો હતો. તેમના પિતાનું નામ આનંદરામ અને માતાનું નામ રાધા હતું. વૈરાગ્ય અને ભક્તિમાં પાંગરેલા. મુકુંદદાસનું ગૃહરથજીવન અલ્પકાળમાં પૂરું થયું અને ૨૮ વર્ષની ઉંમરે શ્રીરામાનંદ સ્વામીએ દીક્ષા આપી, તેમનું નામ મુક્તાનંદ રાખ્યું. ભગવાન સ્વામીનારાયણ પરમહંસવૃદમાં અગ્રીમ સ્થાન ધરાવતા મુક્તાનંદ તેમની પ૧ વર્ષની ઊંમરે સંસ્કૃતનો ઉચ્ચ અભ્યાસ કરી અનેક શાસ્ત્રોની સંસ્કૃતમાં રચના અને ટીકા લખી હતી. ઉદ્ધવગીતા અને સતીગીતાની રચના પણ કરી હતી. તેઓ ઉત્તમ કાવ્ય રચયિતા તેમજ ગાયક-વાદક હતા. નૃત્યભક્તિમાં પણ પ્રવીણ હતા. કુશળ નાડી પરીક્ષક અને વૈદું પણ સારૂ જાણતા. નાના થઈને રહેવાનો મોટો ગુણ સ્વામીજીમાં હતો. છેવટે 93 વર્ષની વયે વિ.સં. ૧૮૮૭ ના અષાઠ કૃષ્ણ ૧૫ ને દિવસે તેમણે મહાપ્રયાણ કર્યું. ૮૩૭ (રાગ : જૈજૈવંતી) પ્રગટ બિના ક્યાં સુખ પાવે, બહુ વિધિ બાત બનાવે; રવિ રવિ કહે રૈન નહિં જાવે, જલ કહી તૃષા ન બુઝાવે, ધ્રુવ અમૃત કહે અમર નહીં હોવે, ધન કહી ધન હી ન પાવે; ધનકે કહેરી ધનિક જો હોઈ, નિર્ધન કોઈ ન રહાવે. પ્રગટ રાજ કહે રાજ જો પાવે, રંક નજર નહીં આવે; ભોજન કહે ભૂખ જો ભાગ, વૃથા કષ્ટ કહી ભાવે. પ્રગટ સાચે સદ્ગુરુ બિન સબ દુનિયા, કથી કથી કર્મ કરાવે; મુક્તાનંદ મિથ્યા સબ કહેની, રહેનીમેં રંગ જમાવે. પ્રગટo ૮૩૬ ૮૩૭ ૮૩૮ ૮૩૯ પહાડી જૈવંતી પ્રભાત પ્રભાત અનુભવી આનંદમાં બ્રહ્મરસના પ્રગટ બિના ક્યાં સુખ પાવે જ્યાં લગી જાતને ભાત ઝંઝાળ છે ભેખને ટેક વર્ણાશ્રમ પાળતાં રામ કબીરા એક હૈં, કહન સુનનકે દોય દો કર જો કોઈ જાનસી, ગુરુ મિલા નહિં હોય ! // ૫૦૨) દાસ કહાવન કઠિન હૈ, મેં દાસનકો દાસ, | અબ તો ઐસા હો રહું, કે પાંવ તલકી ઘાસ ! || ૫૦૩) મુકતાનંદ સ્વામી ભજ રે મના
SR No.009144
Book TitleBhaj Re Mana Part 01
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages381
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy