________________
પ્રેમ નવ બાગબગીચા વિશે નીપજે, દામ ખરચે નવ પ્રેમ પામે; મસ્તક ઘડામાં જે જન મૂકશે, તે ઘટે પ્રેમ પ્રવાહ સામે. મતo સુરનર મુનિ તણી ચાંચ ખુંચે નહી, ચૌદલોકમાં એ અગમ્ય સૌને; મુક્તાનંદ' એ અગમ્ય રસ અતિઘણો, સદ્ગુરુ મોજથી સુગમ બહુને. મતo
૮૩૮ (રાગ : પ્રભાત) જ્યાં લગી જાતને ભાત જંજાળ છે, ત્યાં લગી આતમા જાણ અળગો; જેહેને હરિ વિના અન્ય અળખામણું, સત્ય સ્વરૂપ નર તેજ વળગ્યો. ધ્રુવ ઉલટ્યા અન્નની સેજ ઇચ્છા ટળી, દેખતાં હુબકો સૌને આવે; તેહને જે ભૂખે મનુષ્યમાં નવ ખપે, શ્વાન શૂકરતણી જાત હાવે. જ્યાંo
જ્યાં લગી દેહને હું કરી જાણશે, ત્યાં લગી ભોગ વિલાસ ભાવે; શ્વાન શૂકર તે મનુષ્યમાંથી ટળ્યો, હરિ તણો જન તે કેમ કહાવે ! જ્યાંo હરિના જન હરિને ગુણ જુકત છે, મુક્ત તનનું નહીં માન જેને; ‘મુક્તાનંદ 'ને સંતજન શૂરમાં, પ્રગટ પરિબ્રહ્મ રહે પાસ તેને . જ્યાંo
૮૪૧ (રાગ : રામકી) મેલ્ય મન તાણ ગ્રહી વચન ગુરુદેવનું, સેવ તું રૂપ એ શુદ્ધ સાચું; મનમત્ત થઈને તું કોટિ સાધન કરે, સદ્ગુરુ શબ્દ વિણ સર્વ કાચું. ધ્રુવ જજ્ઞ જાગે કરી સર્વ સુખ ભોગવે, પુણ્ય ખૂટે પડે નક્કી પાછો; તીરથ વ્રતનું જોર પણ ત્યાં લગી, ગુરુગમ વિના ઉપાય કાચો. મેલ્ય૦ અડસઠ તીરથ સદ્ગુરુ ચરણમાં, જાણશે જન જે હશે પૂરા; મન કર્મ વચને મોહ મનનો તજી , ભજે પરિબ્રહ્મ તે સંત શૂરા, મેલ્યo મનનાં કૃત્ય તે મિથ્યા જાણી તજ્યાં, મન પણ અમન થૈ મળ્યું ત્યારે; મુક્તાનંદ' ગુરુ મરમ છે વચનમાં, વચન વિચારીને જોયું જ્યારે. મેલ્યo
૮૩૯ (રાગ : પ્રભાત) ભેખને ટેક વણશ્રમ પાળતાં, ઉલટો એજ જંજાળ થાય; ગાડરને આણિયે ઊનને કારણે, કાંતેલાં કોકડાં તેજ ખાયે. ધ્રુવ જે જેવો Ø રહે સાર તેને કહે, એજ આવરણતણું રૂપ જાણો ; પથ્થરમાં રાખી વિશ્વાસ પારસ ગણ્યો, તેમાં તે શું નવલું કમાણો? ભેખo તજે ત્રણ ઈષણા તેજ વિચિક્ષણા, જહદા જહદનો મર્મ જાણે; ભાગ ને ત્યાગનો ભેદ ગૂરમુખ ગ્રહે, પિંડ બ્રહ્માંડ ઉરમાં ન આણે. ભેખo એજ સંન્યાસ શ્રીપાત તેણે કરી, શ્રીતણું કૃત્ય નવ સત્ય દેખે; ભિક્ષુક તે ખરો ભ્રમ મનનો તજે, સત્ય “મુક્તાનંદ' પ્રભુ જ પેખે. ભેખo
૮૪ર (રાગ : બહાર) હરિ ભજતાં સહુ મોટપ પાર્મ, જન્મ મરણ દુ:ખ જાવે રે; પારસ પરસી લોહ કંચન થઈ, મોંઘે મુલ વેચાય રે. ધ્રુવ મુનિ નારદની જાતને જોતાં, દાસી પુત્ર જગ જાણે રે; હરિને ભજી હરિનું મન કે'વાણા વેદ પુરાણ વખાણે રે. હરિ. રાધાજી અતિ પ્રેમ મગન થઈ, ઉર ધાર્યા ગિરધારી રે; હરિવર વહી હરિ તુલ્ય થયાં, જેનું ભજન કરે નરનારી રે. હરિ૦ શામળિયાને શરણે જે આવે, તેના તે ભવ દુ:ખ વાસે રે; * મુક્તાનંદ 'ના નાથને મળતાં, અખંડ એવાતણ પામે રે. હરિ.
૮૪૦ (રાગ : ભૈરવી) મતવાલા તણી રીત મહા વિકટ છે, પ્રેમરસ પીએ તે જન જાણે; મુંડા શું જાણે મજીઠના પાડને ? ભીખતાં જન્મનો અંત આણે. ધ્રુવ વરણ આશ્રમતણી આડ સઉને વિક્ટ, તે કેમ પાધરી વાત પ્રીછે ? શીશ અરણ્યા વિના શ્યામ રીઝે નહી, શીશ અર્પે જે કોઈ શરણ ઇછે. મતo.
પાણી હી હૈ પાતલા, ધૂવા હી હૈ ઝીણ
પવનાં બેગિ ઉતાવલા, સો હોંસી કબીરેં કીન્હ . ભજ રે મના
૫૦૪)
| તૂ તૂ કરતા તૂ ભયા, તું મનમાંહે સમાય || તું માંહી મન મિલ રહા, અબ મન ફેર ન જાય
મુક્તાનંદ સ્વામી