________________
૮૩૧ (રાગ : પીલ)
હમને સુણી છે હરી અધમ ઉધારણ, અધમ ઉધારણ સબ જગ તારણ. ધ્રુવ ગજકી અરજ ગરજ ઉઠ ધ્યાયો; સંકટ પડયો તબ કષ્ટ નિવારણ. અધમ દ્રુપદસુતાકો ચીર બઢાયો; દૂસાસનકો માન પદ મારણ, અધમ૦ પ્રહ્લાદકી પરતિગ્યા રાખી, હરણાકુસ નખ ઉદ્ર ફારના અધમ રિખિપતની પર કિરયા કીન્હીં, બિપ્ર સુદામાકી બિપતિ બિદારણ. અધમ૦ ‘મીરાં' કે પ્રભુ મો બંદીપર, અતિ અબેરિ ભઈ કિણ કારણ. અધમ
૮૩૨ (રાગ : ભૈરવ) મીરાં
પ્રભુ બિન ના સરે ભાઈ;
મેરા પ્રાણ નિકસ્યા જાત, હરી બિન ના સરૈ ભાઈ. ધ્રુવ
મીન દાદુર બસત જલ મેં, જલ સે ઉપજાઈ; મીન જલ સે બાહર કીના, તુરત મર જાઈ. પ્રભુ કાઠ લશ્કરી બન પરી, કાઠ ન ખાઈ;
લે અગન પ્રભુ ડાર આયે, ભસમ હો જાઈ. પ્રભુ
બન બન ઢૂંઢત મેં ફિફ્ટી, આલી સુધ નહિ પાઈ; એક બેર દરસણ દીજૈ, સબ કસર મિટિ જાઈ. પ્રભુ
પાત જ્યોં પીરી પરી, અરૂ બિપત તન છાઈ;
દાસિ ‘મીરાં' લાલ ગિરધર, મિલ્યાં સુખ છાઈ. પ્રભુ
૮૩૩ (રાગ : કાફી)
હાં રે હરિ, વસે હરિનાં જનમાં, હાં રે તમે શું કરશો જઈ વનમાં રે ? ધ્રુવ ભેખ ધરીને તમે શીદ ભટકો છો ? પ્રભુ નથી વન કે અરણ્યમાં રે. કાશી જાવો ને તમે ગંગાજી ન્હાવો, પ્રભુ નથી પાણી-પવનમાં રે.
ભજ રે મના
મૈં” થા વહાં તક હરિ નહિં, અબ હરિ હૈ મૈં નાહિ સકલ અંધેરા મીટ ગયા, દીપક દેખા માંહિ
૫૦૦
હરિ
હરિ
જોગ કરો ને ભલે જગન કરાવો, પ્રભુ નથી હોમ-હવનમાં રે. હરિ બાઈ ‘મીરાં’ કહે પ્રભુ ગિરધર નાગર, હરિ વસે હરિના જનમાં રે. હરિ
૮૩૪ (રાગ : ભૈરવ)
હે રી મૈં તો પ્રેમ દિવાની, મેરો દરદ ન જાણે કોય. ધ્રુવ ઘાયલકી ગતિ ઘાયલ જાનૈ, જો કોઈ ઘાયલ હોય; જૌહરીકી ગતિ જૌહરી જાનૈ, કી જિન જૌહર હોય. હે રી સૂલી ઉપર સેજ હમારી, સોવણ કિસ બિધ હોય ? ગગન મંડલ પર સેજ પિયાકી, કિસ બિધ મિલણા હોય ? હૈ રી
દરદકી મારી મેં બન-બન ડોલું, બૈદ મિલ્યા નહિ કોય; ‘મીરાં'કી પ્રભૂ પીર મિટેગી જબ, બૈદ સાંવરિયા હોય. હે રી
. (૧) જોહર કરનારની, (૨) બલિદાન, (૩) પધારી, (૪) પીડા.
૮૩૫ (રાગ : ઝીંઝોટી)
હોરી ખેલત હૈ ગિરધારી,
મુરલી સંગ બજત ડફ ન્યારો, સંગ જુબતી વ્રજનારી. ધ્રુવ
ચંદન કેસર છિડત મોહન, અપને હાથ બિહારી;
ભરિ ભરિ મૂઠ ગુલાલ લાલ, ચહું દેત સબનû ડારી, હોરી
જૈલ છબીલે નવલ કાન્હ સંગ, શ્યામા પ્રાણ પિયારી; ગાવત ચાર ધમાર રાગ તહ, ધૈ ધૈ કલ કર તારી. હોરી
ફાગ જુ ખેલત રસિક સાંવરો, બાઢયો રસ વ્રજ ભારી; ‘મીરાં’ કો પ્રભુ ગિરધર મિલિયા, મોહનલાલ બિહારી. હોરી
વિષયસે લગી પ્રીતડી, તબ હરિ અંતર નાહિ જબ હરિ અંતરમેં બસે, પ્રીતિ વિષયસે નાહિ ૫૦૧
મીરાંબાઈ