________________
૮૨૩ (રાગ : ધોળ) રામ રાખે તેમ રહીએ, ઓધવજી; આપણે ચિઠ્ઠીના ચાકર હૈયે. ધ્રુવ કોઈ દિન પે'રણ હીરને ચીર, તો કોઈ દિન સાદા રહીએ, ઓધવજી કોઈ દિન ભોજન શીરો ને પૂરી , તો કોઈ દિન ભૂખ્યા રહીએ. ઓધવજી કોઈ દિન રહેવાને બાગ-બગીચા, તો કોઈ દિન જંગલ રહીએ. ઓધવજી કોઈ દિન સૂવાને ગાદી-તક્યિા, તો કોઈ દિન ભોંય સૂઈ રહીએ. ઓધવજી બાઈ “ મીરાં' કહે પ્રભુ ગિરિધરના ગુણ, સુખદુ:ખ સૌ સહી રહીએ. ઓધવજી
૮૨૫ (રાગ : મલ્હાર) લાગી મોહિ રામ ખુમારી હો (૨).
ધ્રુવ રમઝમ બરસે મેહડા ભીજે તેન સારી હો; ચહુદિસ દમકૈ દામણી, ગરજે ઘન ભારી હો. લાગી સતગુરૂ ભેદ બતાયા, ખોલી ભરમ સિવારી હો; સબ ઘટ દીસે આત્મા, સબ હી સું ન્યારી હો. લાગી દીપક જોઉં જ્ઞાનકા, ચઢ અગમ અટારી હો; * મીરાં' દાસી રામકી, ઈમરત બલિહારી હો, લાગી
૮૨૪ (રાગ : રાગેશ્વરી) રૂડી ને રંગીલી રે, વ્હાલા ! તારી વાંસળી રે જી. મીઠી ને મધુરી રે, માવા ! તારી બંસરી રે જી; એ તો મારે, મંદિરિયે સંભળાય. રૂડી ને રંગીલી રે, કાનુડો એ કાળો રે, બાઈ મારે રૂદિયે વસ્યો રે જી; દ્રષ્ટિ થકી, દૂર ખસે ના જરાય. રૂડી ને રંગીલી રે, સરખી તે સાહેલી રે, સાથે પાણી નીસર્યા રે જી; બેડલું મેલ્યું, સરોવરિયાને પાળ, રૂડી ને રંગીલી રે, ઈંઢોણી વળગાડી રે, આંબલિયાની ડાળમાં રે જી; ઊભી નીરખું, નટવર દીનદયાળ, રૂડી ને રંગીલી રે,
ત્યાં તો તમે આવ્યા રે, સુણી મારી રાવને રે જી; આવી મુજને, મળ્યા હૈયા કેરા હાર, રૂડી ને રંગીલી રેo હું તો હતી સૂતી રે, બાઈ ભર નીંદમાં રે જી; મોરલી વાગી, ઝબકીને જાગી માઝમ રાત, રૂડી ને રંગીલી રે, ગુરૂને પ્રતાપે રે, બાઈ મીરાં' બોલિયાં રે જી; દેજો અમને સંતોનાં ચરણોમાં વાસ. રૂડી ને રંગીલી રે,
હીરા હરિકા નામ હૈ, હિરદા અંદર દેખા
બાહર ભીતર ભર રહા, ઐસા અગમ અલેખ || ભજ રે મના
૪૯૦
૮૨૬ (રાગ : ભૈરવ) વ્હાલાને વીલો મેલતા, મારૂં માનતું નથી મન; માનતું નથી. મન રે મારૂં, સૂનું રે ભવન. ધ્રુવ હરિ મારા હારદથી, તે જ્યાં તેડે ત્યાં જાય; સૈયર હવે હું શું કરું ? મને પીડા પ્રેમની થાય. વ્હાલા ઘરમાં તો મને ગમતું નથી, સૂઝતું નથી કામ; ટ્ટિકારી શી ફરતી ફરૂં, શોધું સારૂં યે ગામ, વ્હાલા શેરીએ શેરીએ સાદ પડાવું, હું દીવડા મેલું ચાર; કોઈ હરિની ભાળ બતાવો, તો આપું એકાવન હાર. વ્હાલા જેને હૈયે હરિ વસ્યા, તેનું જીવન ધન; મીરાં'ના સ્વામી મળિયા, તે વસ્યા મારે મન, વ્હાલા
ગગનમેં મગન હૈ, મગન મેં લગન હૈં, લગન કે બીચ મેં પ્રેમ પાગે, પ્રેમ મેં જ્ઞાન હૈં, જ્ઞાન મેં ધ્યાન હૈં, ધ્યાન કે ધરેસે તત્ જાગે; તત્ કે જગે સે, લગે હરિ નામ મેં, પગે હરિ નામ સત્સંગ લાગે, ‘દાસ પલટૂ' હે ભક્તિ અવિરલ મિલે, રહે નિસંગ જબ ભરમ ભાગે.
હદમેં રહે સૌ “માનવી', બેહદ રહે સો ‘સાધ' હદ-બેહદ દોનો તજે, તાકા મતા અગાધ
૪૯૦
મીરાંબાઈ