________________
૮૨૦ (રાગ : ભીમપલાસ) રામ નામ સાકર ક્ટકા, હાંરે મુખ આવે અમીરસ ઘટકા. ધ્રુવ હાંરે જેને રામભજન પ્રીત થોડી, તેની જીભલડી લ્યોને તોડી. રામ હાંરે જેણે રામ કથા ગુણ ગાયા, તેણે જમના માર ન ખાયા. રામ હાંરે ગુણ ગાય છે “ મીરાંબાઈ', તમે હરિચરણે જાઓ ધાઈ. રામ
૮૧૮ (રાગ : હુંડી) રાણો કાગળ મોક્લે, દેજો મીરાંને હાથ; સાધુ સંતો તમે છોડી દો, તમો આવો રાણાની સાથ. ધ્રુવ લજવ્યું મહીયર, સાસરી, તમે લજવ્યાં માને બાપ; લજવ્યું રાણાજીનું મેડચ્યું, તમે લજવ્યું મોશાળ આપ. તમો૦ વિખના પ્યાલા રાણે મોકલ્યા, દેજો મીરાંને હાથ; અમૃત સરખા આરોગીયા, શ્રીકૃષ્ણ ઝાલ્યો હાથ. તમો૦ રાણે દાસી મોકલી, જઈ જુઓ મીરાંના મહોલ; મીરાં બેઠાં ભજન કરે, શ્રી કૃષ્ણ તે આપ્યો કોલ. તમો૦ રાણો રીસે રાતડો, કરોધે ચડીયો ભુપ; ખડગ તાણી મારતાં, તેણે દીઠાં સાત સ્વરૂપ. તમો મનવેગી સાંઢણી સુંઢાડી, મારે જાવું સો સો કોશ; રાણાજી તારા દેશમાં મારે પાણી પીધાનો દોષ. તમો સતજુગમાં કહી પ્રીતડી, પ્રભુનિત્યનિત્ય દેજો દેદાર; કળજુગમાં હવે પ્રભુ તમે, રખે કરતા તિરસ્કાર, તમો મહીયર મારૂ મેવાડ, સાસરીયું ચિતોડ; મીરાં 'ને ગીરઘર મળ્યા, મારા મનના તે પૂર્યા કોડ. તમો
૮૨૧ (રાગ : પીલુ) રામ મિલણ કે કાજ સખી, મેરે આરતી ઉરમેં જાગી રી. ધ્રુવ તડક્ત - તડક્ત કળ ન પરત હૈ, બિરહબાણ ઉર લાગી રી; નિશદિન પંથ નિહારૂ પિવકો, પલક ન પલ ભરી લાગી રી. મેરે પીવ - પીવ મેં રટું રાત-દિન, દૂજી સુધ-બુધ ભાગી રી; બિરહ ભુજંગ મેરો ડસ્યો હૈ લેજો, લહર હળાહળ જાગી રી, મેરેo મેરી આરતિ મેટિ ગોસાઈ, આય મિલ મોહિ સાગી રી; ‘મીરાં' વ્યાકુલ અતિ ઉકળાણી, પિયાકી ઉમંગ અતિ લાગી રી, મેરેo
૮૧૯ (રાગ : રાગેશ્રી) રામનામ રસ પીજૈ, મનુઆ રામનામ રસ પીજૈ. ધ્રુવ તજ કુસંગ સતસંગ બૈઠ નિત, હરિચરચા સુનિ લીજૈ. મનુઆo કામ ક્રોધ મદ લોભ મોહકુ, બહા ચિત્તસે દીજે. મનુઆo મીરાં' કે પ્રભુ ગિરિધર નાગર, તાહિકે રંગમેં ભી. મનુઆo
૮૨૨ (રાગ : દેશી ઢાળ) રામ રમકડું જડિયું રે, રાણાજી મને રામ રમકડું જડિયું.
ધ્રુવ રૂમઝૂમ કરતું મારે મંદિરે પધાર્યું; નહિ કોઈને હાથે પડિયું રે. રાણાજીરુ મોટા મોટા મુનિજન મથીમથી થાક્યા; કોઈ એક વિરલાને હાથે ચડિયું રે. રાણાજીરુ સુન શિખરના રે ઘાટથી ઉપર, અગમ અગોચર નામ પડિયું રે. રાણાજી, બાઈ “મીરાં' કહે પ્રભુ ગિરિધર નાગર, મારૂં મન શામળિયાશું જડિયું રે. રાણાજી0
બાહર ભીતર રામ હૈ, નૈનનકા અભિરામ
જિત દેખું તિત રામ હૈ, રામ બિના નહિં ઠામ ભજ રે મના
૨૯૪
મૈં જાનૂ હરિ દૂર હૈ, હરિ હિરદોંકે માંહિ. આડી-ટેઢી કપટકી, તાસે દીસત નાહિ
૪૯૫)
મીરાંબાઈ