________________
દેહલગ્ન તો આપની સંગાથે, આત્મલગ્ન થયાં પ્રભુની સાથે; નાશવંત આ જગમાં શું રાચો ? હરિગુણ ગાઈ સાથ નાચો. મહારાણા ઘણું લેવા માટે થોડું ત્યાખ્યું, મૂકી મેવાડને મોક્ષધામ માગ્યું; એવું કહીંને “મીરાંબાઈ’ ચાલ્યાં, પંથ સૌરાષ્ટ્ર દેશના ઝાલ્યા. મહારાણા
૭૭૭ (રાગ : સોરઠ ચલતી), ઝેર તો પીધાં છે જાણી જાણી, મેવાડના રાણા ! નથી રે પીધાં મેં અણજાણી રે, મેવાડના રાણા. ધ્રુવ. કોયલને કાગ રાણા, એક જ વરણાં રે; ન્ડવી લાગે છે કાગવાણી રે, મેવાડના રાણા. ઝેર૦ ઝેરના કટોરા જ્યારે રાણાજી મોકલે રે; તેના બનાવ્યાં દૂધ પાણી રે, મેવાડના રાણા. ઝેર સંતો છે માતા રાણા, સંતો છે પિતા રે; સંતોની સંગે હું લોભાણી રે, મેવાડના રાણા. ઝેર0 સાધુડાના સંગ મીરાંસ છોડી દો તમને રે; બનાવું રાજની પટરાણી રે, મેવાડના રાણા. ઝેર સાધુડાનો સંગ રાણા નહીં છૂટે અમથી રે; જન્મોજનમની બંધાણી રે, મેવાડના રાણા. ઝેર મીરાં કહે છે પ્રભુ ગિરધર નાગર; તમને ભજીને હું વેચાણી રે, મેવાડના રાણા. ઝેર૦
૭૭૯ (રાગ : તિલંગ) તારું દાણ થાય તે લીજે, રસિયા, મને જાવા દીજે. ધ્રુવ હું ગોકુળ ગામની નારી, હું તો મહીં વેચવાને ચાલી; મારગમાં આવુ ન કીજે, તારું દાણ થાય તે લીજે, રસિયા હું વૃષભાણની છોરી, મારે માથે મહીની ગોળી; ખાટા ગોરસ ના પીજે, તારું દાણ થાય તે લીજે, રસિયાઓ મારા સંગની સહેલીઓ ચાલી, મને રોકો છો શું વનમાળી ! સમજીને અળગા રીજે, તારું દાણ થાય તે લીજે. રસિયા, મીરાં' કહે ગિરધર નાગર, અમે છીએ તમારા ચાકર; તનમન અર્પણ સૌ કીજે, તારું દાણ થાય તે લીજે. રસિયા
૭૭૮ (રાગ : કાફી) ‘તમે જાવ ' એમ કહેશો તો જાશું, મહારાણા ! પાછાં પગલાં નહિ માંડશું; પ્રભુ સંગાથે પ્રીત એક જોડી, લોકલાજ- રાજપાટ અમે છાંડશું. ધ્રુવી ગમે વૈભવ-વિલાસ નવ તમારા, અમે વનવનમાં નારા; તમે ભોગી, અમે બન્યાં. જોગી; મેળ બેના નથી મળનારાં . મહારાણા હીર-ચીર, અલંકાર નહીં જોઈએ , અમે ભભૂતચોળી ભમનારાં; તમે રાગી મૃત્યુલોક જીતો, અમે ત્યાગી બ્રહ્મલોક જીતનારાં. મહારાણા તમે રીઝો શરીર ઠાઠમાઠ, અમે આતમને ઓળખનારા; તમ નાવડી ડોલે ભવની રે, અમે ઊભા સંસારને તીરા. મહારાણા
ધરતી કો કાગજ કરૂ, કલમ કરૂ બનરાયા
સાત સમુદ્ર સ્યાહી કરૂ, હરિગુન લિખ્યો ન જાય. ભજ રે મના
૪૭)
૭૮૦ (રાગ : પૂર્વી) તુમ બિન રહ્યો ન જાય, હો પ્યારા દર્શન દીજો આય . ધ્રુવ જલ બિન કમલ ચંદ બિન રજની, એસે તુમ બિન સંજની; આકુલવ્યાકુલ ફિંફ રેનદિન, વિરહુ ક્લેજો ખાય. હો પ્યારા દિવસ ન ભૂખ નિશા નહી નિંદ્રા, કામકાજ કછુ ના ઘરધંધા; કહા કહું મુખ કહત ન આવે, મિલ કર તપત બુઝાય. હો પ્યારા કર્યું તરસાવો અંતરજામી ? આય મિલો કૃપા કર સ્વામ; મીરાં' દાસી જનમ જનમ કી, પરી તુમારે પાય. હો પ્યારા
આત્મા ઔર પરમાત્મા, અલગ રહે બહુ કાલ | સુંદર મેલા કર દિયા, સગુરુ મિલા દલાલ (૪o )
મીરાંબાઈ