________________
૭૭૪ (રાગ : મિશ્ર ભૂપાલી) જો તુમ તોડો પિયા, મેં નાહીં તોડું; તારી પ્રીત તોડી કૃષ્ણ, કૌન સંગ જોડું? ધ્રુવ તુમ ભયે તરૂવર, મેં ભઈ પંખિયા; તુમ ભયે સરવર, મેં તેરી મછિયા. જો તુમ ભયે ગિરિવર, મેં ભઈ ચારા; તુમ ભયે ચંદા, હમ ભયે ચકોરા. જો તુમ ભયે મોતી પ્રભુ! હમ ભયે ધાગા, તુમ ભયે સોના, હમ ભયે સુહાગા. જો ‘મીરાં કહે પ્રભુ, બ્રજકે બાસી; તુમ મેરે ઠાકુર, મેં તેરી દાસી. જો
૭૭૨ (રાગ : પ્રભાતિયું) જાગો તમે જદુપતિ રાય, એક પળ નેણાં ખોલીએ; ઘડી મારા ઘૂંઘટડા માંહ્ય, હસીને હરિ બોલીએ. ધ્રુવ તનમન સોંપ્યાં છે શરીર, વહાલમ જાઉં વારણે; છોડી મેં તો કુલની મરજાદ, ગિરિધારી તારા કારણે. જાગો નથી દીધાં કથીરનાં દાન, કંચન ક્યાંથી પામીએ? એમ રૂડાં ના 'વે વિમાન, અમરાપુર ક્યાં માણીએ? જાગો તમે મોટા છો મહારાજ, અમ પર કરૂણા કીજીએ; ગુણ એવા ગાય “મીરાં'બાઈ, દાસીને દર્શન દીજીએ. જાગો
૭૭૩ (રાગ : માંડ) જૂનું તો થયું રે, દેવળ જૂનું તો થયું; મારો હંસલો નાનો ને, દેવળ જૂનું તો થયું. ધ્રુવ આ રે કાયા રે હંસા, ડોલવાને લાગી રે. પડી ગયા દાંત, માંયલી રેખું તો રહી. મારો તારે ને મારે હંસા, પ્રીત્યું બંધાણી રે, ઊડી ગયો હંસ, પીંજર પડી રે રહ્યું. મારો બાઈ “મીરાં કહે પ્રભુ, ગિરિધરના ગુણ; પ્રેમનો પ્યાલો તમને , પાઉં ને પીઉં, મારો.
સૂરદાસ (રાગ : જોગીયા) એસી લ્મ કરિહીં ગોપાલ; મનસા નાથ, મનોરથ દાતા, હ પ્રભુ દીનદયાલ, ધ્રુવ ચરનનિ ચિત્ત નિરંતર અનુરત, રસના ચરિત રસાલ; લોચન, સજલ, પ્રેમ પુલક્તિ તન, ગર અંચલ, કર માલ. એસી ઈહિં બિધિ લખત, ઝુકાઈ રહૈ, જન અપનૈ હીં ભય ભાલ; ‘સૂર’ સુજસ રાગી ન ડરત મન , સુનિ જતના કરાલ. એસી
બડે બડાઈ ના કરે, બડે ન બોલે બોલ !
I હીરા મુખસે ના કહે, લાખ હમારા મોલ ! | ભજરેમના
૪૦)
૭૭૫ (રાગ બિહાગ) જો મેં હોતી શ્યામ સાંવરે, પ્રભુ તુમ જો રાધા હોતે; પ્રીત લગાકર ચેન ગંવાકર, સુધ તન મનકી ખોતે. ધ્રુવ મેરી તરહ તુમ રહતે વ્યાકુલ, છુપ છુપ મુરલી બજાતી; દૂર ન જાતી પાસ ને આતી, હંસતી મે તુમ રોતે. જો નયન તુમ્હારે બહતે ઔર, મેં તો વહીં ડૂબ જાતી; દાસી ‘મીરાં' ભઈ અધીરા, તુમ કારન દુ:ખ હોતે. જો
૭૭૬ (રાગ : કાફી) જોશીડા જોશ તો જુઓને, મને કે'દાડે મળશે ઘેલો કા'ન ? ધ્રુવ દેહ તો વહાલા દુરબળ થઈ છે (૨), જેવાં પાકેલાં પાન. જોશી સુખ તો વહાલા સરસવ જેટલું (૨), દુઃ ખ તો દરિયા સમાન. જોશી સેજલડી વહાલા સૂની રે લાગે (૨), રજની યુગ સમાન. જોશી બાઈ “ મીરાં' કહે પ્રભુ ગિરિધરના ગુણ (૨), ચરણકમલમાં ધ્યાન. જોશી
તિમિર ગયા રવિ દેખતે, કુબુદ્ધિ ગઈ ગુરુજ્ઞાન સુબુદ્ધિ ગઈ કછુ લોભસે, ભક્તિ ગઈ અભિમાન
મીરાંબાઈ