________________
૭૬૮ (રાગ : દુર્ગા)
ગાગરના ભરન દેત, તેરો કાન માઈ. ધ્રુવ
હસ હસ મુખ મોર મોર ગાગર છિટકાઈ;
ઘૂંઘટ પટ ખોલ ખોલ, સાંવરો કન્હાઈ. ગાગરનાળ
જશોદા તેં ભલી બાત, લાલકું શિખાઈ;
અગર બગર ઝગર, કરત સર યે મચાઈ. ગાગરના
હોં તો વીર યમુના તીર, નીર ભરન ધાઈ; ગિરિધર કે ચરન ઉપર, ‘મીરાં’ બલી જાઈ. ગાગરના૦
૭૬૯ (રાગ : સારંગ)
ગોવિંદો પ્રાણ અમારો રે, મુને જગ લાગ્યો ખારો રે, મુને મારો રામજી ભાવે રે, બીજો મારી નજરે ન આવે રે, વિષનો પ્યાલો રાણે મોકલ્યો, દેજો મીરાંને હાથ, અમૃત જાણી મીરાં પી ગયા, જેને સહાય શ્રી વિશ્વનો નાથ. ગોવિંદો
સાંઢવાળા સાંઢ શણગારજે, મારે જાવું છે સો સો કોશ, રાણાજીના દેશમાં મારે, જલ રે પીવાનો દોષ. ગોવિંદો ચુંદડી ઓઢું ત્યાં રંગ ચુવે ને, રંગ બેરંગી હોય, ઓઢું હું કાળો કામળો દૂજો, દાગ ન લાગે કોઈ. ગોવિંદો
મિલ ગઈ જહાં પર જગહ પડે રહતે હૈં, સરદી ગર્મિ બરસાત ધૂપ સહતે હૈં; ખામોશ કિસીસે કભી ન કૂછ કહતે હૈં, રસબિન્દુ દ્રગો સે પ્રેમ ‘ બિન્દુ' કહતે હૈં;
નાચતે કભી હસતે, રોતે ગાતે હૈં, જો મન મોહન કે પ્રેમી કહેલાતે હૈ.
ભજ રે મના
મન રાજા મન રંક હૈ, મન કાયર મન સૂર શૂન્ય શિખર પર મન રહે, મસ્તક આવે નૂર
૪૦૨
ઘડી એક નહિ તુમ હો મેરે
૭૭૦ (રાગ : પહાડી)
આવડે, તુજ દરસણ બિન મોય; પ્રાણજી, કાસું જીવણ હોય. ધ્રુવ
ધાન ન ભાવૈ, નીંદ ન આવૈ, બિરહ સતાવૈ મોય;
ઘાયલ સી ઘૂમત ફિરૂં રે, મેરો દરદ ન જાને કોય. ઘડી
દિવસ તો ખાય ગમાઈયો રે, રૈણ ગમાઈ સોય;
પ્રાણ
ગમાયા ઝૂરતાં રે, નૈન ગમાયા રોય. ઘડી જો મેં ઐસી જાણતી રે, પ્રીત કિયાં દુ:ખ હોય; નગર ઢંઢેરો ફેરતી રે, પ્રીત કરો મત કોય. ઘડી પંથ નિહારૂં ડગર બુહારૂ, ઊભી મારગ જોય; ‘મીરાં’ કે પ્રભુ કબ રે મિલેંગે? તુમ મિલિયાં સુખ હોય. ઘડી
૭૭૧ (રાગ : તોડી) ચરનક્રમલ અવિનાસી, ભજ મન ચરનક્રમલ અવિનાસી. ધ્રુવ જે તાઈ દીસે ધરની ગગન બીચ, તે તાઈ સબ ઊઠ જાસી; કહાં ભયો તીરથ વ્રત કીન્હે, કહા લિયે કરવત કાસી. ભજવ
યે સંસાર ચહરકી બાજી, સાંજ પડે ઊઠ જાશી; ઈસ દેહીકા ગર્વ ન કરના, મિટ્ટીમેં મિલ જાશી. ભજ૦ ક્યા ભયો જો ભગવાં પહાં, ઘર તજી ભયે સંસારી; જોગી હોય જુગત નહીં જાની, ઉલટ જનમ ફિર આસી. ભજ૦ અરજ કરો અબલા કર જોરી, શ્યામ તુમ્હારી દાસી; ‘મીરાં' કે પ્રભુ ગિરિધર નાગર, કાટો જમકી ફાંસી. ભજ
તૂ તૂં કરતા હૂઁ ભયા, મુજમેં રહી ન હું બારી ફેરી બલિ ગઈ, જીત દેખું તિત તૂં
૪૭૩
મીરાંબાઈ