________________
૭૩૫ (રાગ : લાવણી)
મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને, નહીં મળે વારંવાર; પ્રાણીયા ભજીલેને કીરતાર, આતો સ્વપ્નું છે સંસાર. ધ્રુવ ઘન-દૌલતને માલ ખજાનો, પુત્ર અને પરિવાર, તે તો તજી તમે જાશો એકલા, ખાશો જમનો માર પ્રાણીયા
ઉંચી મેડીને અજબ જરૂખા, ગોખતો નહિ પાર, છત્રપતિ તો ચાલ્યા ગયા, તેનાં બાંધ્યાં રહ્યા છે ઘરબાર. પ્રાણીયા ઉપર ફૂલડાં ફરે, ને હેઠે શ્રીફળ ચાર;
ઠીક કરી એને ઠાઠડીમાં ઘાલ્યો, પછી પુંઠે પડે પોકાર. પ્રાણીયા૦ સેજ તળાઈ વિના સૂતો નહિ, એ કરતો હુન્નર હજાર; ખોરી ખોંરીને બાળશે જેમ, લોઢું ગાળે લુવાર, પ્રાણીયા
સ્મશાન જઈને ચેહ ખડકીને, ઉપર કાષ્ટનો ભાર; અગ્નિ મૂકીને અળગા રહે, પછી અંગે ઝરે અંગાર. પ્રાણીયા૦ સ્નાન કરવા સૌ ચાલીયા, મળી નર સઘળા ને નાર;
‘ભોજો’ ભગત કહે દશ દહાડા રોઈને, વળતી મૂક્યો વિસાર, પ્રાણીયા૦ ૭૩૬ (રાગ : પ્રભાતી)
શબ્દની પાર સદ્ગુરુજીનું રૂપ છે, ચર્મચક્ષુ હોય તેને કેમ સુઝે? જીવપણે પદ તે કોઈને જડે નહિ, અનુભવી હોય તે આપ બૂઝે. ધ્રુવ રતિ વિના સ્વરૂપ તો લક્ષ આવે નહિ, શીખે સુણે મરને શબ્દ ગાવે; અનુભવ ખૂલ્યા વિના આપ સૂઝે નહિ, ચૈતન્ય બ્રહ્મ કદી સ્વપ્તે પાવે. શબ્દ જ્યાં લગી કલ્પના ત્યાં લગી જીવ છે, સંશય છૂટે તો શિવ કહાવે; ધ્યેય ને ધ્યાતા વિના ધ્યાન જો પ્રગટે, તો સોહં સ્વરૂપમાં જઈ સમાવે. શબ્દ શબ્દની પાર આવાગમન અડે નહિ, જેમ કાંચળી તજીને ભોરિંગ જાવે;
ભક્ત ‘ભોજલ' કહે ગુરુ ગમ પ્રગટે, તો જન્મમરણનો ભય ના'વે. શબ્દ ગ્રંથ મત, રત્ન જગતમેં ચાર લીજે પરખિકે, જૂઠે દીજે ડાર
દેવ ધર્મ ગુરૂ સાંચે
૪૫૦
ભજ રે મના
૭૩૭ (રાગ : માંડ)
સંત શૂરવીર તે સદ્ગુરુજીના બાળકા, હરિનામ લેતાં કહો કેમ હારે ? પ્રથમ કંટારિયું પે'રીને ચાલિયા, મરી મટ્યા તેહને કોણ મારે ! ધ્રુવ તન મન ધન તજી ઝાહેર થઈ ઝુઝિયા, રણ ચડ્યા તેહને કોણ વારે ? કીટ પર્યંત તે બ્રહ્મના લોક લગી, મિથ્યા પ્રપંચ તે મન ધારે. સંત જીવને શિવનો જેને સંશય છુટિયો, સિંહને બકરી તેને એક હારે; આપોપું અર્ચીને એહને ઓળખો, તો ત્રિવિધના તાપને તર્ત ઠારે. સંત ભક્તને ભગવંત તો એક કરી જાણવા, ચર્ણ આવે તેનું કાજ સારે; ભોજલ ભવતણું નાવ નિજનામ છે, કૃષ્ણ સમરે તેનું કુળ તારે. સંત
૭૩૮ (રાગ : પ્રભાત)
હરિજન હોય તેણે હેત ઘણું રાખવું, નિજ નામ ગ્રાહી નિર્માન રહેવું; ત્રિવિધના તાપ તે જાપ જરણા કરી, પરહરી પાપ રામનામ લેવું. ધ્રુવ સૌને સરસ કહેવું, પોતાને નરસ થવું, આપ આધીન થઈ દાન દેવું; મન કરમ વચને કરી, નિજ ધર્મ આદરી, દાતા ભોક્તા હરિ એમ રહેવું. હરિ અડગ નવ ડોલવું, અધિક નવ બોલવું, ખોલવી ગૂજ તે પાત્ર ખોળી; દીનવચન દાખવું, ગંભીર મતું રાખવું, વિવેકીને વાત નવ કરવી પહોળી. હરિ અનંત નામ ઉચ્ચારવું, તરવું ને તારવું, રાખવી ભક્તિ તે રાંક દાવે; ભક્ત ‘ભોજો' કહે ગુરુ પરતાપથી, ત્રિવિધના તાપ ત્યાં નિકટ નાવે. હરિ
.
ગુરૂકે પ્રસાદ બુદ્ધિ ઉત્તમ દશારૂં ગહે, ગુરૂકે પ્રસાદ ભવ દુઃખ બિસરાઈયે, ગુરૂકે પ્રસાદ પ્રેમ, પ્રીતિહુ અધિક બાઢે, ગુરૂકે પ્રસાદ રામ નામ ગુન ગાઈયે; ગુરૂકે પ્રસાદ સબ, યોગકી યુગતિ જાનૈ, ગુરૂકે પ્રસાદ શૂન્યમેં સમાધિ લાઈયે, સુંદર કહત ગુરૂ-દેવ જૂ કૃપાલુ હોઈ, તિનકે પ્રસાદ તત્ત્વ-જ્ઞાન પુનિ પાઈયે.
.
ઉપજે ઉર સંતુષ્ટતા, દંગ દુષ્ટતા ન હોય મોહમદપુષ્ટતા, સહજ સુષ્ટતા સોય
મિટૈ
૪૫૧
ભોજો ભગત