________________
૭૩૧ (રાગ : પરજ) બ્રહ્મ-ભરથારનો ભોગ ભાવ્યો નહિ, ત્યાં લગી જોગ વિજોગ જેવો; પ્રેમ પ્રતીત વિના પાંચને વશ કરે, દોષ વિના દેહને દંડ દેવો. ધ્રુવ વ્યાસને અટપટી વાત હતી પ્રેમની, કર્મની કૂટમાં ક્લેશ વાધ્યો; નારદમુનિએ કહ્યું હતું તેમ થઈ રહ્યું, શ્રીપત ઉપરનો સ્નેહ સાધ્યો. બ્રહ્મ સુત મુનિ વ્યાસના સુત એવા થયા, ગર્ભમાં કમનું ધ્યાન પામ્યો; જનક પાસે આવ્યો અધિક સમજાવિયો, ગતિ જડી ને ગોલોક પામ્યો. બ્રહ્મ પ્રેમ વિના પંથનો પાર આવે નહિ, કવિ થઈ રવિના પાર પહોંચે; ‘ભોજલ’ ભક્તિનો મર્મ જાણ્યા વિના, અજ્ઞાની જીવ તે એમ સોચે. બ્રહ્મ
૭૩૩ (રાગ : સોરઠ ચલતી) મળ્યા ગુરુદેવ મુક્ત ઘર પાયા, જ્યાં સે આયા ત્યાંય સમાયા; કાયો ક્લેશ લવલેશ ન લાયા, તો પાયા હૈ ઘર પ્રેમકો રે. ધ્રુવ નયણે દેખ્યા સો નર દેત નિશાની, પાર પૂગ્યા તેની પ્રગટ વાણી; વિશ્વચરાચર વસ્તુને જાણી, તો ગ્રહી બેઠા નિજ મૂળને રે. મળ્યા હુઆ હસ્તામલ શ્યામ સોહાગી, અનેક જન્મની આપદા ભાંગી; સદગુરુથી ચેતનતા જાગી, તો જીવન્મુક્ત તેને જાણવાં રે, મળ્યા તુમ ભયો, જેણે દેખ્યા તમાશા, અવાચ્ય વસ્તુને શું કરે વાચા? ‘ભોજલ’ સદ્ગુરુ મળિયા છે સાચા, તે પહોંચી ગયા પરબ્રહ્મને રે, મળ્યા
૭૩૨ (રાગ : કટારી) ભક્તિ શૂરવીરની સાચી રે, લીધા પછી કેમ મેલે પાછી ? ધ્રુવ મનતણો નિશ્ચય-મોરચો કરીને, વધિયા વિશ્વાસી; કામ-ક્રોધ-મદ-લોભતણે , જેણે ગળે દીધી ફાંસી. ભક્તિ શબ્દના ગોળા છૂટવા લાગ્યા, ત્યારે માયલો રહ્યો નાચી; કાયર હતા તે કંપવા લાગ્યા, રે નિશે ? ગયા નાસી. ભક્તિ સાચા હતા તે સન્મુખ રહ્યા, ને હરિ સંગાથે રહ્યા રાચી; પાંચ-પચીસને અળગા મેલ્યા, પછી બ્રહ્મ રહ્યો ભાસી. ભક્તિ કરમના પાસલા કાપી નાખ્યા, ભાઈ, ઓળખ્યા અવિનાશી; અષ્ટસિદ્ધિની ઇચ્છા ન કરે, જેની મુક્તિ થઈ દાસી. ભક્તિ તન-મન-ધન જેણે તુચ્છ કરી જાણ્યાં, અહર્નિશ રહ્યા ઉદાસી; “ભોજો' ભગત કહે ભક્ત થયા, એ તો વૈકુંઠના વાસી. ભક્તિo
૭૩૪ (રાગ : આશાવરી) મૂરખો કાલની વાતું કરે, માથે કાળનું ચક્કર . ધ્રુવ કહે કંઈકને નહિ કરવું એવું, નિજ કરતો નવ ડરે; વિષય વિકારમાં કે વલખતો, પારકા ઘરમાં ગરે, માથેo
સ્વારથમાં જીવ ચાલે ચોધારો, અસત્ય ઘણું આચરે; છળ, છેતરને દગાબાજી કરી, પારકાં ધનને હરે. માથે ધર્મને મારગે ટૂંડો ન આવે, પાપમાં પગલાં ભરે; સૂમની માયા સંઘરી રહેશે, કાં વિઠ્યા નારી વાપરે ! માથે તેથી ચોરાશી સહી કરી જીવ, અલ્પ થઈ અવતરે; ભોજો ભગત કહે ભજન કર્યા વિના, ભૂંડે હાલે મરે. માથે
તીરથ જાનકું પાવ રચે પ્રભુ, હાથ રચે હરિ સેવ હિ ઠાની, કાન રચે સુનિયે જસ કેશવ, જીભ રચી કહિયે હરિબાની; નૈન રચે હરિ સંતકું દેખન, તાતેં સબ સુખ પાવત પ્રાની, ઔર તો સાજ ભલો બ્રહ્માનંદ, પેટ રચ્યો સો તો પાપક ખાની.
શબ્દ જો ઐસા બોલિયે, તનકા આપા ખોય. ઔરનકો શીતલ કરે, આપનકો સુખ હોય |
૪૪૮)
શીતલ શબ્દ ઉચ્ચારિયે, ‘અહમ' આનિયે નાહિ || તવ પ્રીતમ તુજમેં બસે, દુશ્મન ભી તુજ માંહિ
ભજ રે મના
૪૯)
ભોજો ભગત