________________
બગલે બાંધી બંદડી રે, તેતરે બાંધી તલવાર; આજ તો જાવું જોને માંડવે, ચાવીશું બીડલાને પાન. હાલો૦ ઉંદરભાઈ ચાલ્યા રિસામણે રે, બેઠા દરિયાને બેટ; મીનીબાઈ ચાવ્યાં મનાવવા, કરડી ખાધાં એનાં પેટ, હાલો૦ મીની બિચારી મીંદડી રે, હાલી નોંતરવા ગામ; સામાં મળ્યા બે કૂતરા, મીનીના કરડ્યા બે કાન. હાલો૦ વાંસડે ચડ્યો ઓલો વાંદરો રે, જોતો જાનની વાટ; જાન રે આવશે તો લૂંટશું, કાટું બધાના હું પ્રાણ. હાલો૦ કઈ કીડીને કોની જાનમાં રે, સંતો કરજે વિચાર; ભોજાભગતની આ વિનતિ, સમજો ચતુર સુજાણ, હાલો૦
૭૨૯ (રાગ : દેશી ઢાળ) પ્રથમ તો નામરૂપથી ટળવું, માન મૂકીને મહંતને મળવું; વિવેકી પુરુષ વાળે તેમ વળવું, તો ગળવું આતમજ્ઞાનમાં રે. ધ્રુવ તન-મન તેને સમર્પણ કરવું, એનું લઈ એની આગળ ધરવું; આતમદર્શી થઈ એણી પેરે તરવું, તો મરવું મટે મૃત્યુ લોકમાં રે. પ્રથમ એમ સમજીને રે અનભે’ થાવુ, જ્ઞાનગંગામાં અહોનિશ નાહવું; ગાવું ગાવું સમજી માંહ્ય સમાવું, તો જોવું નિજ ઘર જીવતે રે. પ્રથમ એ પદને કોઈ અનુભવી બુઝે, જાહેર થઈને એણી પેર ઝૂઝે; આપ ટળે તો આપોપું સૂઝે, જો પૂજે પરગટ સંતને રે. પ્રથમ વિહંગમ સાધને પદમાં રે મળિયાં, જનમમરણનાં સંક્ટ ટળિયાં; લવણ-ધેનુ અંબુમાં ગળિયાં, એમ ભળિયાં તે પરિબ્રહ્મમાં રે. પ્રથમ જેમ રે પાલો ઉદકથી રે જામ્યો, શબ્દરૂપી સૂરજે ચોદિશે ધામ્યો; પોતે પોતાના સ્વરૂપને પામ્યો, તો ‘ભોજલ’ સદ્ગુરુ ભેટતાં રે. પ્રથમ
૭૨૮ (રાગ : રામકી) જ્યાં લગી જીવની જાત જાણી નહિ, ત્યાં લગી તાણમતાણ રે' છે ; આધને વિચારતાં, અંત-મધ્ય એક છે, વસ્તુ સાચી તે વેદાંત કહે છે. ધ્રુવ જાત જાણ્યા વિના, મત-પંથ બહુ થયો , અટકી રહ્યા આંધળા આપે ભૂલ્યા; વધી ગયા વાદમાં હરિ ન આવે હાથમાં, મેરુ જવા મન કરે પણ પાય લૂલા. જ્યાં જાત જાણ્યા વિના યોગસાધન કરે, પરહરે કામ, ધન, ધામ મૂકે; હઠ કરી આદરે, પસ્તાઈ પાછા , વૈભવ ના ભોગવે ભક્તિ ચૂકે. જ્યાંo અણછતું આપણું આપ ભૂલી ગયો, જીવ થઈ જાચતો કર્મઘાટે; બુદ્ધિના ઠાઠમાં વાટ સૂઝે નહિ, આવવું-જાવું તે એ જ માટે. જ્યાંo જાત જાણ્યા પછી જન્મ-મૃત્યુ ટળે, જેમ પાલો" પાણીમાંથી પાછો ન આવે; * ભોજલ' બ્રહ્મવેત્તા જેને ગુરુ મળે, તે જ આ દેહથી અભેદ પાવે. જ્યાંo Mar (૧) વાદળમાંથી પડતો કરો
૭૩૦ (રાગ : પ્રભાત) પ્રપંચને પારથી સમજીને ચાલવું, ડહાપણ ને ભોળપણે નાખી દેવું; જેમ છે તેમ જોઈ રે'વું જગતમાં, વેર ને પ્રીતિ નહિ એમ રે'વું. ધ્રુવ દયા વિના ડહાપણ કે'ને નથી દીપતું, ભોળપણે ભક્તિનું પદ ન આવે; મધ્યમાં માને છે માવા મળવા તણી, કોડમાં કો'કનૈ કામ આવે. પ્રપંચ * ઊંટના વાંક તે ધાંખ બહુ ભાત્યનાં, ' આત્મા પાંગરો એમ જોવું; સમજીને કોઈના ચલણ ના દેખવાં, આત્મા ઓળખી આપ ખોવું. પ્રપંચ પાત્ર વિણ સિંહણનું પય કેમ જામશે, લોહના ઠામને લાગ ન હોયે; એમ ‘ભોજલ’ બ્રહ્મરસ અજર જે જીરવે, આપે ક્ત એ જ હોય. પ્રપંચ
| ધીરજ બુદ્ધિ તબ જાનિયે, સમજે સબકી રીત ||
| ઉનકા અવગુન આપમેં કબહુ ન લાવે મીત | ભજ રે મના
૪છે.
સાહબકી ગત અગમ હૈ, ચલ અપને અનુમાન ધીરે ધીરે પાંવ ધર, પહુંચેગા પરમાન
ભોજો ભગત