SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ભોજો ભગત ઈ. સ. ૧૭૮૫ - ૧૮૫૦ સૌરાષ્ટ્રમાં જેતપુર પાસેના દેવકીગાલોળ નામના ગામમાં ઈ. સ. ૧૭૮૫ વિ. સં. ૧૮૪૧માં ભોજાનો જન્મ થયો હતો. પિતાનું નામ કરસનદાસ હતું. ભોળા હૃદયના એ ખેડૂત કૃષ્ણના ભક્ત હતા. માતા ગંગાબાઈ ત્યાગ પવિત્રતા અને ઉદારતાની મૂર્તિ હતાં. તેઓ જ્ઞાતિએ લેઉઆ કણબી હતા અને અટક હતી સાવલિયા. ૧૨ વર્ષની ઊંમર સુધી ભોજો માત્ર દૂધ ઉપર જ રહ્યા હતા. ભોજાને બીજા બે ભાઈઓ પણ હતા. તેમનું નામ કરમણ અને જસોભક્ત હતું. ભોજા ભગત આજીવન નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. ભોજાના ચાબખા ખૂબ લોકપ્રિય હતા. ભક્તિ સાથે યોગસાધના અને કાવ્યસર્જન થતા તે પદો તેમનો એક વિદ્વાન શિષ્ય જીવણરામ લખી લેતો. ગિરનારના રામતવન નામના એક યોગીએ ભોજાને દીક્ષા આપી, જનસેવા કરવાનો મહામંત્ર આપ્યો હતો. ઈ.સ. ૧૯૮૩માં ભોજાની નાનીમોટી તમામ ૨૦૪ રચનાઓ ‘ભોજા ભક્તની વાણી' સ્વરૂપે તેમની છઠ્ઠી પેઢીના વંશજ પ્રા. મનસુખલાલ સાવલિયાએ પુસ્તક સ્વરૂપે પ્રગટ કરી. ભોજો ભગત અખાની જેમ જ દંભ અને પાખંડના વિરોધી તેમજ આત્મતત્ત્વને ઓળખનાર, વેદાંતનો મર્મ જાણનાર ભક્ત-કવિ હતા. વીરપુરના જલારામ બાપાના તેઓ ગુરુ હતા. છેલ્લે ૬૫ વર્ષની વયે ઈ.સ. ૧૮૫૦ માં વીરપુરમાં જ ભોજા ભગતે દેહ છોડ્યો. ભજ રે મના લેને કો હરિનામ હૈ, દેને કો અન્નદાન તિરને કો આધિનતા, બૂડન કો અભિમાન ૪૪૪ ૩૨૭ ચલતી રામક્રી દેશી ઢાળ પ્રભાત ૩૨ ૩૨ 930 ૩૩૧ ૩૩૨ 933 ૩૩૪ 934 ૩૩૬ 939 93C પરજ કટારી સોરઠ ચલતી આશાવરી લાવણી પ્રભાતી માંડ પ્રભાત કીડીબાઈની જાનમાં જ્યાં લગી જીવની જાત જાણી નહિ પ્રથમ તો નામરૂપથી ટળવું માન પ્રપંચને પારથી સમજીને ચાલવું બ્રહ્મ ભરથારનો ભોગ ભાવ્યો નહિ ભક્તિ શૂરવીરની સાચી રે, લીધા મળ્યા ગુરુદેવ મુક્ત ઘર પાયા મૂરખો કાલની વાતું કરે મોઘો | મનુષ્ય દેહ ફરી ફરીને શબ્દની પાર સદ્ગુરુજીનું રૂપ છે સંત શૂરવીર તે સદ્ગુરૂજીના બાળકા હરિજન હોય તેણે હેત ઘણું રાખવું ૭૨૭ (રાગ : ચલતી) હાલો, કીડીબાઈની જાનમાં. ધ્રુવ કીડી બિચારી કીડલી રે કીડીનાં લગનિયાં લેવાય; પંખી પારેવડાંને નોતર્યાં, જાન મોટાની જાય. હાલો૦ મોરે નાખ્યો માંડવો રે, ખજૂરો વેચે છે ખાંડ; સૂડાને માથે સૂડલો, પોપટ પીરસે પકવાન, હાલો૦ મોડાને મોકલ્યો માળવે રે, લેવા માળવિયો ગોળ, મોડો કેડેથી પાતળો, ગોળ ઉપડ્યો નવ જાય. હાલો૦ ઘોએ બાંધ્યા ઘૂઘરા રે, કાચીડે બાંધી છે કટાર; દેડકો વચમાં જોને ડગમગે, એલા મને ડગલો પહેરાવ. હાલો૦ ઊંટે બાંધ્યા ઢોલકાં રે, ગધેડો ફૂંકે શરણાઈ; કુંજે મંગળગીત ગાયાં, હાથી મનમાં હરખાય. હાલો૦ પશુકી તો પનિયાં ભઈ, નરકા કછુ ન હોય જો ઉત્તમ કરની કરે, નર નારાયણ હોય || ૪૪૫ ભોજો ભગત
SR No.009144
Book TitleBhaj Re Mana Part 01
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages381
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy